Homeદેશ વિદેશસેન્સેક્સ અને નિફ્ટી સાધારણ સુધારા સાથે નવી લાઇફટાઇમ ઊંચી સપાટીએ પહોંચ્યા

સેન્સેક્સ અને નિફ્ટી સાધારણ સુધારા સાથે નવી લાઇફટાઇમ ઊંચી સપાટીએ પહોંચ્યા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સેન્સેક્સ અને નિફ્ટી બંને બેન્ચમાર્ક રિલાયન્સ ઇન્ડસ્ટ્રઈઝ, વિપ્રો અને મારુતિ સુઝુકી જેવા ઇન્ડેક્સના હેવીવેઇટ શેરોની લેવાલીની મદદથી સાધારણ સુધારા સાથે પોઝિટીવ ઝોનમાં આગળ વધીને સપ્તાહના અંતિમ સત્રમાં તેમની નવી લાઇફટાઇમ ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.
અફડાતડીમાં અટવાયેલા સત્રમાં ૧૭૫ પોઇન્ટ અથવા તો ૦.૨૮ ટકા ઊંચે જઇને ૬૨,૪૪૭.૭૩ પોઇન્ટની નવી ઇન્ટ્રા-ડે ઊંચી સપાટીને અથડાઇને સેન્સેક્સ અંતે ૨૦.૯૬ પોઇન્ટ અથવા તો ૦.૦૩ ટકાના સુધારા સાથે ૬૨,૨૯૩.૬૪ પોઇન્ટની નવી ક્લોઝિંગ સપાટીએ બંધ રહ્યો હતો.
એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ ૨૮.૬૫ પોઇન્ટ અથવા તો ૦.૧૫ ટકા વધીને ૧૮,૫૧૨.૭૫ પોઇન્ટની લાઇફટાઇમ હાઇ સપાટીએ સ્થિર થયો હતો. સતત ચાર સત્રની આગેકૂચમાં સેન્સેક્સ ૧૧૪૦ પોઇન્ટ અથવા તો અંદાજે બે ટકા આગળ વધ્યો છે, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૩૫૨ પોઇન્ટ અથવા તો ૨.૨૯ ટકા આગળ વધ્યો હતો.
રિલાયન્સ ઇન્ડ્સટ૩ઈઝ ૧.૩૪ ટકાના સુધારા સાથે ટોપ ગેઇનર બન્યો હતો. અન્ય ટોચના વધનારા શેરોમાં વિપ્રો, ટેક મહિન્દ્રા, એક્સિસ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, મારુતિ, ટાટા સ્ટીલ અને મહ્નિદ્રા એન્ડ મહિન્દ્રાનો સમાવેશ હતો. જ્યારે નેસ્લે, કોટક મહિન્દ્રા બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને એચસીેલ ટેકનોલોજી ટોપ લૂઝર શેર રહ્યાં હતાં.
અમેરિકાના બજારોમાં ગુરુવારે રજા હતી જ્યારે શુક્રવારે એશિયાના શેરબજારો રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા જેને પગલે ભારતીય બજારમાં પણ નરમાઈ જોવા મળી હતી. યૂએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાની નીતિ હળવી કરે તેવા આશાવાદ અને ચીનમાં નવા આર્થિક પેકેજને કારણે વૈશ્ર્વિક બજારોમાં સુધારો જોવા મળ્યો હતો અને ગુરુવારે સેન્સેક્સ નવી વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. આમ ઊંચા મથાળે થોડા વેચવાલીની પણ શક્યતા હતી જ.
સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી હતી. એનએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૭૭ ટકા વધીને ૨૫,૫૯૫.૬૩ ના સ્તર પર બંધ થયો છે. જ્યારે એનએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૯ ટકા વધારાની સાથે ૨૯,૨૦૧.૬૯ પર બંધ થયો છે. બીએસઇના મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૭૭ ટકાનો અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ૦.૬૯ ટકાનો સુધારો નોંધાયો હતો. આ સત્રમાં ઑટો, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ૦.૦૪-૨.૫૨ ટકા સુધીનો સુધારો જોવા મળ્યો છે. બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ નવી ઇન્ટ્રા-ડે લાઇફટાઇમ હાઇ સપાટી બનાવ્યાં બાદ અંતે ૦.૨૧ ટકાના ઘટાડાની સાથે ૪૨,૯૮૩.૯૫ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે.
ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી શેરોમાં ઘટાડો નોંધાયો હતો. અગ્રણી શેરોમાં એચડીએફસી લાઈફ, ટાટા મોટર્સ, હિરોમોટોકોર્પ, કોલ ઈન્ડિયા, રિલાયન્સ અને ડિવિઝ લેબ ૧.૧૭-૨.૬૮ ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે આઈસીઆઈસીઆઈ બેન્ક, નેસ્લે ઈન્ડિયા, કોટક મહિન્દ્રા બેન્ક, ટાઈટન, બ્રિટાનિયા, ટાટા કંઝ્યુમર અને અપોલો હોસ્પિટલ ૦.૫૫-૦.૯૪ ટકા સુધી ઘટીને બંધ થયો છે. મિડકેપ શેરોમાં બીએચઈએલ, રાજેશ એક્સપોર્ટ્સ, પીબી ફિનટેક, પાવર ફાઈનાન્સ અને એલએન્ડટી ફાઈનાન્સ ૫.૪૦-૯.૯૬ ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં શ્રીરામ ટ્રાન્સફર, યુનિયન બેન્ક, બજાજ હોલ્ડિંગ્સ, સચેફ્લર ઈન્ડસ્ટ્રીઝ અને ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ ૧.૨૪-૨.૪૯ ટકા સુધી ઘટીને બંધ થયા છે. સ્મોલકેપ શેરોમાં ઈન્ડિયા ટુરિઝમ, પનામા પેટ્રો, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, હરિઑમ પાઈપ અને રેલિગેર એન્ટરપ્રાઈઝ ૧૦.૧૩-૧૯.૯૯ ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મોલકેપ શેરોમાં ઉગ્રો કેપિટલ, કામધેનુ, ઈઝી ટ્રિપ, ટાન્ફેક ઈન્ડસ્ટ્રીઝ અને રામા સ્ટીલ ટ્યૂબ ૪.૨૬-૬.૭૯ ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular