સેન્સેક્સ ૭૧૦ પોઇન્ટ તૂટયો, માર્કેટ કૅપમાં ₹ ૩.૪૪ લાખ કરોડનો કડાકો, નિફ્ટી ૧૫,૪૫૦ની નીચે ગબડ્યો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વૈશ્ર્વિક ઇક્વિટી બજારની તેજી સાથે બે દિવસ ઉછાળો માર્યા બાદ વૈશ્ર્વિક ઇક્વિટી બજારોની નરમાઇના ચેપ સાથે સ્થાનિક બજારે નેગેટીવ ઝોનમાં ઝંપલાવ્યું હતું. ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આગેવાનીએ વેચવાલીનું દબાણ વધતા સેન્સેક્સ ૭૧૦ પોઇન્ટ નીચી સપાટીએ પટકાયો હતો.
વિદેશી ફંડોની એકધારી વેચવાલીને કારણે પણ બજારનું માનસ ખરડાયેલું રહ્યું હતું. સત્ર દરમિયાન ૭૯૨.૦૯ પોઇન્ટ અથવા તો ૧.૫૦ ટકાના ઘટાડા સાથે ૫૧,૭૩૯.૯૮ પોઇન્ટની સપાટીને અથડાયા બાદ સેન્સેકસ અંતે ૭૦૯.૫૪ પોઇન્ટ અથવા તો ૧.૩૫ ટકા તૂટીને ૫૧,૮૨૨.૫૩ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
જ્યારે એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ૨૨૫.૫૦ પોઇન્ટ અથવા તો ૧.૪૪ ટકા ગબડીને ૧૫,૪૧૩.૩૦ પોઇન્ટ નીચી સપાટીએ પહોંચ્યો હતો.
સેન્સેક્સના શેરોમાં ટાટા સ્ટીલ, વિપ્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડસઇન્ડ બેન્ક, એચસીએલ ટેકનો, બજાજ ફિનસર્વ, ટાઇટન અને બજાજ ફાઇનાન્સ સૌથી વધુ ધોવાણ નોંધાવનાર શેરોની યાદીમાં હતા, જ્યારે ટીસીએસ, એચયુએલ, પાવરગ્રીડ અને મારુતિ સુઝુકી ટોપ ગેઇનર રહ્યાં હતા. વિશ્ર્વબજારમાં એકંદર મંદીનો માહોલ રહ્યો હતો. એશિયાઇ બજારોમાં હોંગકોંગ, સિઓલ, શાંઘાઇ અને ટોકિયોમાં નેગેટીવ ટ્રેન્ડ રહ્યો હતો. યુરોપના શેરબજારોમાં પણ બપોરના સત્ર સુધી નરમાઇના અહેવાલ રહ્યાં હતા. અમેરિકાના બજારોમાં મંગળવારે સાધારમ સુધારો રહ્યો હતો.
બજારના અગ્રણી એનાલિસ્ટે કહ્યું હતું કે પૂલબેક રેલી જોરદાર હોઇ શકે છે અને તે મંગળવારે જોવા મળી હતી. જોકે, આ તેજી કેટલી ટકી શકે? આર્થિક મોરચે એક ક્રૂડ ઓઇલના ભાવના ઘટાડા સિવાય બીજા તેજી માટે પોષક એવા કોઇ સમાચાર નથી.
એફઆઇઆઇની વેચવાલી પણ ચાલુ રહી છે અને તેમાં ઘટાડો થવાની કે બ્રેક લાગવાની સંભાવના ઓછી છે, કારણ કે ડોલર સતત મજબૂત થતો રહ્યો છે અને અમેરિકાની બોન્ડ યિલ્ડ આકર્ષક છે અને તેમાં વધારો થવાની અપેક્ષા છે.
