સતત ત્રીજા સત્રની આગેકૂચમાં સેન્સેક્સે ૬૦,૧૦૦ની સપાટી વટાવી, નિફ્ટી ૧૭,૯૦૦ની ઉપર

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્બજારની તેજી પાછળ સુધરેલા તેજીમય સેન્ટિમેન્ટમાં બેન્કિંગ, આઇટી અને એનર્જી શેરોવી લાવલાવના જોર સાથે સતત ત્રીજા સત્રની આગેકૂચ સાથે સપ્તાહના પહેલા દિવસે નિફ્ટી ૧૭,૯૦૦ની ઉપર પહોંચ્યો છે, જ્યારે સેન્સેક્સે ૩૨૨ પોઇન્ટનો ઉછાળો નોંધાવી ૬૦,૧૦૦ની સપાટી વટાવી છે. વિશ્ર્વબજારના તેજીના સંકેત પાછળ સેન્સેક્સે ખુલતા સત્રમાં જ જબરી છલાંગ સાથે ૬૦,૦૦૦ પોઈન્ટની સપાટી પછી હાસલ કરી લીધી હતી. સવારે ખુલતા સત્રમાં જ સવા નવ વાગે સેન્સેક્સ ૬૦ હજારને પાર કરી ૬૦,૦૯૧.૪૪ની સપાટીએ પહોચ્યો હતો. સત્રની શરૂઆત ૫૯૯૧૨.૨૯ ઉપર થઇ હતી. શુક્રવારે સેન્સેક્સ ૫૯૭૯૩.૧૪ ઉપર બંધ થયો હતો. એ તબક્કે નિફ્ટી ૧૭,૯૨૨.૨૦ બોલાયો હતો અને ૧૮૦૦૦ તરફ આગળ વધતો હતો.
સત્ર દરમિયાન ૬૦,૨૮૪.૫૫ પોઇન્ટની ઊંચી સપાટીને અથડાયા બાદ સેન્સેક્સ અંતે ૩૨૧.૯૯ પોઈન્ટ અથવા ૦.૫૪ ટકા વધીને ૬૦,૧૧૫.૧૩ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી ૧૦૩.૦૦ પોઈન્ટ અથવા ૦.૫૮ ટકા વધીને ૧૭,૯૩૬.૩૫ પોઇન્ટની સપાટી પર બંધ થયા હતોે. કુલ ટ્રેડેડ શેરોમાંથી લગભગ ૨૦૧૩ શેર વધ્યા હતા, ૧૩૨૬ શેર ઘટ્યા હતા અને ૧૪૩ શેર યથાવત રહ્યા હતા. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલીનો ટેકો, ક્રૂડ ઓઇલના ભાવની અનુકૂળ સપાટી, મેક્રો ડેટામાં અર્થતંત્રનું ગુલાબી ચિત્ર અને વિશ્ર્બજારમાં તેજી જેવા પરિબળો ભેગા થતાં બજારમાં માહોલ તેજીમય બન્યું હતું. રોકાણકારોને ક્ધઝ્યુમર ઇન્ફ્લેશન અને ઔદ્યોગિક ઉત્પાદનના સાંજે રજૂ થનારા ડેટા સારા રહેવાનો આશાવદ પણ બજારમાં ચર્ચાતો હતો.
સેક્ટર્સમાં આઇટીએ તેજીની આગેવાની લીધી હતી. ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ અને વિપ્રો ત્રણ ટકા સુધી ઊછળ્યા હતા, અને બીએસઇ પર ટોચના ગેનર્સમાં હતા. ઓબેરોય રિયલ્ટી, ગોદરેજ પ્રોપર્ટીઝ, ડીએલએફ અને બ્રિગેડ એન્ટરપ્રાઇઝની આગેવાની હેઠળ નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સમાં બે ટકાનો વધારો થયો છે. ટાઇટન સત્રને અંતે ૨.૩૯ ટકાના ઉછાળા સાથે સેન્સ્કસના શેરોમાં ટોપ ગેઇનર બન્યો હતો. આ ઉપરાંત એક્સિસ બેન્ક, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, રિલાયન્સ, ઇન્ફોસિસ, ટીસીએસ, આઇસીઆઇસીઆઇ બેન્ક, બજાજ ફાઇનાન્સ અને લાર્સન એન્ડ ટૂબ્રોની આગેકૂચને કારણે સેન્સેક્સને આગળ વધવામાં ટેકો મળ્યો હતો. એચડીએફસી અને એચડીએફસી બેન્ક તથા નેસ્લે ટોપ લૂઝર બન્યાં હતાં.
એનટીપીસીએ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના અંતિમ ડિવિડંડ પેટે પેઇડ અપ ઇક્વિટી શેરના ૩૦ ટકા લેખે, રૂ. ૨૯૦૮.૯૯ કરોડ ચૂકવ્યા છે. કંપનીએ વર્ષ દરમિયાન કુલ રૂ. ૬૭૮૭.૬૭ કરોડનું ડિવિડંડ ચૂકવ્યું છે, જે પીએટીના ૪૨ ટકા દર્શાવે છે. પોલિયેસ્ટર ચીપ્સ અને યાર્ન બનાવતી કંપની શુભલક્ષ્મી પોલિયેસ્ટરને હસ્તગત કરવાની જાહેરાત પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં એકાદ લટકા જેવો ઉછાળો જોવા મળ્યો હતો. કંપનીએ તેના ડાઉનસ્ટ્રીમ પોલિયેસ્ટર બિઝનેસને વિસાતારવા રૂ. ૧૫૯૨ કરોડમાં ઉક્ત કંપની હસ્તગત કરી હોવાની જાહેરાત કરી હતી. કંપની હાઉસિંગ પ્રોજેક્ટ માટે જમીન ખરીદી રહી હોવાની જાહારતા બાદ મહિન્દ્રા લાઇફસ્પેસ ડેવલપર્સના શેરમાં બે ટકાની જમ્પ જોવા મળી હતી. કેનેડિયન કંપની મેગના ઇ-બાઇક શેરીંગ પ્લેટફોર્મ યુુલુમાં ૭૭ મિલિયન ડોલર, એટલે કે અંદાજે રૂ.૬૧૩ કરોડનું રોકાણ કરશે અને સાથે બેટરી સ્વેપીંગ કંપની પણ સ્થાપશે.
રશિયા અને યુક્રેનના યુદ્ધ અથવા યુરોપની ચર્ચા હમણાં ઠંડી પડી છે. વૈશ્ર્વિક અર્થતંત્રને અસરકર્તા ક્લાઇમેટ ચેન્જ સહિતના વિષયો પર આધારિત રોસકોન્ગ્રેસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત રશિયન ચેરમેનશિપ ઓફ ધી આર્કટિક કાઉન્સિલના મુખ્ય હિસ્સા તરીકે કોમી રિપબ્લિક સિટી ઓફ યુસિન્સક્ ખાતે રશિયન ફોરમ ફેસ્ટિવલ, ધ આર્કટિક, ધ આઇસ હેસ બ્રોકનની પૂર્ણાહૂતિ થઇ હતી, જેમાં રશિયન ફેડરેશનના ૮૫ પ્રાંતના વોલ્યેન્ટર્સ સહભાગી થયા હતા. વૈશ્ર્વિક બજારોમાં પાછલા સપ્તાહના વોલસ્ટ્રીટના જોરદાર ઉછાળા પાછળ યુરોપ અને એશિયાના શેરબજારોમાં તેજી જોવા મળી હતી. એશિયાના અનેક બજારો રજાને કારણે બંધ હતા. જાપાનનો નિક્કી-૨૨૫ ૧.૨ ટકા વધ્યો હતો. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં વધારો હતો. ટાઈટન કંપની ૨.૩૯ ટકા, એક્સિસ બેન્ક ૨.૦૮ ટકા, ટેક મહિન્દ્રા ૨.૦૫ ટકા, ટાટા સ્ટીલ ૧.૮૪ ટકા અને ઈન્ફોસિસ ૧.૫૭ ટકા વધ્યા હતા, જ્યારે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પ. ૦.૪૩ ટકા, એચડીએફસી બેન્ક ૦.૪૦ ટકા, નેસલે ઈન્ડિયા ૦.૩૩ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૩૦ ટકા અને હિન્દુસ્તાન યુનિલિવર ૦.૩૦ ટકા ઘટ્યા હતા. આજે બધા ગ્રુપની કુલ ૭ કંપનીઓમાંથી ૪ કંપનીઓને ઉપલી અને ૩ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી. સેન્સેક્સમાં ૧૮ કંપનીઓ વધી હતી, જ્યારે ૧૨ કંપનીઓ ઘટી હતી.
આ સત્રમાં માર્કેટ કેપ રૂ. ૨૮૫.૨૬ લાખ કરોડ રહ્યું હતું, જે શુક્રવારે રૂ. ૨૮૩.૦૩ લાખ કરોડ હતું. આમ માર્કેટ કેપમાં કુલ રૂ. ૨.૨૩ લાખ કરોડનો વધારો નોંધાયો હતો. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૦.૫૮ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૬૬ ટકા, બીએસઈ મીડ કેપ ૦.૮૯ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૧.૦૦ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૬૯ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૭૨ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૭૨ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૬૪ ટકા વધ્યા હતા. આઈપીઓ ઈન્ડેક્સ ૦.૯૧ ટકા અને એસએમઈ આઈપીઓ ૦.૧૨ ટકા વધ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં બેઝિક મટિરિયલ્સ ૧.૭૦ ટકા, સીડીજીએસ ૦.૭૫ ટકા, એનર્જી ૦.૪૬ ટકા, એફએમસીજી ૦.૧૨ ટકા, ફાઈનાન્સ ૦.૩૪ ટકા, હેલ્થકેર ૦.૩૬ ટકા, ઈન્ડસ્ટ્રીયલ્સ ૦.૮૬ ટકા, આઈટી ૧.૩૦ ટકા, ટેલિકોમ ૦.૩૫ ટકા, યુટિલિટીઝ ૧.૦૦ ટકા, ઓટો ૦.૩૧ ટકા, બેન્કેક્સ ૦.૫૧ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૮૫ ટકા, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૪૦ ટકા, મેટલ ૦.૬૩ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૬૩ ટકા, પાવર ૦.૯૦ ટકા, રિયલ્ટી ૨.૨૩ ટકા અને ટેક ૧.૧૬ ટકા વધ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.