મુંબઈઃ પ્રેમ અને લગ્ન માટે કોઈ ઉંમર હોતી નથી અને એ વાતને તાજેતરમાં બોલીવૂડના જાણીતા કલાકારે પુરવાર કર્યું છે. એટલે આ કલાકારે 60 વર્ષની ઉંમરે પહેલી વાર નહીં, પરંતુ બીજી વખત પ્રભુતામાં પગલાં પાડ્યા છે. હિન્દી સહિત 11 ભાષાની ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અને વિલન તરીકે નામ કમાવનારા આશિષ વિદ્યાર્થીએ આજે વિધિવત રીતે બીજી વખત લગ્ન કર્યા છે અને બીજી પત્નીનું નામ છે રુપાલી બરુઆ.
જો તમે આશિષ વિદ્યાર્થીને જાણતા ના હોય તો જણાવી દઈએ કે બોલીવૂડમાં તેમના કામની વિલન તરીકે આગળ ઓળખ ઊભી કરી છે. દિલ્હીમાં જન્મેલા (19મી જૂન, 1962) આશિષ વિદ્યાર્થી હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ, મલિયાલમ, અંગ્રેજી, ઓડિયા, મરાઠી અને બંગાળી સહિત અન્ય ભાષાની ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે, જ્યારે અગિયાર ભાષામાં કુલ મળીને 300 ફિલ્મ કરી ચૂક્યા છે.
આશિષ વિદ્યાર્થીની જાણીતી ફિલ્મોનું લિસ્ટ લાંબુ છે, પણ લોકપ્રિય ફિલ્મોની યાદીમાં 1942 લવ સ્ટોરી, બિછછુ, જિદ્દી, અર્જુન પંડિત, વાસ્તવ, બાદલ વગેરે છે, જ્યારે ગૂડબાય ફિલ્મ કરી હતી. ફિલ્મો અને થિયેટરની સાથે સાથે સોશિયલ મીડિયા પર વિશેષ એક્ટિવ રહે છે. જોકે, આજે આશિષ વિદ્યાર્થીએ રુપાલી સાથે લગ્ન કર્યા પછી તેમને તેમના ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે, ત્યારે સૌને થાય કે રુપાલી કોણ છે? તો જણાવીએ કે રુપાલી આસામની રહેવાસી છે, જ્યારે તે વ્યવસાયે ફેશન એન્ટરપ્રેન્યોર કમ ડિઝાઈનર છે.
રુપાલી કોલકાતામાં પોતાનો ફેશન સ્ટોર છે. ફેશન આજે બંનેએ કોલકાતામાં પરિવારના સભ્યોની સાથે નજીકના લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતા. બંનેએ કોર્ટ મેરેજ કર્યા છે. આજે લગ્ન કર્યા પછી ફિલ્મી અને ફેશન ઈન્ડસ્ટ્રીમાં તેઓ ચર્ચામાં આવ્યા છે. બંનેએ લગ્ન તો સાવ સાદી રીતે કર્યા છે, જ્યારે ઈન્ડસ્ટ્રીના લોકો માટે ટૂંક સમયમાં રિસેપ્શન આપે એવી આશા રાખવામાં આવી રહી છે.
આશિષ અને રુપાલીની લવ સ્ટોરી અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે આ વિલને કોઈ જવાબ તો આપ્યો નહોતો, પરંતુ જવાબ ટાળીને કહ્યું હતું કે આ લાંબી સ્ટોરી છે, તેથી તેના અંગે પછી જણાવીશું. અહીં એ વાત પણ જણાવી દઈએ કે નેશનલ એવોર્ડ વિજેતા આશિષ વિદ્યાર્થીએ પહેલા લગ્ન રાજોશી બરુઆ સાથે કર્યા હતા. રાજોશી પણ જાણીતી અભિનેત્રી, સિંગર અને થિયેટર આર્ટિસ્ટ છે.