એફઆઇઆઇની વેચવાલી ચાલુ રહી હતી અને એક્સચેન્જ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાછલા શુક્રવારે સત્રમાં રૂ. ૭૮૧૮.૬૧ કરોડના શેરની અને સોમવારે રૂ. ૧૨૧૭.૧૨ કરોડના શેરની વેચવાલી બાદ મંગળવારે રૂ. ૨,૭૦૧.૨૧ કરોડના વઘુ શેર વિદેશી ફંડોએ ભારતીય શેરબજારમાં ઠાલવ્યા હતા.. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ૪.૧૯ ટકા વધુ ઘટીને ૧૦૯.૯૦ ડોલર પ્રતિ બેરલ બોલાયો હતો. આ સત્રમાં એકંદર નરમાઇ વચ્ચે ફરી મિડકેપ અને સ્મોલકેપ શેરો મજબૂતી જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૧.૫૩ ટકા લપસીને બંધ થયો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સમાં ૧.૬૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૧ ટકા ઘટીને બંધ થયો છે. બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થેકર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ ૦.૦૫-૪.૮૭ ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ હતું. બેન્ક નિફ્ટી ૧.૦૪ ટકાના ઘટાડાની સાથે ૩૨,૮૪૫.૩૦ પોઇન્ટના સ્તર પર બંધ થયા છે. અગ્રણી શેરોમાં યુપીએલ, હિંડાલ્કો, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ઓએનજીસી, રિલાયન્સ અને વિપ્રો ૩.૧૪-૬.૩૦ ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે બીપીસીએલ, હિરો મોટોકોર્પ, ડિવિઝ લેબ, ટીસીએસ અને પાવરગ્રિડ ૦.૧૨-૧.૨૬ ટકા સુધી વધીને બંધ થયા છે. મિડકેપ શેરોમાં સન ટીવી નેટવર્ક, જિંદાલ સ્ટીલ, ઝિ એન્ટરટેન, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક અને રાજેશ એક્સપોર્ટ્સ ૪.૨૭-૮.૫૬ સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ક્રિસિલ, આરબીએલ બેન્ક, બેન્ક ઑફ ઈન્ડિયા, નુવકો વિસ્ટાસ, અને એનએચપીસી ૨.૪૮-૫.૫૨ ટકા સુધી ઉછળો છે.
સ્મોલોકપ શેરોમાં ધાનવર્ષા ફિનસર્વ, યુનાઈટેડ ડ્રિલિંગ, શિપિંગ કોર્પ, ગોવા કાર્બન અને ઈઆઈડી પેરી ૭.૯૫-૧૩.૭૫ ટકા સુધી લપસ્યા છે. જો કે સ્મોલકેપ શેરોમાં આઈટીઆઈ, શિવા સિમેન્ટ, જૈન ઈરિગેશન, સંપદના સ્ફૂર અને ત્રિભુવનદાસ ૮.૮૪-૧૩.૫૦ ટકા સુધી ઉછળા છે. બધા સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટ્યા હતા.
સેન્સેક્સમાં ચાર કંપની વધી હતી, જ્યારે ૨૬ કંપની ઘટી હતી. પાછલા સત્રમાં માર્કેટ કેપ રૂ. ૨૩૭.૨૦ કરોડ રહ્યું હતું, જે બુધવારે રૂ. ૨૪૦.૬૪ લાખ કરોડ નોંધાયું હતું. આમ માર્કેટ કેપમાં રૂ. ૩.૪૪ લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે.
બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૧.૪૭ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૧.૫૦ ટકા, બીએસઈ લાર્જ કેપ ૧.૫૨ ટકા, બીએસઈ મીડ કેપ ૧.૫૩ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૧.૧૧ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૧.૫૨ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૧.૪૮ ટકા અને બીએસઈ ઓલ કેપ ૧.૪૬ ટકા વધ્યા હતા. આઈપીઓ ઈન્ડેક્સ ૦.૮૭ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૧.૦૯ ટકા ઘટ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં બેઝિક મટિરિયલ્સ ૨.૬૬ ટકા, સીડીજીએસ ૧.૧૧ ટકા, એનર્જી ૨.૨૪ ટકા, એફએમસીજી ૦.૯૩ ટકા, ફાઈનાન્સ ૧.૧૨ ટકા, હેલ્થકેર ૧.૦૪ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૧.૫૧ ટકા, આઈટી ૧.૧૨ ટકા, ટેલિકોમ ૦.૬૮ ટકા, યુટિલિટીઝ ૨.૦૮ ટકા, ઓટો ૦.૭૨ ટકા, બેન્કેક્સ ૦.૯૯ ટકા, કેપિટલ ગુડ્સ ૧.૪૪ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૬૭ ટકા, મેટલ ૪.૯૬ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૨.૦૬ ટકા, પાવર ૨.૧૧ ટકા, રિયલ્ટી ૨.૨૪ ટકા અને ટેક ૧.૧૧ ટકા ઘટ્યા હતા.
