Homeટોપ ન્યૂઝPM મોદીએ અડવાણીના નિવાસસ્થાને જઇ જન્મદિવસની શુભેચ્છા પાઠવી

PM મોદીએ અડવાણીના નિવાસસ્થાને જઇ જન્મદિવસની શુભેચ્છા પાઠવી

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીનો આજે જન્મદિવસ છે. તેઓ હવે 95 વર્ષના થઈ ગયા છે. ભાજપના દિગ્ગજ નેતાઓએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે લાલકૃષ્ણ અડવાણીના નિવાસસ્થાને પુષ્પગુચ્છ સાથે પહોંચ્યા હતા અને પીઢ નેતાને તેમના જન્મદિવસ પર વ્યક્તિગત રીતે શુભેચ્છા પાઠવી હતી.
વડાપ્રધાન આવતાની સાથે જ અડવાણીના પરિવારજનોએ તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી પીએમ મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા અડવાણી સાથે મુલાકાત કરી હતી. અડવાણી પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. બંને નેતાઓ એકબીજા સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર હતા. નોંધનીય છે કે પીએમ મોદી દર વર્ષે અડવાણીના જન્મદિવસ પર તેમના નિવાસસ્થાને જાય છે અને તેમને અંગત રીતે અભિનંદન આપે છે.

“>

લાલકૃષ્ણ અડવાણીના નિવાસસ્થાને હાજર રહેલા કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે આજે વરિષ્ઠ નેતાનું અભિવાદન કર્યું હતું. રાજનાથ સિંહે કહ્યું, “હું ભગવાનને તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું.” રાજનાથ સિંહે કહ્યું કે અડવાણીએ દેશ, સમાજ અને પાર્ટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને તેમની ગણના દેશના દિગ્ગજ નેતાઓમાં થાય છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ અડવાણીને સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી હતી.
લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 1927માં અવિભાજિત પાકિસ્તાનના કરાચી શહેરમાં થયો હતો. અડવાણી નાની વયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં જોડાયા હતા. બાદમાં તેમણે જનસંઘ માટે કામ કર્યું હતું. લાલકૃષ્ણ અડવાણી ભારતીય જનતા પાર્ટીના સ્થાપક સભ્યોમાંના એક છે. તેઓ ભાજપના સૌથી લાંબા સમય સુધી અધ્યક્ષ રહ્યા હતા. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સાથે લાલકૃષ્ણ અડવાણી કેટલાક દાયકાઓ સુધી પાર્ટીનો મુખ્ય ચહેરો રહ્યા હતા.
વાજપેયીની સરકારમાં લાલકૃષ્ણ અડવાણીને દેશના ગૃહ પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી હતી. બાદમાં તેમને નાયબ વડાપ્રધાન પદની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. રામજન્મભૂમિના આંદોલન સાથે લાલકૃષ્ણ અડવાણીનું નામ પણ જોડાયેલું છે. ભાજપને એક મુખ્ય રાષ્ટ્રીય રાજકીય પક્ષ તરીકે સ્થાપિત કરવા માટે, તેમણે 1990ના દાયકામાં રામ જન્મભૂમિ ચળવળ શરૂ કરી અને રથયાત્રા કાઢી હતી. આ ઘટનાને રાષ્ટ્રીય રાજનીતિમાં એક યુગ-નિર્માણ ટર્નિંગ પોઈન્ટ તરીકે જોવામાં આવે છે, જેના પછી ભાજપ સતત મજબૂત થતો ગયો હતો અને આજે આખો દેશ ભાજપના પ્રભાવ હેઠળ છે.

 

RELATED ARTICLES

Most Popular