વિજ્ઞાન, પૌરાણિક કથાઓ પર વૈજ્ઞાનિક પ્રકાશ પાડી શકે છે
બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં લોણાર ગામની નજીક એક સુંદર વિશાળ તથા આકારનું તળાવ (સરોવર) છે, તેને લોણાર સરોવર કહે છે. તેનો ઘેરાવો લગભગ આઠ કિ.મી.નો છે અને તેનો વ્યાસ લગભગ બે કિ.મી.નો છે, અને ઊંડાઈ લગભગ ૧૦૦૦ ફૂટની છે. તેને જોઈએ તો તે ભવ્યદૃશ્ય સર્જે છે. ત્યાંથી હટવાનું મન જ ન થાય. તેની કિનારી ગોળ અને ઊંચી છે. ચોમાસા પછી તો ત્યાં હરિયાળી છવાઈ જાય છે. તે વખતે લોણાર સરોવરની શોભા અવર્ણનીય છે. તે બર્ડ-સેંક્ચ્યુરી છે. તેમાં કાળે કરીને પાણી ભરાઈ ગયું છે. આ પાણી ૫૦,૦૦૦ વર્ષ જૂનું છે. આવું સરોવર માનવીએ કર્યું નથી તે તરત જ સમજમાં આવે છે. તે કુદરતે બનાવેલું સરોવર છે, જેમ માનસરોવર છે, તે તરત જ માલૂમ પડે છે. તેનો દેખાવ જ દૈવી છે. લોકોને આવા તળાવના અસ્તિત્વની ખબર ન પડી તેથી લવણાસુર રાક્ષસની કથા બનાવી નાખી. લોકોની કલ્પનાને સલામ કરવી પડે. લોણાર ગામનું નામ જ આ લોણાર સરોવર અને લવણાસુરના નામ પરથી પડ્યું છે.
કથા એવી છે કે લવણાસુર નામનો એક અસુર તે પ્રાંતમાં રહેતો હતો. તેને ભોળાનાથને પ્રસન્ન કરી એવું વરદાન માગ્યું કે તેને કોઈ શસ્ત્રો વડે મારી ન શકાય. પછી તો લવણાસુર ઉદ્ધત થઈ ગયો. લોકોને રંજાડવા લાગ્યો. દેવોને પણ રંજાડવા લાગ્યો. દેવો પછી વિષ્ણુભગવાન પાસે ગયા અને આ રાક્ષસના ત્રાસમાંથી બચાવવાની પ્રાર્થના કરી. વિષ્ણુભગવાને તેમને તે રાક્ષસને મારી તેના ત્રાસમાંથી બચાવવાનું વચન આપ્યું. જ્યારે લવણસુરે સાંભળ્યું કે વિષ્ણુભગવાન તેને મારવા આવવાના છે ત્યારે તે વિશાળ ખાડો કરી તેમાં સંતાઈ ગયો અને ખાડાને મોટા ઢાંકણા વડે બંધ કરી દીધું. માત્ર એક કાણું રાખ્યું જેથી તેમાંથી હવા આવી શકે. લવણસુરને હતું કે કોઈ તેને કોઈ પણ પ્રકારના શસ્ત્રથી મારી શકે તેમ નથી. માટે તે સુરક્ષિત છે.
વિષ્ણુભગવાને ત્યાં આવીને જોયું તો રાક્ષસ ખાડો ખોદી તેમાં સંતાઈ ગયો હતો, ભગવાને એ ખાડા ફરતે પરિક્રમા કરીને જોયું તો તેમાં એક નાનું કાણુ હતું. તેથી વિષ્ણુભગવાને વામનરૂપ ધારણ કર્યું અને તે કાણામાંથી એ ખાડામાં ઊતર્યા. રાક્ષસને વરદાન હતું કે તે કોઈ શસ્ત્રોથી મરે નહીં તેથી વામનરૂપ વિષ્ણુભગવાને તેની નાભિમાં પોતાના પગનો અંગૂઠો નાખી તેને જોરજોરથી ગોળ ગોળ ફેરવી પછાડ્યો. લવણાસુર મરી ગયો… જ્યારે તે મર્યો ત્યારે તેનો આત્મા ખૂબ જ ભયંકર શ્ર્વાસથી બહાર પડ્યો. તેનું જોર એટલું હતું કે ખાડાનું ઢાંકણ ઉછળીને થોડે દૂર પડ્યું. ભગવાન વિષ્ણુએ તેના પગના અંગૂઠાને રાક્ષસની નાભિમાં ઘુસાડી તેને ગોળ ગોળ ફરેવ્યો હતો એટલે તેમના અંગૂઠાને ખૂબ શ્રમ પડ્યો હતો અને તેમાંથી લોહી નીકળતું હતું. ભગવાનના અંગૂઠામાંથી નીકળતા લોહીને સાફ કરવા ત્યાં ગંગાજી ઝરણારૂપે પ્રગટ થયા. લોનાર તળાવની નજીકના પહાડમાંથી એક ઝરણુ વહે છે. તેમાં સતત પાણી વહે છે, તે જ ભગવાનના અંગૂઠામાંથી નીકળતા લોહીને સાફ કરવા આવેલા ગંગાજી. આ સ્થળ મહાન તીર્થ બની ગયું છે. લવણાસુર અને લોણારસરોવરની આ કથા પદ્મપુરાણમાં છે વિજ્ઞાનીઓ ફ્રેડ્રિકસન, નરેન્દ્ર ભંડારી, જે.