(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: એસવીબી અને સિગ્નેચર બેન્ક બાદ ક્રેડિટ સૂઇશ પણ આફતમાં આવી હોવાના અહેવલો વચ્ચે વિશ્ર્વબજારના નબળા ટોનને કારણે સુસ્ત અને નકારાત્મક માહોલ છતાં, સ્વિસ નેશનલ બેન્ક ક્રેડિટ સૂઇસને આફતમાંથી ઉગરવા માટે લગભગ ૫૪ અબજનુ ફંડ પૂરૂ પાડશે એવા અહેવાલો પાછળ યુરોપના બજારોમાં સુધારો આવતાં સ્થાનિક બજારમાં સત્રના પાછલા ભાગમાં બેન્કિંગ, એનર્જી અને ફાઇનાન્શિયલ સ્ટોક્સની આગેવાનીએ વેલ્યુ બાઇંગનો ટેકો મળતાં સેન્સેક્સ પાંચ સત્રની પછઢાટ બાદ પોઝિટીવ ઝોનમાં પાછો ફરવામાં સફળ રહ્યો હતો.
દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૫૭,૮૮૭.૪૬ અને નીચામાં ૫૭,૧૫૮.૬૯ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૭૮.૯૪ પોઈન્ટ્સ અથવા ૦.૧૪ ટકા વધીને ૫૭,૬૩૪.૮૪ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી પણ ઉપરમાં ૧૭,૦૬૨.૪૫ અને નીચામાં ૧૭,૦૬૨.૪૫ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૧૩.૪૫ પોઈન્ટ્સ અથવા ૦.૦૮ ટકાના સુધારા સાથે ૧૬૯૮૫.૬૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. બીપીસીએલના શેર છ ટકા વધ્યા હતા, જ્યારે હિન્દાલ્કોના શેરમાં ૫ાંચ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
ક્રૂ઼ડના ભાવમાં ઘટાડાને પગલે ઓઈલ-ગેસ શેરોમાં આજે ભારે લેવાલી જોવા મળી હતી જ્યારે મેટલ શેરોમાં આજે મોટો કડાકો જોવા મળ્યો હતો.
બ્રોકરેજ અને ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ સેમકોે રોકાણકારો ઇન્ડેક્સથી સારુ વળતર મેળવી શકે એ માટે જાગરૂકતા લાવવાના હેતુસર મિશન એસ ધી ઇન્ડેક્સ મિશન શરૂ કર્યું છે. સેમ્કો સિક્યુરિટીઝ અને નીલેસનના સર્વેક્ષણ અનુસાર ૧૦માંથી સાત અથવા તો ૬૭ ટકા ઇન્વેસ્ટર્સ બેન્ચમાર્ક જેટલું વળતર પણ મેળવી શકતા નથી. જ્યારે, ૬૫ ટકા લોકોને વળતર અંગે ચોક્કસ ખ્યાલ પણ નથી હોતો.
મલ્ટિ સ્પેશિયાલિટી હેલ્થકેર સેન્ટર અને ફિરોજશા ગોદરેજ ફાઇન્ડેશનની લાભાન્વિત ગોદરેજ મેમોરિયલ હોસ્પિટલે આઇઆઇટી મુંબઇના સ્ટાર્ટઅપ હેસ્ટેક એનાલિસ્ટિક સાથેની ભાગીદારીમાં જીનોમિક્સ ક્ષેત્રે પ્રવેશ કર્યો છે અને વ્લર્ડ હેલ્થ ડે અગાઉ કેન્સર, ડાયાબિટીસ, અલ્ઝાઇમર અને મેન્ટલ હેલ્થ સહિતના૧૫૦ જેનેટિક ટ્રેઇટ્સ માટે દેશમાં પ્રથમ એવા સર્વગ્રાહ્યી જીનોમ ટેસ્ટની શરૂઆત કરી છે.
રિયલ એસ્ટેટ ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા નેશનલ રિયલ એસ્ટેટ ડેવપમેલ્ટ ગાઉન્સિલ (નારેડકો) પ્રોગ્રેસિવ નેરલ-કર્જતના પ્રવકતાએ એવી આશા વ્યક્ત કરી છે કે અફોર્ડેબલ સેગમેન્ટમાં માગ વધવાની સંભાવના છે અને તહેવારનો માહોલ જોતા આ ગુડીપડવો સમગ્ર મુંબઇ ૩.૦ ખાતે પ્રોપર્ટી બાઇંગ સેન્ટિમેન્ટમાં તેજી લાવી શકે. નાઇટ ફ્રેન્ક સાથેના રિપોર્ટ અનુસાર ૬૭ ટકા માગ રૂ. ૨૫ લાખથી ઓછી કિંમતના એકમોમાં નોંધવામાં આવી હતી. જ્યારે ૨૫-૫૦ લાખની રેન્જમાં હાઉસિંગ એકમોની માગ ૧૩ ટકા અને રૂ. ૫૦ લાખથી ઉપરના એકમોની માંગ ૨૦ ટકાના દરે નોંધાઈ હતી.
અમેરિકાની બેન્કોના સંકટની વાતો વચ્ચે યૂરોપિયન બેન્ક ક્રેડિટ સુઈસની ખરાબ સ્થિતિના સમાચારથી સવારે શેરબજારમાં ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી. બપોરે બે વાગ્યા બાદ ફરી સેન્સેક્સ ગ્રીન ઝોનમાં આવી ગયો હતો અને ટ્રેડિંગના અંત સુધી આ સુધારો ટકી ગયો હતો. શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ વધીને ૧૬.૩૧ થઈ ગયો હતો. આ અગાઉ બજેટના દિવસે શેરબજારમાં આટલી વધુ વોલેટિલિટી જોવા મળી હતી. આ સત્રમાં ઓઈલ-ગેસ, પાવર, રિયલ્ટી, એફએમસીજી, ફાર્મા, બેન્ક, ફાઈનાન્શિયલ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી જ્યારે મેટલ, આઈટી, ટેકનો, કેપિટલ ગૂડ્ઝ અને ટેલીકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૦૫ ટકા અને ૦.૬૯ ટકા ઘટીને બંધ રહ્યા હતા.
સેન્સેક્સમાં સૌથી વધુ પાવરગ્રીડના શેરોમાં સૌથી વધુ ૧.૪૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બજાજ ફિનસર્વ, ટાટા મોટર્સ, એક્સિસ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચડીએફસી બેન્ક, એનટીપીસી અને આઈટીસીનો સમાવેશ થાય છે. સેન્સેક્સમાં ટાટા સ્ટીલના શેરોમાં સૌથી વધુ ૩.૩૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ, ઈન્ફોસિસ, વિપ્રો, એચસીએલ ટેકનો, રિલાયન્સ અને ટીસીએસનો સમાવેશ થાય છે.