સુરત સહિત ગુજરાતના ઘણા રેલવે સ્ટેશનની કાયાપલટ થઈ રહી છે. સુરત ગુજરાતનું જ નહીં, પરંતુ દેશનું અત્યંત મહત્વનું આંતરારાષ્ટ્રીય વ્યાપારી કેન્દ્ર છે અને મોજીલા અને ખાવા-પીવાના-શોપિંગના શોખિનોનું પણ મનગમતું શહેર છે. પશ્ચિમ રેલવેએ સુરતના મહત્વને સમજીને તેના રેલવે સ્ટેશનને પણ અપગ્રેડ કરવાની યોજવા બનાવી છે અને કામ પણ શરૂ કરી દીધું છે તો ચાલો જોઈએ કેવું બનશે સુરતનું નવું રેલવે સ્ટેશન.
સ્ટેશનને એક મલ્ટી-મૉડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) માં અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે જે રેલવે, જીએસઆરટીસી સિટી બસ ટર્મિનલ સ્ટેશન અને મેટ્રોને એકિકૃત કરીને અવિરત કનેક્ટિવિટી પ્રદાન કરાવશે
નવી સ્ટેશન બિલ્ડીંગ આર્થિક પ્રવૃત્તિઓની સાથે વ્યવસાય, વેપાર અને વાણિજ્યનું કેન્દ્ર હશે.
સૂરત દેશના સૌથી વધુ ઝડપે વધતા શહરોમાં થી એક છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે સમગ્ર દેશમાં 1275 રેલ્વે સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી 87 સ્ટેશન ગુજરાતમાં છે. દેશભરમાં 200 થી વધુ રેલવે સ્ટેશનોને અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે નક્કી કરવામાં આવ્યા છે. સૂરત સ્ટેશન પણ તેમાંથી એક છે, જેને તૈયાર કરવામાં આવશે અને જે “નવા ભારતનું નવું રેલવે સ્ટેશન” બનવા માટે તૈયાર છે.
સૂરત સ્ટેશનને એક મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) ના રૂપે વિકસીત કરવામાં આવી રહ્યું છે, જે રેલવે, જીએસઆરટીસી સિટી બસ ટર્મિનલ સ્ટેશન, મેટ્રો વગેરેને કનેક્ટ કરશે. સૂરત સ્ટેશનને એ પ્રકારે ડિઝાઈન કરવામાં આવી રહ્યો છે કે સમગ્ર સ્ટેશન પરિસર આંતરરાષ્ટ્રીય સ્તરના વેપાર કેન્દ્રની જેવો દેખાય અને અનુભવાય. સુરતની ઓળખાણ કરાવતું રેલવે સ્ટેશન અહીં બની રહ્યું છે. સ્વાભાવિક છે આટલા મોટા સ્ટેશન પર પ્રવાસીઓની સુવિધાનું ધ્યાન રાખવામાં કોઈ કસર છોડવામાં આવશે નહીં.
આ યોજનામાં અલગ આગમન-પ્રસ્થાન યાત્રી પ્લાઝા, સ્ટેશન સંકુલમાં ભીડ-ભાડ મુક્ત અને સુગમ પ્રવેશ-નિકાસ, ભૂમિગત પાર્કિંગ વ્યવસ્થા વગેરે સામેલ છે. બેસવા માટે પૂરતી જગ્યા, પ્રતિક્ષા ક્ષેત્ર અને વ્યાપક પરિભ્રમણ ક્ષેત્રની સાથે 10900 ચોરસ મીટર્સથી વધુનો કોનકોર્સ, લાઉન્જ અને રિટેલ સ્પેસથી હશે અને ઉપયોગકર્તાઓને બહેતર સુવિધા અને અનુભવ માટે MMTH માં સ્કાયવોકથી જોડાયેલું હશે. પ્લેટફોર્મ ઉપર ભીડભાડથી બચવા માટે કોનકોર્સ-વેઈટીંગ સ્પેસમાં પ્લેટફોર્મ ઉપર યાત્રી સુવિધાઓ પણ હશે. રેલવે સ્ટેશન 100% દિવ્યાંગ ફ્રેન્ડલી હશે. સમગ્ર સ્ટેશન સંકુલમાં 41 લિફ્ટ અને 70 એસ્કેલેટર્સ લગાવવામાં આવશે. ઉર્જા, જળ અને અન્ય સંસાધનોના યોગ્ય ઉપયોગ, નવીનીકરણ ઉર્જાના ઉપયોગ વગેરે માટે સુવિધાઓની સાથે સ્ટેશન બિલ્ડીંગ પ્લેટિનમ રેટિંગ નું ગ્રીન બિલ્ડીંગ હશે. સ્ટેશન અત્યાધુનિક સંરક્ષા અને સુરક્ષા ટેકનિકથી પણ સજ્જ હશે.
હાલમાં અહીં પૂર્વ બાજુ રેલવે સ્ટેશન બિલ્ડીંગમાં ઈલેક્ટ્રીક કેબલ અને પાઈપલાઈન જેવી ઉપયોગિતાઓનું સ્થળાંતર કરવાનું કામ ચાલી રહ્યું છે. આ સ્થળે 164 મીટર લાંબી અને 87 મીટર પ્હોળી બિલ્ડીંગ બનાવવામાં આવશે, જેને દોઢ વર્ષમાં પૂરી કરવાનું લક્ષ્ય છે. જીએસઆરટીસી સ્થળે બિલ્ડીંગના પાયા અને નાળું બદલવા માટે ખોદકામનું કામ પ્રગતિ ઉપર છે. પૂર્વ બાજુની બિલ્ડીંગ તૈયાર થઈ ગયા પછી પશ્ચિમ બાજુ આવેલા સ્ટેશનને પાડી કરી દેવામાં આવશે અને પશ્ચિમ બાજુની આવશ્યક કચેરીઓ અને પ્રતિષ્ઠાનોને નવી પૂર્વ બાજુની બિલ્ડીંગમાં સ્થળાંતરિત કરી દેવામાં આવશે.
ગુજરાત સરકારના 462 કરોડ રૂપિયાના હિસ્સા સહિત 1475 કરોડ રૂપિયાની અંદાજીત ખર્ચ થી આ સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે.