Homeટોપ ન્યૂઝકર્ણાટકના હુબલીમાં પીએમ મોદીનો રોડ શો વખતે થઈ આ ભૂલ...

કર્ણાટકના હુબલીમાં પીએમ મોદીનો રોડ શો વખતે થઈ આ ભૂલ…

હુબલીઃ કર્ણાટકના હુબલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો વખતે સુરક્ષા મુદ્દે સૌથી મોટી ભૂલ સામે આવી હતી, તેનાથી સમગ્ર પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો.
રોડ શો દરમિયાન એક યુવક વડા પ્રધાન મોદીની ગાડી નજીક પહોંચી ગયો હતો અને તેના હાથમાં એક માળા પણ હતી. યુવક દોડીને આવ્યો એ વખતે પીએમ મોદીની કારનો દરવાજો ખુલ્લો હતો અને તેઓ જનતાનું અભિવાદન કરી રહ્યા હતા. જોકે, સુરક્ષા કર્મચારીઓએ એ યુવકને પીએમ પાસે પહોંચે એ પહેલા પકડી લીધો હતો અને પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના હુબલી પહોંચ્યા હતા, જ્યાં તેમણે રોડ શો કર્યો હતો, પરંતુ અચાનક એક યુવક તેમના કાફલા નજીક માળા લઈને પહોંચી ગયો હતો અને એનો વીડિયો પણ જોવા મળ્યો હતો કે જેમાં યુવક ફૂલની માળા લઈને પીએમ મોદીની કારની નજીક પહોંચી ગયો હતો. વડા પ્રધાનની સુરક્ષા કરનારા એસપીજી (Special Protection Group)એ યુવકને રોક્યો હતો અને સાઈડમાં કર્યો હતો. જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુવકના હાથની માળાને લઈ લીધી હોવાનું કહેવાય છે, પરંતુ આ મુદ્દે પોલીસ કમિશનરે કોઈ પણ પ્રકારની ભૂલનો ઈનકાર કર્યો હતો. જોકે, વીડિયોમાં ચોખ્ખું જોવા મળે છે કે પીએમના કાફલાની સામે યુવક માળા લઈને નજીક પહોંચી જાય છે.

ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 26મા રાષ્ટ્રીય યુવક મહોત્સવનું ઉદ્ઘાટન કરવા હુબલી પહોંચ્યા છે. સ્વામી વિવેકાનંદની જયંતી નિમિત્તે બારમીથી 16મી જાન્યુારી સુધી વિશેષ કાર્યક્રમ ચાલશે, જેમાં દેશના અલગ અલગ રાજ્યના 30,000થી યુવક ભાગ લેશે. આ વખતના કાર્યક્રમની થીમ ‘વિકસિત યુવા-વિકસિત ભારત’ રાખવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular