કોંગ્રેસે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની પર લગાવ્યો આરોપ તો સ્મૃતિએ પણ આપ્યો જડબાતોડ જવાબ

દેશ વિદેશ

ભાજપના કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીની દીકરી પર કોંગ્રેસે બાર ચલાવવાનો આરોપ લગાવ્યા બાદ સ્મૃતિ ઈરાની લાલઘૂમ થઈ ગયા હતાં અને જડબાતોડ જવાબ આપતાં જણાવ્યું હતું કે મારી પુત્રીનો વાંક ખાલી એટલો ખે કે તેની માતાએ સોનિયા અને રાહુલ ગાંધીની 5,000 કરોડની લૂંટ પર પ્રેસ કોન્ફેરેન્સ કરી હતી. જે છોકરી પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે તે રાજકારણથી દૂર છે. હું પવન ખેરાને કહેવા માગું છું કે મારી 18 વર્ષની દીકરી બાર ચલાવતી નથી તે કોલેજમાં ભણી રહી છે. હું જયરામ રમેશને પણ પૂછવા માંગુ છું કે શું તે આરટીઆઈની અરજીમાં મારી પુત્રીનું નામ છે? કોંગ્રેસના નેતાઓ સાથે હવે હું કોર્ટમાં વાત કરીશ
રાહુલ ગાંધીને પડકાર આપતાં સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે હિમ્મત હોય તો 2024ની ચૂંટણી અમેઠી લોકસભાથી લડીને દેખાડે.
નોંધનીય છે કે કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય પ્રધાન સમૃતિ ઈરાનીની પુત્રી ગોવામાં બાર ચલાવે છે. તે જે પાર્ટીની છે તો તેની દીકરી પણ સંસ્કારી હોવી જોઈએ, પરંતુ તે ગોવામાં રેસ્ટોરંટ ચલાવી રહી છે. 13 મહિના પહેલા મોત પામેલી વ્યક્તિના નામે નકલી લાયસેન્સ તેણે મેળવ્યું છે. ગોવામાં આ પ્રકારના લાયસંસ રાખવાની મંજૂરી આપવામાં આવે છે, તેને તુલસી સંસ્કારી બાર કરેવામાં આવે છે, પરંતુ સિલીસોલ બાર પણ કહેવામાં આવે છે. આ રેસ્ટોરંટમાં એક નામ હેઠળ બે લાયસંસ છે. તમારી પાર્ટીના લોકો લુલુ મોલ અને હનુમાન ચાલીસાના દિવાના છે અને તેમના બાળકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.
જે અધિકારીએ લાઇસન્સધારકોને નોટિસ આપી હતી. દેખીતી રીતે જ તેમની બદલી કરવામાં આવી રહી છે. ગોવાના તે બારમાં સુરક્ષા દળો (બાઉન્સર) ફરી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.