જે. રાવલ અને તેના સહકાર્યકર એસ. રામાદૂરાઈએ આ સુંદર વિશાળ અને વિખ્યાત લોનારલેક વિષે સંશોધન કર્યું છે અને તેને ઉલ્કાકુંડ તરીકે ખયયિંજ્ઞિ ઈંળાફભિં ભફિયિિં, મીટીઓર ઈમ્પેક્ટ ક્રેટર, તરીકે સાબિત કર્યું છે. માત્ર ૧૫૦ ફૂટનો નાનો લઘુગ્રહ (ઉલ્કા) તીરચ્છી દિશામાંથી ત્યાં અથડાયો છે અને તેને વિશાળ ઉલ્કાકુંડ બનાવ્યો છે. નાની ઉલ્કા એટલે વામનસ્વરૂપ વિષ્ણુભગવાન તીરચ્છી દિશામાંથી બાણ જેમ આવે તેમ ત્યાં અથડાયો છે. તે જ લવણાસુર રાક્ષસે બનાવેલું નાનું કાણું.
તે લઘુગ્રહ જ્યારે ત્યાં અથડાયો ત્યારે તે ગોળ ગોળ ચક્કર લગાવતો હતો, અને તેને લાખો ટન ધૂળ વાયુમંડળમાં ફેંકી હતી. તે લઘુગ્રહના બે ત્રણ કટકા બાજુમાં પડ્યાં તેને છીછરા ઉલ્કાકુંડ બનાવ્યાં અને એ ખાડાનું ઢાંકણુ જે રાક્ષસના મૃત્યુ વખતેના છેલ્લા શ્ર્વાસથી ઉછળીને નજીકમાં પડ્યું તેને થાળી જેવો ઉલ્કાકુંડ બનાવ્યો. બાજુમાં જે ગંગા અવતરણ થયું તે હકીકતમાં લઘુગ્રહ જ્યારે ત્યાં પૃથ્વી સાથે અથડાયો ત્યારે તે જમીન અને પહાડ પર એટલું તો દબાણ ઙયિતતીયિ પ્રેસર થયું કે તે જગ્યાએ પહાડ પર પાતાળ ફૂટી ગયું અને પહાડમાંથી પાણીનું ઝરણું ઉત્પન્ન થયું. વિજ્ઞાની નરેન્દ્ર ભંડારી અને તેના સહકાર્યકારોએ સાબિત કર્યું છે કે લોનાર ઉલ્કાકુંડ (લોનાર સરોવર) ૫૦,૦૦૦ વર્ષ પહેલા ત્યાં એક ઉલ્કા અથડાવાથી થયું છે.
ચંદ્ર પર જ બસાલ્ટિક ઉલ્કાકુંડ છે, તેના જ પ્રકારનો એ બસાલ્ટીકક્ષેત્રમાં બનેલો લોનાર ઉલ્કાકુંડ છે. પૃથ્વી પરનો આ એક સુંદર, વિશાળ, ભવ્ય, તળાવાકારનો દૈવી અને વિશિષ્ટ ઉલ્કાકુંડ છે. તેને કોસ્મિક બળોએ ઉત્પન્ન કર્યો છે, તેથી તે પૃથ્વી પરનો ખરેખર દૈવી ઉલ્કાકુંડ છે. લોનાર ઉલ્કાકુંડ જોવો તો તમારે ચંદ્ર પર જઈને ઉલ્કાકુંડો જોવાની જરૂર
નથી, કારણ કે તે ચંદ્ર પરના ઉલ્કાકુંડની આબેહૂબ પ્રતિકૃતિ છે.
લોનાર ઉલ્કાકુંડની નજીકમાં એક સૂતેલા હનુમાનજીનું મંદિર છે. ત્યાં સૂતેલા ગૌતમ બુદ્ધની માફક હનુમાનજી સૂતા છે. કથા છે કે હનુમાનજી એક સમય થાકી ગયેલા તેથી અહીં થોડીવાર માટે આરામ કરવા સૂતા છે. હકીકતમાં આ ચાર-પાંચ ફૂટ લાંબી શીલા છે. જ્યારે લોનાર ઉલ્કાકુંડ બનાવવા આવેલો લઘુગ્રહ ત્યાં જમીન સાથે અથડાવા આવ્યો ત્યારે તેની ઝડપ ઘણી હતી અને પૃથ્વીના પ્રચંડ ગુરુત્વાકર્ષણને લીધે અને પૃથ્વીના વાયુમંડળના ઘર્ષણને લીધે તે ઢીલો પડતો જતો હતો અને તેનો ચાર પાંચ ફૂટનો ટુકડો ત્યાં પડી ગયો. તે જ સૂતેલા હનુમાનજી તે હકીકતમાં ઉલ્કાનો ટુકડો છે. તેની પાસે મેગ્નેટ લઈ જઈએ તો માલૂમ પડે કે તે ઉલ્કા છે. પણ લોકોએ તે ઉલ્કાના ટુકડાની સૂતેલા હનુમાનજીરૂપે કથા બનાવી નાખી.
