ભારતીય ગાઈડલાઈનને લઈને આમને સામને આવ્યા Facebook અને Google! જાણો સોશિયલ મીડિયાના અધિકારીઓની થયેલી સિક્રેટ મીટિંગમાં શું ચર્ચા થઈ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ટેક કંપનીઓ માટે ભારત સૌથી મોટું માર્કેટ છે. છેલ્લાં કેટલાક સમયથી ભારત સરકાર સોશિયલ મીડિયાને લઈને કડક નિયમો બનાવી રહી છે ત્યારે આ મામલે ફેસબુક અને ગૂગલ આમને સામને આવી ગયા છે. આ વર્ષે ભારતે કોન્ટેન્ટ મોડરેશન સાથે જોડાયેલી ફરિયાદો માટે એક સરકારી પેનલ નિયુક્ત કરવાની રજૂઆત કરી હતી. સરકારે ટેક કંપનીઓને સેલ્ફ રેગ્યુલેટરી બોડી બનાવવા માટેની પણ ઓફર આપી હતી.

ફેસબુક અને ટ્વિટરે સેલ્ફ રેગ્યુલેટરી બોડીના આઈડિયાને સપોર્ટ કર્યો છે, જ્યારે ગૂગલે આપત્તિ વ્યક્ત કરી હોવાની જાણકારી સૂત્રોએ આપી છે.
ગૂગલ એક્ઝિક્યૂટિવે જણાવ્યું હતું કે, સેલ્ફ રેગ્યુલેટરી બોડીના આવા નિર્ણયોના ખરાબ પરિણામ આવી શકે છે. આ સિક્રેટ મીટિંગમાં ફેસબુક અને ગૂગલ સિવાય સ્નેપચેટ, શેરચેટ અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના અધિકારીઓ પણ સામેલ હતાં.

ગૂગલ સિવાય શેરચેટના અધિકારીએ પણ સેલ્ફ રેગ્યૂલેટરી બોડીને લઈને ચિંતા જાહેર કરી છે. કંપનીએ આ મામલે હજુ વિચાર કરવાની વાત કરી હતી.
ગૂગલે જણાવ્યું હતું કે હાલમાં તમામ ઉપલબ્ધ વિકલ્પોને એક્સપ્લોર કરવામાં આવી રહ્યા છે જેથી યોગ્ય નિર્ણય લઈ શકાય.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.