મુંબઇ મહાનગર પાલિકા દ્વારા શહેરના ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન એક્ટ અંર્તગત શહેરના જૂહુમાં આવેલ પુષ્પા નરસી પાર્ક અને બાન્દ્રાના પટવર્ધન પાર્કની નીચે અન્ડર ગ્રાઉન્ડ પાર્કિગ ઊભુ કરવામાં આવનાર છે. ત્યારે કુદરત પ્રેમીઓએ આ એક્ટનો વિરોધ કરી લોકો પાસે no parking lots under parks in Mumbai ના નામે પીટીશન સાઇન કરાવવામાં આવી છે. અત્યાર સુધી એક હજારથી વધુ લોકોએ આ અન્ડર ગ્રાઉન્ડ પાર્કીંગનો વિરોધ કરી પીટીશન સાઇન કરી છે.
સમર્થ દેસાઇ નામના એક વ્યક્તિએ મુંબઇના જૂહુ અને બાન્દ્રા વિસ્તારમાં આવેલ પુષ્પા નરસી પાર્ક અને પટવર્ધન પાર્કની નીચે બાંધવામાં આવનાર અન્ડર ગ્રાઉન્ડ પાર્કીંગનો વિરોધ પિટીશન સાઇન કરી કરવામાં આવ્યો છે. મુંબઇ માટે એક કહેવત બહુ પ્રખ્યાત છે કે, ‘મુંબઇમાં રોટલો મળે પણ ઓટલો નહીં મળે’ એવામાં જેટલા પણ ખૂલા મેદાનો કે બગીચાઓ છે એના પર પણ પાલિકા દ્વારા બાંધકામ કરવામાં આવશે તો મુંબઇગરાના આરોગ્યને પણ માઠી અસર થશે એવી ભાવના સાથે સમર્થ દેસાઇએ આ પિટીશન સાઇન કરી છે. પિટીશનમાં તેણે જણાવ્યું છે કે આ બંને બગીચા ખૂબ જૂના છે. અહીં ખૂબ જૂના અને કદાવર ઝાડ પણ છે, જો એક બગીચામાં અન્ડર ગ્રાઉન્ડ પાર્કીંગને સ્થાન મળશે તો ધીરે ધીરે બધા જ બગીચાઓ આ રીતે કોન્ક્રીંટના જંગલ બની જશે. ઝાડને કારણે વાતાવરણ પ્રદૂષિત થતા બચે છે, લોકો શુદ્ધ હવામાં શ્વાસ લઇ શકે છે. આ અન્ડર ગ્રાઉન્ડ પાર્કીંગ બનાવવામાં બગીચાની નીચે કોન્ક્રીટની જમીન તૈયાર કરવામાં આવશે. અત્યારે તો વરસાદનું પાણી જમીનમાં શોષાય છે અને વાતાવરણ પણ ઠંડુ કરે છે. જો કોન્ક્રીટની જમીન બનશે તો વરસાદનું પાણી શોષાશે નહીં અને તે વોટર લોગીંગમાં પણ ફેરવાઇ શકે છે. ત્યારે લોકોના હિતમાં આ નિર્ણય મોકૂફ કરવો જોઇએ એવી માંગણી આ પિટીશનમાં કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે લગભગ એક હજારથી વધુ લોકોએ પાર્કીંગના વિરોધમાં પીટીશન સાઇન કરી છે.
મુંબઇના બગિચામાં અન્ડર ગ્રાઉન્ડ પાર્કીંગ ઊભૂ કરવા સામે લોકોનો રોષ
RELATED ARTICLES