સેન્સેક્સમાં ટાટા ક્ધસલટન્સી સર્વિસિસ ૦.૩૧ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૧૮ ટકા, પાવર ગ્રિડ કોર્પરેશન ઓફ ઈન્ડિયા ૦.૦૫ ટકા અને મારુતી ૦.૦૧ ટકા વધ્યા હતા, જ્યારે ટાટા સ્ટીલ ૫.૨૪ ટકા, વિપ્રો ૩.૨૯ ટકા, રિલાયન્સ ૩.૦૭ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૨.૬૭ ટકા અને એચસીએલ ટેક ૨.૬૧ ટકા ઘટ્યા હતા. બુધવારના સત્રમાં બધા ગ્રુપની ૧૭ કંપનીઓમાંથી ૧૬ કંપનીઓને ઉપલી અને ૧ કંપનીને નીચલી સર્કીટ લાગી હતી.
————–
નિફ્ટી કરતા ૧૨ વર્ષના ગાળામાં એસેટ એલોકેટર ફંડની કામગીરી સારી
મુંબઈ: યોગ્ય એસેટ ક્લાસની પસંદગીથી માંડીને તેમાં એન્ટ્રી અને એક્ઝિટનો સમય નક્કી કરવો રીટેલ ઇન્વેસ્ટર્સ માટે મુશ્કેલ છે એવા સમય એસેટ એલોકેશન ફંડ ઉપયોગી થાય છે, એવું રિસર્ચ ડેટા પરથી પુરવાર થયું છે. બેન્ચમાર્ક નિફ્ટી કરતા આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ એસેટ એલોકેશન ફંડે વધુ વળતર આપ્યું છે. ડેટા દર્શાવે છે કે ઇક્વિટી, ડેટ અને ગોલ્ડ વચ્ચેની વ્યૂહાત્મક ફાળવણીએ લાંબા ગાળે સારો લાભ આપ્યો છે. જો કોઈ રોકાણકારે ઉપરોક્ત ફંડમાં માર્ચ ૨૦૧૦માં રૂ. ૧૦ લાખનું રોકાણ કર્યું હોત તો એ અત્યારે રૂ. ૪૧.૪૧ લાખ સુધી પહોંચ્યું હોત. આ જ સમયમર્યાદા દરમિયાન, નિફ્ટી-૫૦માં રોકાણ તે રૂ. ૩૯.૦૩ લાખ સુધી પહોંચ્યું હોત.
આ સમય દરમિયાન યોજનાની સરેરાશ ઇક્વિટી માત્ર ૪૩ ટકા હતી. આ દર્શાવે છે કે નીચી ઇક્વિટી ફાળવણી છતાં, લાંબા ગાળા માટે ફંડ નિફ્ટી ઇન્ડેક્સને પણ આઉટપરફોર્મ કરવામાં સફળ રહ્યું છે. આ યોજનામાં ફંડ ઓફ ફંડ માળખું છે અને તે મુખ્યત્વે આઇપ્રુના ઇનહાઉસ વેલ્યુએશન મોડલ પર આધારિત ઇક્વિટી અને ડેટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ વચ્ચે ફાળવણી કરે છે. આ યોજનામાં સોનાની ફાળવણી પણ છે. ફંડની આકર્ષક વિશેષતાઓમાંની એક એ છે કે વેલ્યુએશન મોડલના આધારે ઇક્વિટી અને ડેટ બંને માટે ફાળવણી ૦-૧૦૦% સુધીની હોઈ શકે છે. આ મોડલ સેલ એટ હાઇ એન્ડ બાય એટ લો સિદ્ધાંત અપનાવે છે. કોરોનાની શરૂઆત જ્યારે માર્ચ ૨૦૨૦માં બજારોમાં તીવ્ર સુધારો થયો, ત્યારે યોજનાની ઇક્વિટી ફાળવણી ૮૩ ટકા હતી. જેમ જેમ બજારો સ્થિર થયા, ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં, ઈક્વિટી ફાળવણી ઘટીને ૪૫ ટકા થઈ ગઈ. હવે મે ૨૦૨૨ સુધીમાં ઈક્વિટી ફાળવણી ૩૩ ટકા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.