મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી
મારી પત્નીએ મને પ્રેમથી ઘઘલાવીને જગાડ્યો કહે, ‘કાલથી કૌશિકભાઈ રોજ સવારે પ્રસાદ’ મોકલવાના છે તે પૂછે છે કે તમને વાંધો નથી ને તો મેં તો હા પાડી દીધી છે. ‘તમારે કાંઈ પ્રશ્ર્ન નથી ને? શું કામ હોય? ‘તમારા વતી પણ હા પાડી દઉં છું. અને દીકરો તો હું કહું તેમ કરશે એટલે ત્રણ જણના નામ લખાવી દઉં છું. એટલે એ પ્રમાણે પ્રસાદ મોકલે’. મને પણ આશ્ર્ચર્ય થયું કે રોજ સવારે આ છાપાના પગારમાંથી આટલા બધાને પ્રસાદ પહોંચાડવાની હિંમત કઈ રીતે થાય? જોકે મેં સાંભળેલું છે કે જૈનો ખૂબ રૂપિયાવાળા હોય અને જીવદયા પ્રેમી હોય, દેખાડો ન કરે એટલે નાસ્તો પણ પ્રસાદના રૂપમાં આપે કોઈને ખરાબ કે ખોટું ન લાગે. એટલે મેં પણ સવારનો નાસ્તો કૌશિકભાઈના નામે એમ બોલી અને બે વાર વોટસઅપ કરી દીધું કે પ્રસાદ મોકલો વાંધો નથી. મારાં વાઇફને કહી દીધું કે જૈન છે એટલે ડુંગળી, લસણ કે બટેટા ન હોય તો કચ કચ ન કરતી, ધરમની ગાયનાં દાંત ન જોવાય.આજુબાજુવાળાને બહુ કે કે ન કરવું નજરાઈ જવાય અને કૌશિકભાઇ આપણાને અંગત માને છે એટલે પ્રસાદ મોકલતા હોય એમાં તારા પિયરિયાવનો ઓઘો ન સળગાવતી, અને અત્યારે જે આપણે નાસ્તો કરીએ છીએ તેના રૂપિયા બચે તેનું આયોજન કરવામાં મારી સલાહ લે જે, સાળો એક જ બુદ્ધિશાળી હોય એવું નથી. બીજા દિવસે વોટસઅપમાં સુ -વિચાર આવ્યો, ઘરે પ્રસાદ ના આવ્યો એટલે મન મનાવ્યું કે કદાચ ગોઠવણ કરતા એક-બે દિવસ નીકળી પણ જાય. સતત ચાર પાંચ દિવસ કંઈ આવ્યું નહીં એટલે અજયભાઈ જોષી, તેમના મોટા ભાઈ જેવા અને અંગત મિત્ર તેને મેં પૂછ્યું કે “આ કૌશિકભાઈ ‘પરોઢનો પ્રસાદ’ મોકલવાના હતા.હું રોજ બપોર સુધી રાહ જોઉં છું પ્રસાદ આવતો નથી. એટલે અજયભાઈએ કહ્યું કે ‘હું અત્યારે જ કહી દઉં છું ચિંતા કરો માં’. બીજા દિવસે એક સુવિચાર બે વાર આવ્યો પણ પ્રસાદ ના આવ્યો.અજયભાઈને ફરી ફોન કર્યો કે “પ્રસાદ મોકલ્યો નથી. તો તેણે મને કૌશિકભાઈ જેવો જ સુવિચાર મોકલ્યો. પછી મને ખબર પડી કે આ ‘પરોઢનો પ્રસાદ’ એટલે સુ -વિચારની વાત કરે છે. અને હું પ્રસાદીઓ ભગત રવાના શિરાની રાહ જોઉં છું.
કૌશિકભાઈના નામે રમૂજ કરી શકાય, કારણ કે ખરેખર વિશાળ હૃદયના અને મારી જેમ જાત પર હસી શકે તેવા વ્યક્તિત્વના માલિક છે. ‘છયશિંયિમ બીિં ક્ષજ્ઞિં શિંયિમ’ આ વ્યક્તિ નોકરી પર નહીં હોય તો ઘરે કાર્યરત કઈ રીતે રહેશે? ભાભી રોટલી બનાવશે તો તેમાં કોલમની સાઈઝ પ્રમાણે નાની મોટી બનાવવા સૂચના આપશે? શાક દાળના સ્વાદમાં જોડણીની ભૂલો કઈ રીતે કાઢશે? પ્રેસના કામ વચ્ચે છાપું પાથરી ઇંકની સુ – ગંધથી ટેવાયેલા,ટિફિન ખોલતાં તંત્રી ઘરે ડાઇનિંગ ટેબલ પર બાજુમાં પ્રિન્ટિંગ ઇન્કની ખુલ્લી બોટલ રાખશે કે નહીં? કુટુંબના પ્રસંગે ચાંદલાની જગ્યાએ પુરસ્કારની રકમનું કવર બનશે?જોકે મેં સાંભળ્યું છે કે ધોબી, દરજી, લાઈટ બિલવાળા બધા થોડો સમય ત્રાહિમામ રહેશે. કારણ કે બહુ સારા કવિએ
લખ્યું છે કે,
“તંત્રીશ્રીનો વાંક નથી રોજની આદત ભારે છે,
એ લાઈટ અને કરિયાણાનું બિલ પણ સાભાર પરત ફટકારે છે.
કૌશિકભાઇ એટલે નવ રસ પર લખી શકતા શબ્દના શિલ્પી. નિવૃત્તિમાં પ્રવૃત્તિ કરશે જ, કારણકે જ્ઞાતિએ વણિક એટલે આપણા વિચારો પૂર્ણ થાય ત્યાંથી
તેમના શરૂ થતા હોય. પરંતુ એટલું જરૂર કહી
શકું કે એ જે પણ પ્રવૃત્તિ કરે તેની સાથે તેમની
તંદુરસ્તી ઈશ્ર્વર બરકરાર રાખે. બાકી કૌશિકભાઇ ફોડી લેશે.