સેન્સેક્સ સ્પ્રિંગની જેમ ઊછળ્યો, 1600નો જંપ

ટૉપ ન્યૂઝ શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: પાછલા સત્રમાં જોરદાર પટકાએલો સેન્સેક્સ આજે સ્પ્રિંગની જેમ ઊછળ્યો અને 1600ની જંપ લગાવી હતી.
બીએસઈ પર તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન સોમવારે રૂ. 274.56 લાખ કરોડથી રૂ. 3.66 લાખ કરોડ વધીને રૂ. 278.23 લાખ કરોડ બોલાયું હતું.
આ તબક્કે સેન્સેક્સ લગભગ ૧૧૫૦ પોઈન્ટ ઊંચી સપાટીએ હતો અને નિફ્ટી50  17,700ની સપાટી વટાવી ગયો હતો.

સ્થાનિક શેરોએ મંગળવારે પાછલા દિવસની ખોટને સંપૂર્ણપણે પલટાવી દીધી હતી, એશિયન બજારો મિશ્ર રહ્યા હોવા છતાં યુએસ ફ્યુચર્સમાં થોડો સુધારો થયો હતો. મુખ્યત્વે બેન્કિંગ અને નાણાકીય શેરોમાં સારી લાવલાવ જોવા મળી હતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઇટીસી જેવા હેવીવેઇટ્સે પણ ઇન્ડેક્સમાં ઉછાળો લાવવામાં ફાળો આપ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.