આલિયા ભટ્ટનું નામ બોલીવુડની એવી એક્ટ્રેસમાંથી છે કે જેના વિશે જાણવા માટે ચાહકો હંમેશાં જ ઉત્સુક હોય છે. આજે અમે તમને એક્ટ્રેસના સ્કુલ ડેઝની એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના વિશે જાણીને તમારી આંખો પણ પહોળી થઈ જશે.
આલિયા ભટ્ટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ નાની ઉંમરમાં પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું છે અને તે તેના શ્રેષ્ઠ અભિનયના જોરે કરોડો ચાહકોના દિલ પર રાજ કરે છે. આ જ કારણ છે કે તેના ફેન્સ આલિયાના જીવનના દરેક નાના-નાના પાસાઓને જાણવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
થોડાક સમય પહેલા આલિયાએ ખૂદ જ તેની સ્કૂલ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે, તેને સ્કૂલમાં ખૂબ મજા આવતી હતી. તે ખૂબ જ તોફાની પણ હતી, જેને કારણે ટીચર એને પનિશમેન્ટ આપતા હતા. આ સાથે આલિયા ભટ્ટે એવો પણ ખુલાસો કર્યો હતો કે, તે સ્કૂલના બાથરૂમમાં એવું કામ કરતી હતી જેના કારણે શિક્ષકો તેને સજા આપતા હતા. હકીકતમાં આલિયા સ્કૂલના બાથરૂમમાં જતી અને ઘણીવાર સૂઈ જતી. તેની આ આદતથી શિક્ષકો પણ ખૂબ નારાજ હતા. એકવાર તે સૂતી હોવાનું જણાયું. આ કારણે તેને આકરી સજા પણ કરવામાં આવી હતી.
બોલિવુડ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના એપ્રિલ 2022માં લગ્ન થયા હતા. લગ્નના બે જ મહિના બાદ અભિનેત્રી આલિયાએ જાહેરાત કરી કે તે માતા બનવાની છે. આલિયાએ તેની ગર્ભાવસ્થા બાદ નવેમ્બર 2022માં અભિનેત્રીએ પુત્રી રાહા કપૂરને જન્મ આપ્યો હતો. 6ઠ્ઠી જાન્યુઆરી 2023ના રોજ રણબીર અને આલિયાની પુત્રી બે મહિનાની થઈ ગઈ છે અને દંપતીએ હજી સુધી પુત્રીનો ચહેરો જાહેર કર્યો નથી. હવે આલિયાને લઈને ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે.
અભિનેત્રી આલિયા ભટ્ટ ફરી પ્રેગ્નન્ટ છે કે કેમ? શું અભિનેત્રી ડિલિવરીના બે મહિના બાદ ફરી એકવાર માતા બનવા જઈ રહી છે? આલિયાની નવી પોસ્ટથી ફેન્સને શંકા ગઈ છે અને ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે અભિનેત્રીએ પણ આ અંગે મૌન સેવી લીધું છે.
આલિયા ભટ્ટ આજકાલ તેના કામની સાથે સાથે તેની પુત્રીને લઈને પણ ચર્ચામાં રહે છે. અભિનેત્રીની નાનકડી પરી રાહા કપૂર કેવી દેખાય છે, તે શું કરે છે અને તેની પસંદ-નાપસંદ શું છે, ચાહકો બધું જાણવા માંગે છે.