સેન્સેક્સ ૫૧૫ના ઉછાળા સાથે પહોંચ્યો ૫૯,૦૦૦ની ઉપર

ટૉપ ન્યૂઝ શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: વિશ્ર્વબજારના સુધારા સાથે એફઆઇઆઇની લેવાલીના બળે શેરબજારમાં ગુરુવારે તેજીની આગેકૂચ ચાલુ રહી હતી. આઇટી બેન્ક અને ફાઇનાન્શિયલ શેરોમાં નવેસરની લેવાલી નીકળતાં સેન્સેક્સ ૫૧૫.૩૧ પોઇન્ટના ઉછાળા સાથે ૫૯,૩૩૩ પોઇન્ટની સપાટીએ પહોંચી ગયો હતો. એ જ રીતે, એનએસઇના બેન્ચમાર્ક નિફ્ટીએ ૧૨૪ પોઇન્ટની જમ્પ નોંધાવી હતી.

એશિયાઇ બજારમાં હોંગકોંગ, શાંઘાઇ અને સિઓલ સ્ટોક એક્સચેન્જના બેન્ચમાર્કમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જ્યારે ટોકિયો એક્સચેન્જ નેગેટીવ ઝોનમાં સરકયું હતું. યુરોપના શેરબજારોમાં પણ મધ્ય સત્ર સુધી નકારાત્મક વલણ રહ્યું હોવાના અહેવાલ હતા.

બજારના સાધનો અનુસાર અમેરિકાના ઇન્ફ્લેશનના ડેટા અનુકૂળ રહ્યાં હોવાથી ફેડરલનો ફફડાટ ઓસરતા એશિયાઇ બજારમાં સુધારો જોવા મળ્યો હતો અને તેને કારણે સ્થાનિક બજારમાં પણ સેન્ટિમેન્ટમાં સુધારો રહ્યો હતો અને તેને લીધે બેન્ચમાર્કને આગેકૂચમાં મદદ મળી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.