માન્યામાં આવે એવી વાત નથી, પરંતુ જાણીતી પોપસ્ટારમાં ટેલરનું સ્વિફ્ટનું નામ મોખરાનું તેની સાથે સાથે તેની ક્યુટ બિલાડીએ ટેલરની સ્વિફ્ટની લોકપ્રિયતા વધારી છે.
ગ્લેમર ઈન્ડસ્ઝીમાં અનેક અભિનેત્રીઓ છે, જે એનીમલ લવર્સ છે અને પોતાના ઘરમાં ડોગ-કેટને ખાસ કરીને પાળે છે, પરંતુ આજે આપણા વાત કરીએ પોપસ્ટાર ટેલર સ્વિફટની કે તેની બિલ્લીની કિંમત છે 800 કરોડ રુપિયા અને તેની 800 કરોડની બિલાડીના ન્યૂઝ વહેતા થયા પછી ટેલર સ્વિફટ રાતોરાત લોકોમાં જાણીતી બની છે.
સૌથી આશ્ચર્યની વાત એ છે કે પોપ સ્ટાર ટેલર સ્વિફ્ટની પાસે છે 800 કરોડ રુપિયાના મૂલ્ય (97 મિલિયન ડોલર)ની બિલાડી અને તેનું નામ ઓલિવિયા બેન્સન. અલબત્ત, ગ્રેમી એવોર્ડ વિજેતા પોપસ્ટારનું નામ પણ મ્ચુઝિક ઈન્ડસ્ટ્રીમાં મોખરે છે, પરંતુ દુનિયાની મોંઘી બિલાડીને લઈ ટેલર સ્વિફ્ટનું નામ લોકોમાં વધારે જાણીતું બન્યું છે.
એક અહેવાલ અનુસાર ઓલિવિયા હાલમાં દુનિયાના સૌથી ધનિક પાલતુ પ્રાણીઓમાં ત્રીજા નંબરે સ્થાન ધરાવે છે. 2014થી ટેલર ઓલિવિયા બિલાડીને ઉછેરી રહી છે. ટેલરને ઓલિવિયા બિલાડી સાથે બે અન્ય બિલાડી પણ રાખે છે, જેના નામ મેરેડિથ ગ્રે અને બેન્જામિન બટન છે, પરંતુ બેન્જામિનનો એ યાદીમાં ક્યાંય ઉલ્લેખ નથી. કહેવાય છે કે ટેલર સ્વિફ્ટના અનેક મ્યુઝિક વિડિયોઝમાં પણ જોવા મળી ચૂકી છે, જ્યારે ટેલર સ્વિફ્ટની નેટવર્થ 4700 કરોડ રુપિયાની છે.
ટેલર સ્વિફ્ટે પોતાની બિલ્લી ઓલિવિયાની સાથે અનેક કમર્શિયલ એડ, ફિલ્મસ સિવાય અનેક મ્યુઝિક વીડિયોમાં સ્ક્રીન શેર કર્યા છે, જ્યારે ડાઈટ કોક અને નેડ સ્નીકર્સની એડમાં પણ આ બિલ્લી જોવા મળી ચૂકી છે.