SCએ સિદ્ધૂ મૂસેવાલાની હત્યાની CBI તપાસની અરજીને ફગાવી, કહ્યું- મામલાને રાજ્કીય રંગ ન આપો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલા (Sidhu Moose Wala) હત્યાકાંડની CBI પાસેથી તપાસ કરાવવાની માંગને લઇને દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટે (Supreme court) સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે અરજી પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે આ મુદ્દાને રાજકીય રંગ આપવામાં ન આવે. આ અરજી પંજાબના માનસા જિલ્લાના એક ભાજપના નેતા જગબીર સિંહ તરફથી દાખલ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પંજાબ સરકાર આ મામલે તેની રીતે તપાસ કરી રહી છે અને તે યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. કોર્ટે ટિપ્પણી કરી હતી કે આ કેસને રાજકીય રંગ આપવો યોગ્ય નથી. આ કેસમાં CBI ની તપાસની આવશ્યકતા નથી. નોંધનીય છે કે હાલમાં આ કેસની તપાસ પંજાબ પોલીસ દ્વારા રચવામાં આવેલી SIT કરી રહી છે.

અગાઉ સિદ્ધૂ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને તેના દીકરાની હત્યાની કેન્દ્રીય એજન્સી પાસેથ તપાસ કરાવવાની માંગ કરી હતી. મૂસેવાલા માતા-પિતાનું કહેવુ હતું કે તેમના દીકરાની હત્યાના કેસમાં CBI અને અન્ય કેન્દ્રીય એજન્સીઓનો સહયોગ પણ લેવામાં આવે. તપાસને લઇને મૂસેવાલાના માતા-પિતા ગૃહ પ્રધાન શાહને ચંદીગઢમાં મળ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.