વૈજ્ઞાનિકોને મળ્યો એવો હીરો જે ધરતી નહીં અંતરિક્ષથી આવ્યો છે, જાણો એવું શું છે ખાસ

દેશ વિદેશ

વૈજ્ઞાનિકોને એક ડાયમંડ મળ્યો છે જે બેહદ ખાસ હોવાનું કબેવાઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયા અને યુકેના વૈજ્ઞાનિકોની સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે અંતરિક્ષથી એક હીરો પૃથ્વી પર આવ્યો છે, જેના પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.
આ અંગે ત્યારે જાણ થઈ જ્યારે ઓસ્ટ્રેલિયામાં મોનાશ યુનિવર્સિટીના એક પ્રોફેસર એન્ડી ટોમકિસ ઉલ્કાપિંડ પર કામ કરી રહ્યા હતાં. તે સમયે તેમને થોડો અલગ પ્રકારનો ડાયમંડ મળી આવ્યો હતો.

રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઉલ્કાપિંડમાં એક દુર્લભ હેસ્કાગોનલ પથ્થર લેન્સડેલાઈટ હતો. કહેવામાં આવે છે કે તે વધુ તાપમાન અને મધ્યમ દબાણ પર એક સુપર ક્રિટિકલ દ્રાવણથી ઉત્પન્ન થાય છે, પરંતુ પર્યાવરણ ઠંડું હોવાને કારણે તે હીરા જેવું બની જાય છે.
રિસર્ચમાં એ પણ સામે આવ્યું છે કે એક ગ્રહનો Asteroid આશરે 4.5 અરબ વર્ષ પહેલા ટકરાયો હતો જેને કારણે આ હીરાનું નિર્માણ થયું હતું. આ હીરા જેવી સંરચના પૃથ્વી પર મળનારા ડાયમંડથી પણ ખૂબ જ કડક છે. આ અનમોલ રત્ન પૃથ્વી પરથી નહીં ઉલ્કાપિંડોમાંથી મળી આવ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.