Homeશેરબજારસેન્સેક્સે ૧૪૦ પોઇન્ટ આગળ વધીને ૬૦,૮૦૦ની સપાટી વટાવી, નિફ્ટી ૧૭,૯૦૦ નિકટ પહોચ્યો

સેન્સેક્સે ૧૪૦ પોઇન્ટ આગળ વધીને ૬૦,૮૦૦ની સપાટી વટાવી, નિફ્ટી ૧૭,૯૦૦ નિકટ પહોચ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની ભીતિ વચ્ચે આ સત્રમાં પણ શેરબજારોમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી. વિદેશી અને સ્થાનિક રોકાણકારોએ વેચવાલી દર્શાવી હોવા છતાં સેન્સેક્સ ૩૮૨ પોઈન્ટની વોલેટિલિટી બાદ અંતે ૧૪૨ પોઈન્ટ સુધરી ૬૦૮૦૬.૨૨ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ નજીવા વધારા સાથે ટેક્નિકલ સપાટી જાળવતાં ૧૭,૮૯૩.૪૫ પર બંધ થયો હતો.
યુરોપના બજારોના સુધારાની સાથે તાલ મિલાવીને સેન્સેક્સે સત્ર દરમિયાન ૬૦,૮૬૩.૬૩ પોઇન્ટ અને ૬૦,૪૭૨.૮૧ પોઇન્ટ વચ્ચે અથડાઇને અંતે ૧૪૨.૪૩ પોઇન્ટ અથવા તો ૦.૨૩ ટકાની આગેકૂચ સાથે ૬૦,૮૦૬.૨૨ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. એ જ સાથે નિફ્ટી ઇન્ડેક્સ ૨૧.૭૫ પોઇન્ટ અથવા તો ૦.૧૨ ટકા વધીને ૧૭,૮૯૩.૪૫ની સપાટીએ સ્થિર થયો હતો.
બજાજ ફિનસર્વ ૨.૩૦ ટકાના ઉછાળા સાથે ટોપ ગેઇનર રહ્યો હતો. અન્ય વધનારા મુખ્ય શેરોમાં એશિયન પેઇન્ટ, ઇન્ડસઇન્ડ બેન્ક, ઇન્ફોસિસ, બજાજ ફાઇનાન્સ, લાર્સન એન્ડ ટૂબ્રો અને ટીસીએસનો સમાવેશ હતો. ટોપ લુઝર શેરોમાં ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર્સ અને સન ફાર્માનો સમાવેશ હતો. કોર્પોરેટ પરિણામોની મોસમ જોરમાં છે અને તેને આધારે શેરલક્ષી કામકાજ જોવા મળે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ સેવા ક્ષેત્રની અગ્રણી કંપની પટેલ એન્જિનિયરિંગ લિમિટેડનો નાણાકીય વર્ષ ૨૦૨૩ના પ્રથમ નવ મહિનામાં એકીકૃત ચોખ્ખો નફો ૧૦૯.૮૯ ટકા વધ્યો છે.
કંપનીએ નવ મહિનામાં પાછલા વર્ષના સમાનગાળાના રૂ. ૩૩૫.૬૨ મિલિયન સામે રૂ. ૭૦૪.૪૨ મિલિયનનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ત્રીજા ત્રિમાસિકમાં આવક ૧૮.૧૧ ટકાના વધારા સાથે રૂ. ૧૦,૩૬૯.૭૭ મિલિયન રહી છે. ડેટ ઇક્વિટી રેશિયો ૦.૭૯ હતો. સિમેન્ટ અને સોલાર પાવર જનરેશન અને ડિસ્ટ્રિબ્યુશન સાથે સંકળાયેલી શ્રી કેશવ સિમેન્ટ એન્ડ ઇન્ફ્રાએ નાણાકીય વર્ષ ૨૦૨૩ના પ્રથમ નવ મહિનામાં ૧૭.૨૩ ટકા વૃદ્ધિ સાથે રૂ. ૯૨.૯૪ કરોડની આવક નોંધાવી છે. સમાન સમયગાળામાં કંપનીએ ૯.૦૮ ટકાના વધારા સાથે ૨૮.૭૨ કરોડની ઇબીડીટીએ નોંધાવી હતી. નાણાકીય વર્ષ ૨૦૨૩ના પ્રથમ નવ મહિનામાં ૩૪૮ ટકાના વધારા સાથે રૂ. ૨૯ કરોડ નોંધાયો હતો.
