બ્લેક બોક્સ મોડલ પર આધારિત બિઝનેસ પર સેબીની ચોકડી

બિઝનેસ શેરબજાર

મુંબઇ: માર્કેટ રેગ્યુલેટર ધી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ના ચેરપર્સન માધબી પૂરી બૂચે કહ્યું છે કે જેનું ઓડિટીંગ કે વેલિડેશન ના થઇ શકે એવા ‘બ્લેક બોક્સ’ આધારિત બિઝનેસને પરવાનગી આપવામાં નહીં આવશે.
તેમણે કહ્યું હતું કે ડેટા પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રકચર હોવાથી કોઇપણ ખાનગી પાર્ટી તેની માલિક બનવાનો પ્રયાસ કરે તે સાંખી નહીં લેવાય.
તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી પર્યાપ્ત પારદર્શિતા અને સ્પષ્ટિકરણ હોય ત્યાં સુધી અમને અલગો ટ્રેડિંગના સમર્થનમાં પણ નથી અને વિરોધમાં પણ નથી. કોઇપણ બિઝનેસ મોડલ છૂપા કે બ્લેક બોક્સ પર આધારિત ના હોઇ શકે. આથી જેનું ઓડિટીંગ કે વેલિડેશન ના થઇ શકે એવા કોઇપણ દાવાને મંજૂરી આપી ના શકાય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.