(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અદાણીને લગતા હીન્ડેનબર્ગના રિપોર્ટને કારણે ખોરવાયેલું સેન્ટિમેન્ટ શુક્રવારના સત્રમાં વધુ વકરી જતાં સેન્સેક્સ એક તબક્કે ૧૨૦૦ પોઇન્ટ તૂટીને અંતે ૮૭૪.૧૬ પોઇન્ટના ઘટાડાની સાથે ૫૯,૩૩૦.૯૦ પોઇન્ટના, જ્યારે નિફ્ટી ૨૮૭.૬૦ પોઇન્ટ તૂટીને ૧૭,૬૦૪.૩૫ પોઇન્ટના સ્તર પર સ્થિર થયો હતો.
અદાણી ગ્રુપના શેર્સમાં જોરદાર ધોવાણ ચાલુ રહ્યું હતું. આ ગ્રુપની મોટાભાગની સ્ક્રીપ્સમાં ૨૦ ટકા જેટલી નીચલી સર્કિટ જોવા મળી હતી. અદાણી ટોટલ ગેસમાં ૨૦ ટકાનો, અદાણી ટ્રાન્સમિશનમાં ૧૯.૯૯ ટકાનો, અદાણી ગ્રીન એનર્જમાં ૧૯.૯૯ ટકાનો અને અદાણી એન્ટરપ્રાઇસમાં ૧૮.૫૨ ટકાનો કડાકો નોંધાયો હતો. એ જ સાથે અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઝોનમાં ૧૬.૦૩ ટકાનો, અદાણી વિલ્મરમાં પાંચ ટકાનો અને અદાણી પાવરમાં પાંચ ટકાનો કડાકો નોંધાયો હતો.
સેન્સેક્સ ૧૨૦૦ પોઇન્ટ નીચે પટકાઇને અંતે ૮૭૪ પોઇન્ટના ઘટાડે બંધ થયો
RELATED ARTICLES