હાય મોંઘવારી! SBIએ ફરી વ્યાજ વધારવાનો કર્યો નિર્ણય, EMI થશે મોંઘી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

સ્ટેટ બોંક ઓફ ઈન્ડિયાએ ફરી એક વાર લોન મોંઘી કરી નાંખી છે. માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ એટલે કે MCLRને 20 બેસિસ પોઈન્ટ વધારવાની જાહેરાત કરી છે અને આ નવા દર આજથી એટલે કે 15 ઓગસ્ટથી લાગુ થઈ ગયા છે.

નોંધનીય છે કે પાંચમી ઓગસ્ટના આરબીઆઈએ સતત ત્રીજી વાર રેપો રેટ વધારવાનો નિર્ણય લીધો હતો, જે બાદ પ્રાઈવેટ સેક્ટરથી લઈને સરકારી બેંક દ્વારા આપવામાં આવતી લોન મોંઘી થઈ રકહી છે.

એસબીઆઈ દ્વારા MCLR વધારવામાં આવ્યા બાદ હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન અને પર્સનલ લોન સહિત અન્ય લોન લેવી મોંઘી થઈ જશે. આ સાથે ગ્રાહકોને પહેલાની સરખામણીમાં વધુ ઈએમઆઈ ચૂકવવી પડશે.

કેટલો વધ્યો MCLR?

SBIએ જણાવ્યાનુસાર 15 ઓગસ્ટથી ત્રણ મહિના માટેના MCLR રેટ ને 7.15 ટકાથી વધારીને 7.35 ટકા કરવામાં આવ્યા છે ત્યારે છ મહિનાના MCLR રેટને 7.45 ટકાથી વધારીને 7.65 ટકા કરવામાં આવ્યા છે. એક વર્ષ માટે MCLR રેટને 7.50 ટકાથી વધારીને 7.70 ટકા કરવામાં આવ્યા છે ત્યારે બે વર્ષ માટે 7.7 ટકાથી વધારીને 7.9 ટકા કરવામાં આવ્યા છે. ત્રણ વર્ષ માટે આ રેટને 7.8 ટકાથી વધારીને આઠ ટકા કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે ગયા મહિને પણ એસબીઆઈ દ્વારા MCLR રેટમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.