સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. ગોળીબાર દરમિયાન એક આતંકવાદી માર્યો ગયો છે.
આર્મી અને પોલીસની સંયુક્ત ટીમોએ ઘૂસણખોરી કરનારા જૂથને અટકાવ્યા પછી તરત જ, બુધવારે રાત્રે કુપવાડાના સૈદપોરા ફોરવર્ડ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળોના જૂથ વચ્ચે અથડામણ થઈ હતી.
કાશ્મીર ઝોન પોલીસે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “આગલી રાત્રે, કુપવાડા પોલીસ દ્વારા જનરેટ કરવામાં આવેલા ચોક્કસ ઇનપુટના આધારે, સેના અને પોલીસની સંયુક્ત ટીમે સૈદપોરા ફોરવર્ડ વિસ્તારમાં ઘૂસણખોરી કરતા જૂથને અટકાવ્યું હતું. સંયુક્ત ટીમ સાથેના સંઘર્ષમાં એક ઘૂસણખોરનું મૃત્યુ થયું છે . શોધ હજુ ચાલુ છે. વધુ આતંકવાદીઓને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.