સેન્સેક્સે વટાવી ૫૮,૦૦૦ની સપાટી

ટૉપ ન્યૂઝ શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: વિશ્ર્વબજારના તેજીના અંડરકરંટ છતાં વિરોધાભાસી ચિત્ર વચ્ચે સ્થાનિક શેરબજારે ઓગસ્ટના પ્રથમ દિવસે તેજીની ચાલ આગળ વધારી હતી અને સેન્સેક્સે ૫૮,૦૦૦ની જ્યારે નિફ્ટીએ ૧૭,૩૦૦ની સપાટી વટાવી નાંખી હતી. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સે ૫૫૪.૪૨ પોઇન્ટના ઉછાળા સાથે ૫૮,૧૨૪.૬૭ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો છે.

ખાસ કરીને ઓટો, પીએસયુ બેન્ક, પાવર અને મેટલ શેરોમાં તેજી જોવા મળી હતી, જ્યારે એફએમસીજી શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. વોલ સ્ટ્રીટે ભારતની જેમ નવેમ્બર, ૨૦૨૦ પછીનો સૌથી શ્રેષ્ઠ મહિનો પૂરો કર્યો હોવાથી તેની અસર એશિયાઇ બજારો પર જોવા મળી હતી.

અનેક સ્ટોક ફંડ ધરાવતો વોલસ્ટ્રીટનો બેન્ચમાર્ક એસએન્ડપી ૫૦૦ ૧.૪ ટકા ઉછળ્યો હતો અને તેની પાછળ એશિયાઇ બજારોમાં ટોકિયો, શાંઘાઇ અને સિડની શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો, જ્યારે યુએસ ફ્યુચર્સમાં ઘટાડો હતો અને ક્રૂડ ઓઇલના ભાવમાં બેરલદીઠ એક ડોલરનો ઘટાડો નોંધાયો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.