પીએમ મોદીએ જે બુંદેલખંડ એક્સપ્રેસ વેનું 16મી જુલાઈએ ઉદ્ઘાટન કર્યું હતું તે જ એક્સપ્રેસ વેના કામની પોલ પહેલા વરસાદે ખોલી દીધી છે. પહેલા જ વરસાદને કારણે બુંદેલખંડ એક્સપ્રેસ વેનો રસ્તો બેથી ત્રણ ફૂટ અંદર ધસી ગયો હોવાથી ઘણી ગાડીઓ ખાડામાં પડી ગઈ હતી અને નુકસાન પહોંચ્યું હતું. મળતી માહિતી અનુસાર જાલૌનથી 195 કિમીના અંતરે રોડ ધસી પડ્યો છે. પહેલા જ વરસાદ બાદ રસ્તા પર મસમોટો ખાડો પડતાં પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમાજવાદી પાર્ટી સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે નિશાન સાધતાં જણાવ્યું હતું કે, ભાજપના અધૂરા વિકાસની ગુણવત્તાનો નમુનો… મોટા લોકોએ બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યાના અઠવાડિયામાં જ ભ્રષ્ટાચારના મોટા મોટા ખાડા દેખાઈ ગયા. સારું થયું રનવે ન બન્યો.
ये है भाजपा के आधे-अधूरे विकास की गुणवत्ता का नमूना… उधर बुंदेलखंड एक्सप्रेस-वे का बड़े लोगों ने उद्घाटन किया ही था कि इधर एक हफ़्ते में ही इस पर भ्रष्टाचार के बड़े-बड़े गड्ढे निकल आए।
अच्छा हुआ इस पर रनवे नहीं बना। pic.twitter.com/Dcl22VT8zv
— Akhilesh Yadav (@yadavakhilesh) July 21, 2022
बारिश ने खोल दी अधूरे बुंदेलखंड एक्स्प्रेसवे की पोल।
प्रधानमंत्री एवं मुख्यमंत्री द्वारा लोकार्पित बुंदेलखंड एक्सप्रेसवे का बारिश में निकला दम।
अधूरे एक्सप्रेसवे को बुंदेलखंडियो के लिए सौगात बताने वाली भाजपा सरकार कर रही जनता को गुमराह।
शर्म करो प्रचारजीवी सरकार। pic.twitter.com/9SymyjdXye
— Samajwadi Party (@samajwadiparty) July 21, 2022