મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે શિવસેના પ્રવક્તા સંજય રાઉતનું સનસનાટીભર્યુ નિવેદન

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મહારાષ્ટ્રના રાજકારણમાં હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ છે. આજે પણ અનેક વિધાનસભ્યો શિંદે જૂથમાં જોડાયા. બુધવારે રાતે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરી દીધું અને માતોશ્રીમાં જતા રહ્યા હતા. એ વાત અલગ છે કે તેમણે હજી સુધી મુખ્ય પ્રધાન પદ છોડ્યું નથી. હા, તેમણે મુખ્ય પ્રધાન પદ છોડવા માટે શરતી તૈયારી બતાવી હતી.
હવે શિવસેના પ્રવક્તા સંજય રાઉતનું સનસનાટીભર્યું નિવેદન આવ્યું છે. સંજય રાઉતે કહ્યું કે જો આસામમાં છાવણીમાં રહેલા બળવાખોર ધારાસભ્યોનું જૂથ 24 કલાકમાં મુંબઈ પરત આવે અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરે તો તેઓ તેમની બધી સમસ્યાઓનું સમાધાન કરવા તૈયાર છે. તેઓ MVA ગઠબંધન છોડવા પણ તૈયાર છે.
એકનાથ શિંદેના બળવાખોર જૂથના નેતાઓને સંબોધીને સંજય રાઉતે કહ્યું, “તમે કહો છો કે તમે સાચા શિવસૈનિક છો અને પાર્ટી છોડશો નહીં. અમે તમારી માંગ પર વિચાર કરવા તૈયાર છીએ. તમે 24 કલાકમાં મુંબઈ પાછા આવો અને ચર્ચા કરો. આ મુદ્દો સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે છે. તમારી માંગ પર સકારાત્મક વિચાર કરવામાં આવશે. ટ્વિટર અને વોટ્સએપ પર પત્રો લખશો નહીં.”
એકનાથ શિંદે હાલમાં 37 બળવાખોર શિવસેના ધારાસભ્યો અને નવ અપક્ષ ધારાસભ્યો સાથે ગુવાહાટીમાં છે. તેમના બળવાએ પાર્ટીની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારને મુશ્કેલીમાં મૂકી દીધી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ પણ MVA સરકારમાં ભાગીદાર છે.
હવે જ્યારે રાઉતે મોઘમ ઇશારામાં MVA ગઠબંધન છોડવાની વાત કરી છે ત્યારે કૉંગ્રેસ અને એનસીપી શું પ્રતિક્રિયા આપે છે એ જોવું રહ્યું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.