Homeદેશ વિદેશવિશ્ર્વબજારની હૂંફ મળતા સેન્સેક્સે સાવચેતીના માનસ વચ્ચે પણ સતત બીજા દિવસે આગેકૂચ...

વિશ્ર્વબજારની હૂંફ મળતા સેન્સેક્સે સાવચેતીના માનસ વચ્ચે પણ સતત બીજા દિવસે આગેકૂચ જાળવી, નિફ્ટી ૧૮૨૫૦ની ઉપર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વની મિનિટ્સમાં શું આવશે તેની દહેશત વચ્ચે સાવચેતીનું માનસ હોવા છતાં વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટના સકારાત્મક સંકેત વચ્ચે સેન્સેકસે સતત બીજા દિવસે સાધારણ સુધારા સાથે પોઝિટીવ ઝોનમાં ટકી રહેવામાં સફળતા મેળવી હતી. વોલસ્ટ્રીટના સુધારા સાથે એમએસસીઆઇ ઇન્ડેક્સમાં પણ સુધારો આવ્યો હોવાથી વૈશ્ર્વિક ઇક્વિટી બજારને આધાર મળ્યો હતો. જોકે, ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ૧૮ પૈસા નબળો થઇને ૮૧.૮૫ બોલાયો હોવાથી થોડું પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું હતું.
સત્ર દરમિયાન ૩૬૧.૯૪ પોઇન્ટ અથવા તો ૦.૫૮ ટકાના સુધારા સાથે ૬૧,૭૮૦.૯૦ પોઇન્ટની સપાટીને અથડાઇને અંતે સેન્સેક્સ ૯૧.૬૨ પોઇન્ટ અથવા તો ૦.૧૫ ટકાના સુધારા સાથે ૬૧,૫૧૦.૫૮ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક ઇન્ડેકસ નિફ્ટી ૨૩.૦૫ પોઇન્ટ અથવા તો ૦.૧૩ ટકાના સુધારા સાથે ૧૮,૨૬૭.૨૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સના શેરોમાં સ્ટેટ બેન્ક, બજાજ ફાઇનાન્સ, ડો.રેડ્ડૂીઝ લેબ, કોટક મહિન્દ્રા બેન્ક, સન ફાર્મા, મારુતિ, એનટીપીસી, એક્સિસ બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્ક ટોપ ગેઇનર રહ્યાં હતાં. જ્યારે પાવરગ્રીડ કોર્પોરેશન, ટેક મહિન્દ્રા, ટાઇટન, ભારતી એરટેલ અને બજાજ ફિનસર્વ ટોપ લૂઝર રહ્યાં હતાં.
આઇનોક્સ વિન્ડની સબ્સિડરી આઇનોક્સ ગ્રીન એનર્જીનો શેર લિસ્ટીંગ સાથે પટકાયો હતો. આ શેર તેના રૂ. ૬૫ના ઇશ્યુ ભાવ સામે રૂ. ૬૦.૫૦ પર લિસ્ટેડ થઇ વધુ ૮.૯૨ ટકાના નીચા સ્તરે રૂ. ૫૯.૨૦ સુધી ગબડ્યો હતો. અંતે તે ૯.૦૮ ટકાના ઘટાડા સાથે રૂ. ૫૯.૧૦ની સપાટીએ સ્થિર થયો હતો.
ભારતમાં પેમેન્ટ્સ અને મર્ચન્ટ ઇકોસિસ્ટમમાં અગ્રણી કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન પ્રોવાઇડરમાંની એક બિલબોક્સે, એનએસડીએલ પેમેન્ટ્સ બેંક અને વિઝા સાથે મળીને વેરેબલએક્સેસરીઝના સ્વરૂપમાં ડેબિટ અને ક્રેડિટકાર્ડની ચુકવણીનો વિક્લ્પ આપતી ટેપ ટેપ નામની અત્યાધુનિક ટેકનોલજી પ્રોડક્ટ બજારમાં મૂકી છે. કંપની અન્ય વેરેબલ્સમાં પણ આ સવલત ધરાવતી પ્રોડક્ટ્સ લાવી રહી છે. ગ્લોબલ હેલ્થકેર કંપની બાયર અને ઈન્ટિગ્રેટેડ હેલ્થ એન્ડ વેલબીઈંગ કાઉન્સિલ દ્વારા દેશમાં હિસ્ટરેકટમી અંગે જાગૃતિ લાવવા નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતમાં ગર્ભાશય દૂર કરવાના કેસો મોટી સંખ્યામાં જોવા મળે છે. બાયર મહિલાઓની સ્વાસ્થ્ય સમસ્યા અંગે ઘણી પ્રવૃત્તિઓ હાથ ધરે છે.
દરમિયાન ભારતીય શેરબજારોમાં સપ્તાહની શરૂઆત બે ટ્રેડિંગ સેશન શુષ્ક રહ્યા બાદ આજે ત્રીજા દિવસે કોઈ ખાસ મોટી મુવમેન્ટ જોવા મળી રહી નથી. જો કે, બેન્કિંગ શેરોમાં સુધારો સતત આગળ વધી રહ્યો છે. આજે બેન્કેક્સ ૪૮૮૧૬.૧૩ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો છે. બેન્ક નિફ્ટી પણ ૪૨૬૯૫.૯૦ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. આ સત્રમાં ફરી સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી હતી. એનએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૧૨ ટકા વધીને ૨૫,૨૪૬.૫૨ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે. જ્યારે એનએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૬ ટકા વધારાની સાથે ૨૮,૮૫૫.૪૩ પર બંધ થયો છે. જ્યારે બીએસઇનો મિડકેપ ઇન્ડેરક્સ ૦.૨૦ ટકાના સુધારા સાથે ૨૫,૨૬૭.૭૬ પોઇન્ટની સપાટીએ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૫૪ ટકાના સુધારા સાથે ૨૮,૮૭૮.૨૬ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ૦.૦૮-૦.૮૧ ટકાનો વધારો જોવા મળ્યો છે. બેન્ક નિફ્ટી ૦.૫૫ ટકાના વધારાની સાથે ૪૨,૬૯૨.૪૦ પોઇન્ટના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી, આઈટી, મેટલ અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ઘટાડો નોંધાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular