મુંબઈઃ ગયા અઠવાડિયા દરમિયાન ચાલતી ટ્રેનમાંથી ઉતરવાના ચક્કરમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટરે જીવ ગુમાવ્યા પછી તાજેતરમાં પશ્ચિમ રેલવેમાં
બોરીવલી સ્ટેશન ખાતે ચાલતી ટ્રેન પકડવાના કિસ્સામાં શિક્ષિકાએ જીવ ગુમાવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
મંગળવારે બોરીવલી રેલવે સ્ટેશન ખાતે સવારના 7.28 વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. બોરીવલી રેલવે સ્ટેશને ટ્રેન આવ્યા પછી ટ્રેનમાં ચઢ્યા પછી મહિલાએ સંતુલન ગુમાવતા લોકલ ટ્રેનના ફૂટબોર્ડ અને પ્લેટફોર્મની ગેપમાં પડવાને કારણે ગંભીર ઈજા પહોંચી હતી. મહિલાની ઓળખ પ્રગતિ ઘરાત (43) તરીકે કરવામાં આવી હતી. તેઓ વસઈના રહેવાસી છે, જ્યારે મલાડની સ્કૂલમાં શિક્ષિકા હતા.
વસઈથી બોરીવલી અને બોરીવલીથી મલાડ માટે રેગ્યુલર ટ્રેન બદલતા હતા. અકસ્માત અંગે પોલીસે કહ્યું હતું કે પ્લેટફોર્મ નંબર એક પરથી તેમને ચર્ચગેટ બાજુનો સેકન્ડ ક્લાસનો કોચ પકડ્યો હતો, પરંતુ કોચમાં ચઢ્યા પહેલા ટ્રેન ચાલુ થઈ ગઈ હતી અને ટ્રેન ચાલુ થયા પછી તેમણે સંતુલન ગુમાવતા ટ્રેનમાંથી પડ્યા હતા. અકસ્માત પછી પોલીસે તાત્કાલિક તેમને એપેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારબાદ અંધેરીની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ રાતના સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ કેસમાં રેલવે પોલીસે અકસ્માતનો કેસ નોંધ્યો છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આ સ્ટેશને ચાલતી ટ્રેન પકડવાના ચક્કરમાં શિક્ષિકાએ ગુમાવ્યો જીવ
RELATED ARTICLES