સાવજ સાથે સેલ્ફી લેવાનું પડ્યું ભારે! ગુજરાતના આ ધારાસભ્ય વિવાદમાં ઘેરાયા

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

અમરેલીના સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાતની સિંહો સાથેની સેલ્ફી વાઇરલ થતાં વિવાદમાં આવ્યા છે. ગીરમાં વસતા સિંહ સાથે સેલ્ફી લેવી તે વનવિભાગના નિયમો પ્રમાણે ગુનો બને છે ત્યારે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતની સિંહ સાથેની સેલ્ફી વાઈરલ થતા સવાલો ઉઠ્યા છે.

article-banner

વધુ વાંચોઃ મુંબઈગરા રસ્તા પર પડેલા ખાડાની ફરિયાદ કરી શકશે! ૨૪થી ૪૮ કલાકમાં ખાડા પૂરવાનો Bmcનો દાવો

વન વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ફોટાને લઈ ભારે વિવાદ થતા ધારાસભ્ય પણ નારાજ જોવા મળી હતી. તેઓએ કહ્યું છે કે સિંહ સાથે ફોટો પડાવવો ગુનો બને તો અમારી વાડીમાં સિંહો આવે એનું શું કરવાનું? બીજીવાર ધ્યાન રાખીશું.
સામાન્ય રીતે ગીરમાં આવતા પર્યટકો સિંહને જોઈને તેની સાથે સેલ્ફી લેવાની લાલચ કરે છે અને સેલ્ફી વખતે જ સિંહ હુમલો કરે ત્યારે બેધ્યાન પ્રવાસીઓને ઈજા પહોંચે છે અથવા તો તેઓ જીવ ગુમાવી બેસે છે. આને ધ્યાનમાં લઇને ગીરને નો સેલ્ફી ઝોન જાહેર કરાયું છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.