રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપ સાથે છે શિવસેના?

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

શિવસેનાના અસ્તિત્વને બચાવવાની લડાઇમાં ફરી એકવાર ઉદ્ધવ ઠાકરે ભાજપની નજીક આવી શકે છે. ઉદ્ધવ ઠાકરે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે એનડીએની ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાની જાહેરાત કરી શકે છે.

ઉદ્ધવ ઠાકરે આને લઇને સકારાત્મક રીતે વિચાર કરી રહી છે. આની પુષ્ટિ ઠાકરે ગ્રુપના શિવસેના સાંસદ ગજાનન કીર્તિકરે કરી છે. આજે ઉદ્ધવ ઠાકરેએ તેમના નિવાસ માતોશ્રીમાં શિવસેનાના સાંસદોની એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તેમણે સાંસદો પાસેથી મત માંગ્યો હતો કે શિવસેનાએ યૂપીએ ઉમેદવાર યશવંત સિન્હાને સપોર્ટ કરવો જોઇએ કે પછી એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને?

બેઠકમાં હાજર મોટાભાગના સાંસદોએ ઉદ્ધવ ઠાકરેને આગ્રહ કર્યો હતો કે એનડીએ ઉમેદવારનું સમર્થન કરવામાં આવે. ગજાનન કીર્તિકરે કહ્યું હતું કે એક બે દિવસમાં ઉદ્ધવ ઠાકરે આ અંગે નિર્ણય લઇ લેશે. એમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણીને રાજકારણથી અલગ જોવું જોઇએ.

દરમિયાન શિવસેનાના 18માંથી ફકત 2 સાંસદ જ બેઠકમાં જ હાજરનહોતા. એમણે એ ખબરોને ફગાવી દીધી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સાત સાંસદ બેઠકમાં ગેરહાજર રહ્યા અને તેઓ શિંદે જૂથના સંપર્કમાં છે. નોંધનીય છે કે કેન્દ્રીય રેલ રાજ્ય પ્રધાન રાવ સાહેબ દાનવેએ દાવો કર્યો છે કે શિવસેનાના 12 સાંસદ શિવસેના જૂથના સંપર્કમાં છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.