શિંદે જૂથના ધારાસભ્યોને મોટી રાહત, તમામ પક્ષોને જવાબ આપવા માટે સુપ્રીમ કોર્ટે પાંચ દિવસનો સમય આપ્યો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

એકનાથ શિંદે જૂથના બળવાખોર વિધાનસભ્યો તરફથી સુપ્રીમ કોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આમાં પહેલી અરજીમાં શિંદે જૂથના 16 ધારાસભ્યોને વિધાનસભા ઉપાધ્યક્ષ દ્વારા અયોગ્ય ઠેરવવાની કાર્યવાહીને પડકારવામાં આવી હતી. આને લઇને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઇ હતી. કોર્ટે આગામી સુનાવણી માટેની તારીખ 11મી જુલાઇ આપી છે. સુપ્રીમ કોર્ટના આ વચગાળાના આદેશમાં 16 ધારાસભ્યોને મોટી રાહત મળી ગઇ છે. હવે 11મી જુલાઇ સુધી તેમને અયોગ્ય ઠેરવી શકાશે નહીં.

બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેની અરજી પર સુપ્રીમ કોર્ટે લગભગ તમામ પક્ષોને નોટિસ આપી છે. આ નોટિસનો જવાબ તમામ પક્ષોને પાંચ દિવસની અંદર આપવાનો છે. જે પક્ષોને નોટિસ આપવામાં આવી છે તેમાં ડેપ્યુટી સ્પીકર, કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર સરકાર વગેરે સામેલ છે.
બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પૂછ્યુ હતું કે જો સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હોય તો તે કોઇ સભ્યની અયોગ્યતાની કાર્યવાહી કેવી રીતે શરૂ કરી શકે છે. પોતાની વિરુદ્ધ આવેલા પ્રસ્તાવમાં ડેપ્યુટી સ્પીકર (નરહરિ જિરવાલ) પોતે કેવી રીતે જજ બની ગયા?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.