ત્રીજા દિવસની આગેકૂચમાં સેન્સેક્સે ફટકારી ટ્રીપલ સેન્ચૂરી, નિફ્ટીએ વટાવી ૧૬,૨૦૦ની સપાટી

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારમાં મિશ્ર સંકેત રહ્યાં હોવા છતાં સપ્તાહના અંતિમ દિવસે સ્થાનિક શેરબજારમાં સતત ત્રીજા દિવસે આગેકૂચ જોવા મળી હતી. સેન્સેક્સે ટ્રીપલ સેન્યૂરી ફટકારી હતી. સત્ર દરમિયાન નિફ્ટીએ ૧૬,૨૭૫.૫૦ સુધી અને સેન્સેક્સે ૫૪,૬૨૭.૧૪ સુધી ઉછાળો નોંધાવ્યો હતો.
વિશ્ર્વબજારના મિશ્ર સંકેત છતાં સતત ત્રીજા દિવસે લેવાલીનું સેન્ટિમેન્ટ જળવાઇ રહેતા સેન્સેક્સે ૩૦૦ પોઇન્ટની જમ્પ સાથે ૫૪,૪૫૦ની સપાટી સર કરી હતી અને નિફ્ટી ૧૬,૨૦૦ પોઇન્ટની ઉપર પહોંચ્યો હતો.
સત્ર દરમિયાન ૪૪૮.૬૮ પોઇન્ટ અથવા તો ૦.૮૨ ટકાના ઉછાળા સાથે ૫૪,૬૨૭.૧૪ પોઇન્ટની ઊંચી સપાટીને અથડાઇને અંતમાં બીએસઈનો ૩૦ શેરવાળો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૩૦૩.૩૮ એટલે કે ૦.૫૬ ટકાના સુધારા સાથે ૫૪,૪૮૧.૮૪ પોઇન્ટના સ્તર પર અને એનએસઈનો ૫૦ શેરવાળો બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી ૮૭.૭૦ પોઇન્ટ એટલે કે ૦.૫૪ ટકાની તેજીની સાથે ૧૬,૨૨૦.૬૦ પોઇન્ટના સ્તર પર બંધ થયો હતો.
સેન્સેક્સના શેરોમાં લાર્સન એન્ડ ટૂબ્રો, પાવરગ્રીડ, એનટીપીસી, આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક, ડો. રેડ્ડીઝ લેબ, નેસ્લે, ભારતી એરટેલ, ઇન્ફોસિસ અને હિંદુસ્તાન યુનિલીવર ટોપ ગેઇનર રહ્યાં હતા. જ્યારે ટાટા સ્ચીલ, મારુતિ સુઝુકી ઇન્ડિયા, ઇન્ડસઇન્ડ બેન્ક, ટીસીએસ અને એશિયન પેઇન્ટ ટોપ લૂઝર રહ્યાં હતાં.
એશિયાઇ બજારોમાં ટોકિયો, હોંગકોંગ અને સિઓલના શેરબજારમાં તેજી આગળ વધતી જોવા મળી હતી, જ્યારે શાંઘાઇ સ્ટોક એક્સચેન્જમાં સાધારણ પીછેહઠ જોવા મળી હતી. જોકે યુરોપના બજારોમાં મધ્ય સત્ર સુધી મંદી રહી હોવાના અહેવાલો હતો. અમેરિકાના બજારોમાં પણ ગુરુવારે તેજી આગળ વધી હતી.
દરમિયાન, ક્રૂડ ઓઇલના ભાવ ફરી ૦.૧૨ ટકાના મામૂલી ઘટાડા સાથે બેરલદીઠ ૧૦૪.૫ બોલાયા હતા. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ એક જ દિવસ સોમવારે લેવાલી નોંધાવ્યા બાદ ચોખ્ખી વેચવાલીનો દોર ચાલુ રાક્યો હતો. સ્ટોક એક્સચેન્જની પ્રારંભિક માહિતી અનુસાર પાછલા સત્રમાં ફરી રૂ. ૯૨૫.૨૨ કરોડની વેચવાલી નોંધાવી હતી.
સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૨૦ ટકા વધીને ૨૨,૬૫૫.૫૭ ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૮ ટકા વધારાની સાથે ૨૫,૬૪૦.૮૧ પર બંધ થયો હતો.
બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ૦.૦૯-૦.૫૫ ટકાનો વધારો જોવા મળી છે. બેન્ક નિફ્ટી ૦.૫૮ ટકાના વધારાની સાથે ૩૫,૧૨૪.૦૫ના સ્તર પર બંધ થયા છે. જ્યારે મેટલ અને રિયલ્ટી શેરોમાં ઘટાડો જોવા મળ્યો.
અગ્રણી શેરોમાં એલએન્ડટી, પાવર ગ્રિડ, ટાટા મોટર્સ, એનટીપીસી, એસબીઆઈ લાઈફ, આઈસીઆઈસીઆઈ બેન્ક, અદાણી પોર્ટ્સ અને કોલ ઈન્ડિયા ૧.૮૮-૪.૬૩ ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે મારૂતિ સુઝુકી, હિંડાલ્કો, ટાટા સ્ટીલ, એચડીએફસી લાઈફ, ઓએનજીસી, જેએસડબ્લ્યુ સ્ટીલ અને ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૪૮-૧.૬૬ ટકા સુધી ઘટીને બંધ થયો છે.
મિડકેપ શેરોમાં ઑયલ ઈન્ડિયા, એમએન્ડએમ ફાઈનાન્શિયલ, નિપ્પોન, ટાટા પાવર અને ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ ૨.૨૨-૩.૯૯ ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ક્રિસિલ, અશોક લેલેન્ડ, મેક્સ ફાઈનાન્શિયલ, શ્રીરામ ટ્રાન્સફર અને રાજેશ એક્સપોર્ટ્સ ૨.૨૨-૩.૨૮ ટકા સુધી ઘટીને બંધ થયા છે.
સ્મોલકેપ શેરોમાં ટીસીપીએલ પેકિંગ, ઉત્તમ શુગર, અરમાન ફાઈનાન્શિયલ, શોપર્સ સ્ટોપ અને જીઆર ઈન્ફ્રા ૧૦-૧૨.૬૫ ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મોલકેપ શેરોમાં નઝારા, વક્રાંગી, અજમેરા રિયલ્ટી, ગુફિક બાયો અને ચહેત હોટલ્સ ૪.૩૧-૪.૯૨ ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.