(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મેટ્રો-ટૂએ અને સેવન એમ બંને કોરિડોરને એકસાથે ચાલુ કરવામાં આવ્યા પછી મેટ્રોમાં નિરંતર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, પરંતુ એ પૂર્વે મુંબઈની સૌથી પહેલી મેટ્રો (ઘાટકોપરથી વર્સવો-વન)માં પ્રવાસીઓની સુવિધા માટે વધુ અઢાર સર્વિસ વધારવાનો નિર્ણય લીધો છે.
પહેલી ફેબ્રુઆરીથી અઢાર સર્વિસ વધારવામાં આવ્યા પછી મેટ્રો વન (ઘાટકોપરથી વર્સોવા)માં રેગ્યુલર 398 ટ્રિપ અથવા સર્વિસ દોડાવવામાં આવશે, જેથી પેસેન્જર કેપેસિટીમાં વધારો થશે. પીક અવર્સમાં દર સાડા ત્રણ મિનિટે મેટ્રો ટ્રેનની સર્વિસ ઉપલબ્ધ થવાને કારણે પેસેન્જરને ભીડમાંથી મુક્તિ મળશે. ઘાટકોપર મેટ્રો સ્ટેશનથી દર ચાર મિનિટે મેટ્રો ટ્રેનની સર્વિસ ઉપલબ્ધ હતી, પરંતુ નવી સર્વિસ વધારવાથી પીક અવર્સમાં ફાયદો થશે. આ ઉપરાતં, દર પાંચથી આઠ મિનિટે નોન-પીક અવર્સમાં મેટ્રો ટ્રેન ઉપલબ્ધ રહેશે. હાલના તબક્કે મેટ્રો-વનમાં દર મહિને એક કરોડથી વધુ પ્રવાસી ટ્રાવેલ કરે છે, તેમાંય વળી મેટ્રો ટૂએ અને સેવન (રેડ અને યલો લાઈન) ચાલુ કરવામાં આવ્યા પછી ડીએન નગર અને વેસ્ટર્ન એક્સપ્રેસહાઈવે સ્ટેશન ખાતે પેસેન્જરની ક્ષમતામાં 14,000થી પંદર હજારનો વધારો થયો છે, જે આગામી દિવસોમાં વધારો થઈ શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તાજેતરમાં બે કોરિડોર (મેટ્રો ટૂએ અને સેવન)ના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એક અઠવાડિયામાં દસ લાખથી વધુ પ્રવાસીએ ટ્રાવેલ કર્યો હતો, જ્યારે એપ્રિલ, 2022થી અત્યાર સુધીમાં કુલ એક કરોડથી વધુ પ્રવાસીએ ટ્રાવેલ કર્યો છે.
Mumbai 3 metro
Write area with services