બેંકિંગ અને ફાઇનાન્સ સેક્ટરમાં સોફ્ટવેર અને ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સ પ્રોવાઇડર નેટવર્ક પીપલ સર્વિસીસ ટેક્નોલોજીસ લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૩ના પ્રથમ નવ મહિનામાં નેટ પ્રોફિટમાં ૩.૩ ગણાનો ઉછાળો નોંધાવ્યો છે.ત્રીજા ત્રિમાસિકમાં કુલ આવક ૧૨૭.૫૯ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૧૦.૩૧ કરોડ નોંધાઇ છે. જ્યારે કંપનીએ વાર્ષિક તુલનાત્મક ધોરણે ૧,૦૩૧.૨૫ ટકાના વધારા સાથે રૂ. ૧.૮૧ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૩ના ત્રીજા ત્રિમાસિકમાં ૩૪૫.૪૫ ટકાની વૃદ્ધિ સાથે ૩.૪૩ કરોડ ઇબીટીડીએ રહી છે.
ફોર અને ટુ વ્હીલર્સ વ્હીકલ્સ માટે ફ્રેમ્સ અને ટ્રીમ્સ જેવા સીટીંગ સોલ્યુશન્સના ઉત્પાદનમાં વ્યસ્ત એનડીઆર ઓટો કોમ્પોનન્ટ્સે ૨૦૨૩ના નવ મહિનાના સમયગાળામાં રૂ. ૧૮.૩૫ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે લગભગ બમણો છે. ત્રિમાસિક સમયગાળામાં કંપનીે વાર્ષિક ધોરણે ૮૩.૫ ટકાના વધારા સાથે રૂ. ૧૦૭.૦૫ કરોડની કુલ આવક અને ૭૧.૮ ટકાના વધારા સાથે રૂ. ૮.૭૮ કરોડની ઇબીઆઇટીડીએ નોંધાવી છે. ઉપરોક્ત ગાળામાં ૭૮.૬ ટકાના વધારા સાથે રૂ. ૫.૭૫ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.
ઇલેક્ટ્રિકલ્સ વ્હીકલ્સ સેગમેન્ટમાં અગ્રણી ઓટો મેન્યુફેકચરર્સ કંપની વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબીલિટીની રેવેન્યૂ ૨૦૨૩ના નવ મહિના દરમિયાન ૮૨.૪૨ ટકા વધી છે. કરવેરા પછીનો નફો ૫૨.૩૧ ટકા વધીને રૂ. ૭.૯૨ કરોડ સુધી પહોંચ્યો છે. ત્રિમાસિક ધોરણે રેવેન્યૂ ૫૮.૩કરોડ સામે ૧૯.૭૮ ટકા સામે રૂ. ૬૯.૮૩ કરોડ અને ચોખ્ખો નફો ૨.૮૭ કરોડ સામે ૧૬.૭૨ ટકા વધીને રૂ. ૩.૩૫ કરોડ નોંઘાયો હતો.
અગ્રણી ફાર્મા કંપની લિંકન ફાર્માએ ડિસેમ્બર, ૨૦૨૩માં પૂરા થયેલા ત્રિમાસિક સમયગાળામાં ૨૨.૭૯ ટકાના વધારા સાથે રૂ. ૨૧.૬૧ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ. ૧૭.૬૦ કરોડના સ્તરે હતી. ઉપરોક્ત સમયગાળામાં ચોખ્ખી આવક રૂ. ૧૨૨.૫૨ કરોડ સામે ૧૪.૩૭ ટકાના વધારા સાથે રૂ. ૧૪૦.૧૨ કરોડ નોંધાઇ હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ રૂ. ૩૩.૧૧ કરોડની એબિટા નોંધાવી હતી જે સમાન સમયગાળામાં ગયા વર્ષે ૨૬.૦૯ કરોડ રહી હતી. અન્ય કોર્પોરેટ હલચલમાં માઇક્રો મોબિલિટી સ્પેસમાં ઝઢપથી વિકસતું સ્ટાર્ટઅપ સ્ટેલા મોટોએ ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સની તેજીને ધ્યાનમાં લઇને રિટેલ હાજરી વધારવાની યોજના બનાવી છે.
કંપનીએ મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગણા, આન્ધ્ર પ્રદેશ અને દિલ્હીના ટીઅર વન શહેરો સાથે ટીઅર ટુ અને ટીઅર થ્રીની માઇક્રો માર્કેટમસમાં પણ વિસ્તરણની યોજના બનાવી છે. કંપની ડીલર્સ નેટવર્ક પણ વધારશે અને ૨૦૨૪ સુધીમાં ૧૦૦ ટકા સ્થાનિકીકરણની નેમ ધરાવે છે. ઈન્ડિયા એક્ઝિમ બેંક આ વર્ષે મુંબઈના પ્રતિષ્ઠિત વાર્ષિક કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ સાથે ભાગીદારી સાધી છે. તેમાં ૧૨મી ફેબ્રુઆરી સુધી ઈન્ડિયા એક્ઝિમ બેંક દ્વારા સમર્થિત ૬૦થી વધુ કારીગરો તેમની પરંપરાગત કલા સ્વરૂપોનું પ્રદર્શન અને વેચાણ કરી રહ્યાં છે. બેન્ક આ કારીગરોને ભારત તેમ જ વિદેશમાં ટ્રેડ ફેર યોજવા કે તેમાં સઙભાગી થવામાં સહાય કરે છે.
અદાણી જૂથની ઘણી કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. પિરામલ ફાર્માના શેરમાં પણ ૧૦ ટકાનો ઘટાડો થયો હતો. તે જ સમયે, નાયકાના શેરમાં ચાર ટકાનો વધારો જોવા મળ્યો હતો.ફેડ રિઝર્વની આગામી જાહેરાતની રાહ જોતાં રોકાણકારો હાલ સાવચેત બન્યા છે.
સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં કોઈ મોટી વધઘટ જોવા મળી નથી.આઈટી અને ટેક્નોલોજી શેરોમાં ખરીદીનું જોર વધતુ નજરે ચડ્યું છે. પાવર, રિયાલ્ટી, ટેલિકોમ ઈન્ડેક્સમાં ૦.૫૦ ટકાથી ૦.૯૦ ટકા સુધી ઘટ્યો હતો. જ્યારે ટેક્ ૦.૭૧ ટકા, અને આઈટી ૦.૮૮ ટકા વધ્યો હતો.
ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનનો ગ્રીન બોન્ડનો પબ્લિક ઇશ્યુ આવતીકાલે ખૂલશે, તેમાં કુપન રેટ ૮.૨૫ ટકા છે. સેન્સેક્સ પેકની ૩૦ સ્ક્રિપ્સ પૈકી ૧૭ સ્ક્રિપ્સમાં સુધારો અને ૧૨ સ્ક્રિપ્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. નેસ્લેનો શેર આજે ફ્લેટ બંધ રહ્યો હતો. બજાજ ફિનસર્વ સૌથી વધુ ૨.૩૦ ટકા વધ્યો હતો.
જ્યારે ભારતી એરટેલમાં ૧.૧૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીએસઈ ખાતે આજે ૭૫ સ્ટોક્સ વર્ષની ટોચે અને ૧૧૯ સ્ટોક્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. જે માર્કેટ બ્રેડ્થ નેગેટીવ દર્શાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular