Homeદેશ વિદેશસેન્સેક્સ વધુ ૨૩૭ પોઇન્ટના ગાબડાં સાથે ૬૦,૬૨૨ની સપાટીએ

સેન્સેક્સ વધુ ૨૩૭ પોઇન્ટના ગાબડાં સાથે ૬૦,૬૨૨ની સપાટીએ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકન બજારોના નબળા સંકેત અને સ્થાનિક સ્તરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને હિંદુસ્તાન યુનિલીવર જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં વેચવાલીનું દબાણ આવતા સેન્સેક્સ ૨૩૬.૬૬ પોઇન્ટ અથવા તો ૦.૩૯ ટકાના ઘટાડા સાથે ૬૦,૬૨૧.૭૭ પોઇન્ટની અને નિફ્ટી ૮૦.૨૦ પોઇન્ટ અથવા તો ૦.૪૪ ટકા ગુમાવીને ૧૮,૦૨૭.૬૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
સેન્સેક્સના શેરોમાં એચયુએલ, એશિયન પેઇન્ટ, બજાજ ફાઇનાન્સ, નેસ્લે, બજાજ ફિનસર્વ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટૂબ્રો, મારુતિ, ઇન્ફોસિસ અને ભારતી એરટેલ ટોપ લુઝર રહ્યાં હતાં. જ્યારે પાવરગ્રીડ, એચડીએફસી બેન્ક, એચડીએફસી, આઇટીસી, ટાટા મોટર્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને સ્ટેટ બેન્ક ટોપ ગેઇનર રહ્યાં હતાં.
મૂડીબજારમાં ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ ક્ષેત્રે કાર્યરત ટ્રાન્સવોય લોજિસ્ટિક્સ ઇન્ડિયા લિમિટેડ ૭૨૦,૦૦૦ શેર્સનો રૂ. ૫૧૧.૨૦ લાખનો આઈપીઓ સાથે વીસમીએ પ્રવેશી છે. શેર દીઠ ફેસ વેલ્યુ રૂ. ૧૦ છે અને શેર દીઠ ભાવ રૂ. ૭૧ નક્કી થયો છે. લોટ સાઈઝ ૧૬૦૦ શેર છે. આ ભરણું ૨૪મીએ બંધ થશે અને શેર બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશે. ઈશ્યુના લીડ મેનેજર બીલાઈન કેપિટલ એડવાઈઝર્સ અને રજિસ્ટ્રાર લિન્ક ઈન્ટાઇમ ઈન્ડિયા છે. કંપની ફ્રેટ ફોરવર્ડિંગ, કસ્ટમ્સ ક્લિયરન્સ સંલગ્ન લોજિસ્ટિક્સ અને પરિવહન સેવાઓ પૂરી પાડે છે. ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડીની આવશ્યકતા, ક્ધટેનરની ખરીદી માટે પેટાકંપનીમાં રોકાણ, સામાન્ય કોર્પોરેટ હેતુ માટે થશે.
યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામમાં એસેટ ક્વોલિટીના સુધારા તેમ જ નેટ ઇન્ટરેસ્ટ ઇનકમના દ્વીઅંકી વધારાની મદદથી પાછલા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીએ ૧૦૬.૮૧ ટકાના વધારા સાથે રૂ. ૨૨૪૫ કરોડનો સ્ટેન્ડઅલોન નફો નોંધાવ્યો છે. વ્યાજ આવક ૨૦.૩ ટકાના વધારા સાથે રૂ. ૮૬૨૮.૧૦ કરોડ રહી છે. બેન્કની ગ્રોસ એનપીએ ૮.૪૫ ટકાથી ઘટીને ૭.૯૩ ટકા પર અને નેટ એનપીએ ૨.૬ ટકાથી ઘટીને ૨.૧૪ ટકા પર આવી છે.
હિંદુસ્તાન યુનિલીવર તેની પેરેન્ટ કંપનીને અપાનારી રોયલ્ટી અને ફીમાં વધારો કરી રહી હોવાના અહેવાલ વચ્ચે તેના શેરમાં વેચવાલી વધી હતી. એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સે ડિસેમ્બરમાં પૂરા થયેલા નવ મહિનાના ડેટમાં નવા બિઝનેસમાં ૨૨ ટકાના વધારા સાથે રૂ. ૨.૨૩ લાખ કરોડની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) જાહેર કરી છે. કુલ આવક રૂ. ૩૧,૫૪૨ કરોડ સામે વધીને રૂ. ૩૭,૯૦૭ કરોડ નોંધાઇ છે.
સાર્વત્રિક વેચવાલી રહેતા બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૬૬ ટકા જ્યાર,ે નિફ્ટીનો મિડકેપ-૧૦૦ ઈન્ડેક્સ ૦.૭૮ ટકાના ગબડ્યો હતો. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૦ ટકા નબળાઈની સાથે બંધ રહ્યો હતો. ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૨૭-૧.૦૩ ટકા સુધી વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી ૦.૪૨ ટકાના વધારાની સાથે ૪૨,૫૦૬.૮૦ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં વધારો જોવા મળ્યો.
મિડકેપ શેરોમાં એલએન્ડટી ટેક્નોલોજી, ટીવીએસ મોટર્સ, વેદાંત ફેશન્સ, રિલેક્સો ફૂટવેર અને સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ ૨.૬૬-૪.૯૪ સુધી લપસ્યા છે. જોકે મિડકેપ શેરોમાં એનએચપીસી, રાજેશ એક્સપોર્ટ્સ, હિંદુસ્તાન એરોન, ટ્યુબ ઈનવેસ્ટમેન્ટ અને આઈજીએલ ૧.૨૩-૩.૩૭ ટકા સુધી ઉછળ્યો હતો. સ્મોલાકેપમાં કિરિ ઈન્ડસ્ટ્રીઝ, કાબરા એક્ટ્રશન, મેઘમણી ફિનટેક, ડીએમસીસી અને અરવિંદ સ્માર્ટ ૬.૧૩-૭.૬૨ ટકા સુધી ગબડ્યા છે. જોકે સ્મોલકેપ શેરોમાં ન્યુરેકા, હરીઑમ પાઇપ, આશાપુરા માઇન, સ્ટરલિર્ંંગ ટૂલ્સ અને નહેર પોલિ ફિલ્મ ૯.૬૭-૧૯.૯૯ ટકા સુધી વધ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular