Homeદેશ વિદેશસેન્સેક્સ ૬૦,૦૦૦ની નીચે: માર્કેટકેપમાં ₹૨.૨૫ લાખ કરોડનો ઘટાડો

સેન્સેક્સ ૬૦,૦૦૦ની નીચે: માર્કેટકેપમાં ₹૨.૨૫ લાખ કરોડનો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાના આર્થિક ડેટા સારા આવવાને કારણે ફેડરલ રિઝર્વને વ્યાજદરમાં વધુ આક્રમક વધારો કરવાનું કારણ મળશે એવી અટકળોએ વિશ્ર્વબજારમાં સર્જાયેલા મંદીના માહોલ સાથે સ્થાનિક સ્તરે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી વેચવાલીને કારણે ખાસ કરીને આઇટી શેરોના ધોવાણ વચ્ચે સેન્સેક્સ વધું ૪૫૩ પોઇન્ટના ઘટાડા સાથે ૬૦,૦૦૦ની નીચે સરકી ગયો હતો. અમેરિકામાં ઇન્વેન્ટરી ઘટી જવાને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં થઇ રહેલા વધારાને કારણે પણ બજારનું સેન્ટિેમેન્ટ ખરડાયું હતું.
ટીસીએસ, બજાજ ફિનસર્વ, મહિન્દ્રા, રિલાયન્સ, નેસ્લે: સત્ર દરમિયાન ૬૮૩.૩૬ પોઇન્ટ અથવા તો ૧.૧૩ ટકાના ઘટાડા સાથે ૫૯,૬૬૯.૯૧ પોઇન્ટની સપાટીએ અથડાઇને અંતે સેન્સેક્સ ૪૫૨.૯૦ પોઇન્ટ અથવા તો ૦.૭૫ ટકાના ઘટાડા સાથે ૫૯,૯૦૦.૩૭ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ૧૩૨.૭૦ પોઇન્ટ અથવા તો ૦.૭૪ ટકાના ઘટાડા સાથે ૧૭,૮૫૯.૪૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયું હતું.
સેન્સેક્સના શેરોમાં ટીસીએસ, બજાજ ફિનસર્વ, ઇન્ડસઇન્ડ બેન્ક, ટેક મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા બેન્ક, ઇન્ફોસિસ અને ટાટા મોટર્સ ટોપ લુઝર્સ શેર રહ્યાં હતાં જ્યારે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, નેસ્લે, આઇટીસી અને લાર્સન એન્ડ ટૂબ્રો ટોપ ગેઇનર્સ રહ્યાં હતા. એશિયા અને યુરોપના બજારોમાં મિશ્ર વલણ: આર્થિક ડેટા સારા આવ્યા બાદ ફેડરલના આક્રમક વલણના ભાય વચ્ચે અમેરિકાના બજારો ગુરુવારે નેગેટીવ ઝોનમાં રહ્યાં હતા. જોકે, એશિયાઇ બજારોમાં હોંગકોંગ શેરબજારમાં મંદી રહી હતી પરંતુ સિઓલ, ટોકિઓ અને શાંઘાઇ ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. એજ રીતે, બપોરના સત્ર સુધી યુરોપના બજારોમાં મિશ્ર વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. સ્થાનિક બજાર આ સત્રમાં ઉપરમાં ખૂલ્યા બાદ બજારમાં ચોતરફી-ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી.
ડાબર ઇન્ડિયાના શેરમાં ચાર ટકાનો કડાકો: આ રીતે નવા વર્ષનું પહેલું સપ્તાહ રોકાણકારો માટે નુકસાનકારક રહ્યું હતું. સાપ્તાહિક ધોરણે સેન્સેક્સે ૯૪૦.૩૭ પોઇન્ટ અથવા તો ૧.૫૫ ટકા ગુમવ્યા છે, જ્યારે નિફ્ટી ૨૪૫.૮૫ પોઇન્ટ અથવા તો ૧.૩૬ ટકા ગબડ્યો હતો. સેન્સેક્સની ૫ાંચ કંપનીઓ વધી અને ૨૫ કંપનીઓ ઘટી હતી. દરમિયાન, બજાજા ફાઇનાન્સ બાદ ડાબરના શેરમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ડાબર ઇન્ડિયાએ એવી આગાહી કરી છે કે, ડિસેમ્બર ક્વાર્ટરમાં પડકારજનક આર્થિક પરિસ્થિતિ રહી હોવા સાથે વેચાણ ધીમું રહ્યું હોવાથી ત્રિમાસિક રેવેન્યુનો ગ્રોથ ઓછો અથવા મધ્યમ એક આંકડામાં રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular