મુંબઈ: મુંબઈગરા માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય હાઈ કોર્ટે લીધો છે. હવે સોસાયટીમાં મચ્છરો જ્યાં ઉત્પન્ન થઇ રહ્યા છે એવા જમા થયેલાં પાણી જો દેખા દેશે તો સોસાયટીના સેક્રેટરી અને પ્રેસિડેન્ટ પર કાર્યવાહી થઇ શકે છે. આવું જ એક પ્રકરણ સામે આવ્યું છે. જ્યાં કોર્ટે સોસાયટીના સચિવ અને અધ્યક્ષ પર કાર્યવાહી કરતો દંડ ફટકાર્યો છે.
પરેલ હાઉસિંગ સોસાયટીના ૭૦ વર્ષીય સેક્રેટરી અને ૬૦ વર્ષીય પ્રેસિડેન્ટે ચોગાનમાં પાણી જમા થયા બાદ મચ્છરના ઉત્પન્ન થવા સંબંધની નોટિસનું પાલન ન કરવા બદલ કોર્ટમાં તેઓને દોષી ઠેરવવામાં આવ્યા છે. એક નાળામાં ડ્રેનેજ પાઈપ અટકેલી હોવા અંગે કોર્ટે ઉક્ત નિર્ણય આપ્યો હતો. કોર્ટે આ પ્રકરણે પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
કોર્ટે ફેંસલો આપતાં કહ્યું હતું કે એ વાતને નકારી ન શકાય કે પાણી જમા થવાને કારણે માલમત્તાને જોખમ ઊભું થતું હોય છે અને જમા થયેલા પાણીમાં લીલ કે પછી અન્ય જીવજંતુ મળી આવે તો લોકોના જીવને જોખમ ઊભું થતું હોય છે. આ બંનેને અનેક વાર નોટિસ મોકલવામાં આવી હોવા છતાં તેમણે તેનું પાલન કર્યું નહોતું, એવો આરોપ પાલિકાએ કર્યો હતો. આ વર્ષે પહેલી વાર એપ્રિલમાં બિલ્ડિંગોની ચકાસણી કરવામાં આવી હતી.
બનાવની વિગત મુજબ ડીપ રેસિડેન્સી કો-ઓપ એચએસજી સોસાયટીના સેક્રેટરી અને પ્રેસિડેન્ટે સોસાયટી વિસ્તારમાં પાણી જમા થયું હોવા બદલ પાલિકાની નોટિસ સામે વારંવાર દુર્લક્ષ સેવતાં તેઓ દોષી ઠર્યા હતા. પાણી જમા થવાને કારણે મચ્છરોની ઉત્પત્તિ થતી હોય છે. બંનેને પાલિકાની કલમ ૩૮૧(૧) કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. આ કલમ હેઠળ રૂપિયા બેથી દસ હજાર સુધીનો દંડ ફટકારવામાં આવે છે. કોર્ટે બંનેને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

Google search engine