તીર્થરાજ પ્રયાગરાજ (અલ્હાબાદ)ના ત્રિવેણી સંગમ ગંગા-જમના-સરસ્વતીના કિનારે પણ મારુતિ સૂતેલા છે. હજારો અને લાખો લોકો હનુમાનજીના દર્શન કરવા આવે છે અને મંદિરમાં રૂા. ૨૦, રૂા. ૫૦, રૂા. ૧૦૦ની હજારો કરન્સીનોટ તેમને અર્પણ કરે છે. આપણા લોકોની શ્રદ્ધા ગજબની છે. હનુમાનજીના એક પણ ગુણને કોઈ આત્મસાત કરતું નથી, પણ રૂા.ની નોટો તેમને ચઢાવે છે, જેમને જરૂર નથી. જરૂરિયાતમંદને કોઈ આપશે નહીં. ત્યાં ત્રિવેણીસંગમ જતાં બોટવાળા માફિયા હજારો રૂપિયા પડાવે છે, પણ બોટ ચલાવનાર કેવટો તો તેમના ડેઈલી વેજીસ પર તેમના નોકરો હોય છે. ઓટો રિક્ષાવાળા પણ બેફામ લૂંટ ચલાવે છે, સરકારને આ બધું દેખાતું નથી, સ્થાનિક સરકારી અધિકારીઓને કાંઈ દેખાતું નથી. પંડા, ધાર્મિકક્રિયા કરવાના હજારો રૂપિયા પડાવે છે. માતા-પિતા હોય ત્યારે સંતાનો તેને રાખતાં નથી અને મર્યા પછી શ્રાદ્ધક્રિયા કરે છે. કોણ જાણે કોણ સ્વર્ગે જાય છે અને કોણ નરકમાં જાય છે. મંદિર, આશ્રમનાં સાધુ-બાવા કામ કર્યા વગર વૈભવી જીવન ગાળે છે. તીર્થસ્થાનોમાં ગંદકી, દરેક પ્રકારની હાલાકી ગજબની હોય છે. અમૃતસરના સુવર્ણમંદિરમાં જે શુદ્ધતા, શાંતિ અને દિવ્યતાના દર્શન થાય છે તેવું ઘણાંખરાં મંદિરોમાં નથી. મંદિરની ફરતે જાતજાતના વેપારો અને વ્યવહારો ચાલે છે. સીધા હનુમાનજી કરતાં સૂતા હનુમાનજી વધારે કમાય છે. તિરુપતિ, અંબાજી, દ્વારિકા, સોમનાથ, પદ્મનાભ મંદિર સાંઈબાબા મંદિર, સ્વામિનારાયણ મંદિર, વૈષ્ણોદેવી મંદિર, શ્રીનાથજી મંદિરમાં કરોડો રૂપિયા ભેગા થાય છે, તેનો લોકોના કલ્યાણ માટે ગરીબોની સુખાકારી માટે કેટલો ઉપયોગ થાય છે તેની ખબર નથી. થોડો ઘણો થાય છે. પણ જેવો થયો જોઈએ તેઓ થતો નથી.
પ્રયાગરાજમાં ત્રિવેણીસંગમ પર સૂતેલા હનુમાનજીને સ્નાન કરાવવા ગંગાજી દર વર્ષે આવે છે એવી લોકોમાં વાતો ફેલાવવામાં આવે છે. એ સૂતેલા હનુમાનજી ગંગા કિનારે તેની સમતલમાં જ છે એટલે ગંગામાં દર વર્ષે પૂર આવવાનું માટે મંદિરમાં પાણી ઘૂસવાનું જ, તેમાં શું નવાઈ છે? હાં મંદિર પચાસફૂટ ઊંચું હોય અને ત્યાં પાણી આવે એ જુદી વાત છે. એમતો ગંગામાં પૂર આવે ત્યારે બધા જ ઘાટો પાણીની નીચે આવી જાય છે, પછી તે વારાણસી (કાશી, બનારસ)ના કિનારાના ઘાટ હોય કે પ્રયાગરાજના ઘાટ હોય તેમ છતાં એ માનવું પડે કે ગંગાજી અને ત્રિવેણીસંગમ દિવ્ય દર્શન છે.