Homeદેશ વિદેશફેડરલ રિઝર્વના કુણાં વલણના સંકેતે સેન્સેક્સ અને નિફ્ટી વિક્રમી ઊંચી સપાટીએ

ફેડરલ રિઝર્વના કુણાં વલણના સંકેતે સેન્સેક્સ અને નિફ્ટી વિક્રમી ઊંચી સપાટીએ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ફેડરલ રિઝર્વના હળવા વલણના સંકેત સાથે વિશ્ર્વભરના ઇક્વિટી માર્કેટ સાથે સ્થાનિક બજારમાં પણ તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ ગુરૂવારે ૬૨,૨૭૨.૬૮ની સર્વકાલીન ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો, યુએસ ફેડ મિનિટ્સે વ્યાજ દરમાં ધીમી ગતિનો સંકેત આપ્યા પછી વૈશ્ર્વિક બજારોમાં મજબૂત વલણ જોવા મળ્યું હતું.
રોકાણકારોએ તાજેતરની ફેડરલ ઓપન માર્કેટ કમિટી (એફઓએમસી) મીટિંગની મિનિટસ પચાવી લીધી હોવાથી બજારમાં વ્યાપક લેવાલી અને સુધારાનો માહોલ જોવા મળ્યો હતો. ફેડરલે મિનિટ્સમાં એવો સંકેત આપ્યો હતો કે વ્યાજદરમાં વધારો કરવાની ચક્ર ધીમી પડી શકે છે. ક્રૂડના ભાવ ઘટવાથી ઇક્વિટી માર્કેટની તેજીને વધુ વેગ મળ્યો હતો.
ડોલર ઇન્ડેક્સ ઘટી રહ્યો છે તે પણ એક સકારાત્મક પરિબળ બન્યું. રશિયન ક્રૂડ ઓઇલ પર સંભવિત ભાવ મર્યાદા અને યુએસ પ્રોડક્ટના ભંડારમાં વધારો થવાની ચર્ચાને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૪૬ ટકા ઘટીને ડોલર ૮૫.૦૨ પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું. એક્સ્ચેન્જ ડેટા મુજબ બુધવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૭૮૯.૮૬ કરોડના શેરનું વેચાણ કર્યું હતું.
સતત ત્રીજા દિવસની આગેકૂચમાં ૭૬૨.૧૦ પોઈન્ટ અથવા ૧.૨૪ ટકા વધીને ૬૨,૨૭૨.૬૮ની સપાટીએ સ્થિર થયો હતો, જે તેની વિક્રમી ક્લોઝિંગ ટોચ છે. દિવસ દરમિયાન તે ૯૦૧.૭૫ પોઈન્ટ અથવા ૧.૪૬ ટકા ઉછળીને ૬૨,૪૧૨.૩૩ની સત્ર દરમિયાનની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.
જ્યારે નિફ્ટી ૨૧૬.૮૫ પોઈન્ટ અથવા ૧.૧૯ ટકા વધીને ૧૮,૪૮૪.૧૦ પર બંધ થયો હતો. દિવસ દરમિયાન આ બેન્ચમાર્ક ૨૬૨.૪૫ પોઈન્ટ્સ અથવા ૧.૪૩ ટકા ઉછળીને ૧૮,૫૨૯.૭૦ પોઇન્ટની તેની બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
અમેરિકામાં ઇક્વિટી માર્કેટમાં સુધારો, બોન્ડ યીલ્ડમાં પીછેહઠ અને ડોલરના મૂલ્યમાં ઘટાડા જેવા પરિબળો એકત્ર થતાં વૈશ્ર્વિક ઇકિવટી માર્કેટમાં સુધારાનો સંચાર જોવા મળ્યો હતો. આ ઉપરાંત ભારતમાં પોઝિટીવ મેક્રો ડેવલપમેન્ટ્સની અસર પણ બજાર પર જોવા મળી હતી.
ક્રેડિટ વૃદ્ધિ અને કેપેક્સમાં સતત વધારો સૂચવે છે કે અર્થતંત્રમાં મજબૂત રીકવરી થઇ રહી છે. એ જ સાથે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર કરેક્શન એ ભારત માચટે એક મોટું સકારાત્મક પરિબળ છે. આને પરિણામે ખાસ કરીને એચડીએફસી ટવીન્સ, ઇન્ફોસિસ, ટીસીએસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા લાર્જ-કેપ્સની આગેવાની હેઠળ તેજીને વેગ મળ્યો હતો.
એચસીએલ ટેકનોલોજીસ, ઇન્ફોસિસ, વિપ્રો, પાવર ગ્રીડ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, હિન્દુસ્તાન યુનિલિવર, એચડીએફસી, એચડજીએફસી બેંક અને એમએન્ડએમ ટોપ ગેઇનર બન્યા હતા. જોકે, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ અને કોટક મહિન્દ્રા બેંક ટોપ લૂઝર બન્યા હતા. ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડનો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ ૨૮મી નવેમ્બરના રોજ ખુલશે, પ્રત્યેક ઇક્વિટી શેર દિઠ રૂ. ૨૧૬ થી રૂ.૨૩૭નો પ્રાઇસ બેન્ડ નિર્ધારિત કરાયો છે. બિડ અને ઓફર ૩૦ નવેમ્બરે બંધ થશે. લઘુતમ બિડ ૬૦ ઇક્વિટી શેરની છે. ઝિમ લેબોરેટરીઝ લિમિટેડના શેર ૨૫ નવેમ્બર, ૨૦૨૨ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ થશે.
ઓદ્યોગિક ક્ષેત્રે વ્યાવસાયિક સ્વાસ્થ્ય અને સુરક્ષા ઉદ્યોગોમાં નવી આધાુનિક ટેકનોલોજી અંગે જાગરુકતા લાવવા માટે ભારતમાં ઈન્ફોર્મા માર્કેટ્સ દ્વારા આયોજિત ઓએસએચ ઈન્ડિયા ૨૦૨૨માં આ વખતે ૧૬૦ કંપનીઓ સહભાગી થઇ છે. સતત દસમાં વર્ષના આ આયોજન વિશે વાત કરતા એમડી યોગેશ મુદ્રાએ જણાવ્યું હતું કે વિદેશી કંપનીઓના સહભાગ કરતા સ્થાનિક કંપનીઓની સંખ્યાનો વધારો, મેક ઇન ઇન્ડિયાની અસર સૂચવે છે. આ ઉદ્યોગની નિકાસ પણ વધી રહી છે અને અમેરિકા તથા યુરોપ સહિતના અનેક દેશમાં ભારતની નિકાસમાં વધારો થઇ રહ્યો છે. એશિયામાં અન્યત્ર સિઓલ, ટોક્યો અને હોંગકોંગના શેરબજારોમાં સુધારો જોવા મળ્યો હતો, જ્યારે શાંઘાઈ શેરબજાર નેગેટીવ ઝોનમાં ગબડ્યું હતું. યુરોપમાં ઈક્વિટી એક્સચેન્જોમાં મધ્યસત્ર સુધી સુધારો રહ્યો હોવાના અહેવા હતા. વોલ સ્ટ્રીટ ખાતે બુધવારે ઉચ્ચત્તમ સપાટી જોવા મળી હતી. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular