સી પ્લેન યોજના ધોળા હાથી સમાન: NSUIના કાર્યકર્તાઓએ હવા ભરેલા ફુગ્ગા ખાબોચિયામાં તરાવી વિરોધ કર્યો

આપણું ગુજરાત

Ahmedabad: મોટી મોટી જાહેરાતો અને કરોડોનો ખર્ચ છતાં મહિનાઓથી બંધ પડેલી સી પ્લેન સેવાઓનો અમદાવાદ NSUIએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. NSUIના કાર્યકર્તાઓએ રિવરફ્રન્ટ પર હવાભારેલા વિમાન આકારના ફુગ્ગા ખાબોચિયા તરાવીને વિરોધ કર્યો હતો. સાથે ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા.

નોંધનીય છે કે સી પ્લેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. વર્ષ 2017માં દેશમાં પહેલીવાર સાબરમતી રીવરફ્રન્ટથી શરુ થયેલ સી-પ્લેનમાં વડપ્રધાન મોદીએ અમદાવાદથી ધરોઈ ડેમ સુધી મુસાફરી કરી હતી. જેની જોરશોરથી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ દેશમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે ઉડાન યોજના હેઠળ ગુજરાતમાં ત્રણ રૂટ સહિત દેશમાં કુલ 16 રૂટ પર સી-પ્લેનનું સંચાલન શરૂ કરવાની જાહેરાત કરાઇ હતી. જાહેરાત બાદ દેશમાં પહેલીવાર અમદાવાદથી કેવડિયા સુધી સી-પ્લેનનું સંચાલન 31 ઓક્ટોબર 2020થી શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. ત્યાર બાદ થોડા દિવસોમાં જ સી-પ્લેન બંધ કરી દેવામાં આવી હતી. સરકાર દ્વારા વારંવાર સી-પ્લેન ફરી શરુ કરવા વાયદ કરાતા હતા. આજે 20 મહિના વીતવા છતાં સી પ્લેન સેવા શરુ કરાઈ નથી. જેને લઈને NSUIના કાર્યકર્તાઓએ રિવરફ્રન્ટ પર હવા ભરેલા વિમાન ખાબોચિયામાં તરાવી વિરોધ નોંધાવ્યો હતો.

YouTube player

આ યોજના ધોળા હાથી સમાન સાબિત થઇ છે. NSUIના નેતાએ જણાવ્યું હતું કે શહેરમાં વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાય છે. શહેરમાં ઠેર ઠેર ખાડા પડેલા છે અને રોડ રસ્તા તૂટેલી હાલતમાં છે છતાં સરકારે જનતાના ટેક્ષના પૈસામાંથી સી પ્લેન સેવા શરૂ કરી જે ફ્લોપ ગઈ છે જેથી અમે આજે નકલી પ્લેન ઉડાવી વિરોધ નોંધાવી રહ્યા છીએ.
રાજયના નાગરિક ઉડ્ડયન પ્રધાન પૂર્ણેશ મોદીએ જૂન 2022થી સી-પ્લેનની સેવા પુનઃ શરૂ થઇ જશે એવું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘સી-પ્લેન સેવા માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે, સી-પ્લેન સેવા આપવા માટે કંપનીની પસંદગી થયા પછી જૂન મહિનામાં પુન: સી પ્લેન સેવા કાર્યરત કરાશે.’ પરંતુ જુલાઈ પણ પૂરો થવા આવ્યો હજી સુધી સી પ્લેનની સેવા શરૂ થઈ શકી નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.