Homeઉત્સવ‘વૃદ્ધો બચાવો’

‘વૃદ્ધો બચાવો’

ઓપન માઈન્ડ-નેહા.એસ.મહેતા

કેમ છો મારા વહાલા વાચકમિત્રો!
મજામાં હશો.
‘વૃદ્ધો બચાવો.’
હા મિત્રો. વૃક્ષો બચાવો એવી તો ખૂબ ઝુંબેશ ચાલે છે, પણ આ વખતે હું સ્પેસિફિકલી કહું છું કે વૃદ્ધો બચાવો. બહુ જ નાનો ફરક છે. વૃદ્ધો અને વૃક્ષોમાં. બહુ જ સીમિલારિટી છે
વૃદ્ધો અને વૃક્ષોમાં.
વૃક્ષ જેમ જેમ મોટું થાય એમ એમ ફળ આપે. મજબૂત થાય. શાખાઓ વધારે અને આશરો આપે એની ઘટા પ્રમાણે એની છટા પ્રમાણે, એની વૃદ્ધિ પ્રમાણે એની મજબૂતાઈ પ્રમાણે અને આપણા પણ પરિવારમાં જ્યારે માણસ વૃદ્ધ થાય. જેને આપણે મોટાં થવું કહીએ. એ માટે એ વૃદ્ધ થાય એને આપણે કહીએ છીએ (ઘરડા) એટલે કે ઘરનાં વડા. એવું આપણા વડીલો કહે છે. બરાબર! બસ શબ્દમાં ખાલી સમજણનો ફેર રહી જાય છે. હાહાહા…
તમે વિચારશો કે આજે આ વાત કેમ?
તો મિત્રો થયું એવું કે અચાનક હમણાં વચ્ચે હું કશેક જઈ રહી હતી અને એક બેન બોલ્યા હિન્દી ફિલ્મ સ્ટાઇલમાં કે “બુઢ્ઢા સાલા અભી તક હૈ. જાતા નહીં હૈ. ઇતને સાલ હો ગયે. અભી તક હૈ.
હું ચૂપ રહી. કશું જ ન બોલી. પણ એ મને એટલું આકરું લાગ્યું. કારણકે એ જ દાદા એમના દીકરાને રોજ સાંજે અવિરત નીચે ગ્રાઉન્ડમાં ફરવા લઈ જતા હોય છે. એ અમે જોઈએ છીએ. અને આ આન્ટીઓને વોક કરતા કરતા આવી વાત કરવાનું શું? એટલે આપણને આમ લાઈફનો આખો કોન્ટ્રાસ્ટ દેખાય.
જેવી સિચ્યુએશનમાં આપણે ફોન હેન્ગ થઈ જતા હોય છે કે બેટરી નથી હોતી તો આપણા હૃદય ધબકવા માટે ઊંચા નીચા થઈ જતા હોય છે. આપણે ચાર્જર ગોતવા માંડતા હોઈએ છીએ. અને એ ચાર્જર આપણને આપણા ઘરમાં રહેલા વડીલો કે બાળકો કે પત્નીઓ સૌથી પહેલા શોધી આપતી હોય છે. એવી જ રીતે ઘરની બધી વસ્તુઓ.
હું તો એક વાત કહીશ કે આજકાલના ડેટાબેઝ જીવનમાં અને ચિપ્સ કે પેન ડ્રાઇવ કે લીંક ટ્રાન્સફર બેઝ જીવનમાં, આટલી બધી ઇન્સિક્યોરિટી સાથે આપણે જીવીએ છીએ. જ્યારે ડેટા ઉપર અને સાઈબર સિક્યુરિટી પર પણ ઇનસિક્યોરિટીની વાત થતી હોય છે. તેવામાં એક બહુ જ સુંદર કિસ્સો યાદ આવે છે. વાર્તા તમને કહીશ અમારા સીએ છે યજ્ઞેશભાઈ. ચાર્ટર્ડ અકાઉન્ટન્સી જેમનો ખાનદાની વ્યવસાય છે. એમના કોમ્પ્યુટરમાં પ્રોબ્લેમના કારણે. એમનાં એટલાં બધાં અર્જન્ટ કામો અટકી પડ્યાં હતાં. અને માનવામાં ન આવે પણ હા ઓફિસના બધાજ ઇન્સ્ટ્રુમેન્ટસમાં એમને પ્રોબ્લેમ આવી ગયો હતો. અને એમના બધા જ પ્રોબ્લેમ એમના ડેડીએ, મનના કોમ્પ્યુટરથી, અનુભવથી અને જ્ઞાનથી સોલ્વ કરી આપ્યા. મેન્યુઅલી. ક્રિટિકલ ટાઈમે કોમ્પ્યુટરે નહીં એમના વૃદ્ધ – ખાટલામાં બેઠેલા બીમાર પપ્પાએ એ બધા પ્રોબ્લેમમાંથી એમના દીકરાને બચાવ્યો હતો હવે. ત્યારે મે એમની આંખોમાં આંસુ જોયા હતા.
કેટલા બધા કિસ્સાઓ આપણે પણ જો વાગોળીએ અને કોકવાર ચુસકી લેતા, ચા પીતા, કિશોરદાના, મન્ના ડેના, સૂર મધુર જેમને સ્વર રામ પણ કહેવાય છે. તેઓના સો વર્ષ પૂરા થયા એવા મુકેશજીનાં ગીતો સાંભળતાં પણ જો વિચારશુંને કે આપણી ક્રિટિકલ મોસ્ટ કન્ડિશનમાં, આપણા ઘરમાં રહેલા પથારીવશ વૃદ્ધોએ કે આપણા વડીલોએ, આપણા પરિવારજનોએ આપણી પત્નીએ જે આપણને સાથ આપ્યો છે. આપણને ઉગાર્યા છે. એ બીજા કોઈએ નથી કર્યું. આપણે બધા હૃદયના ઊંડાણમાં એતો જાણતા હોઇએ છીએ.
પરસેવા વાળી રાતો, એ પ્રોબ્લેમ, હાઇપર ટેન્શન, એમાં મોટે ભાગે
આપણા પરિવારે, વડીલોએ, આપણને સાથ આપ્યો હોય છે. બધાજ કડવા વેણ એ વખતે ભૂલીને… હા ભાઈલા, હા દીકરા, કહેતા હોય છે. એટલે આજના ડેટાબેઝ અને ઓનલાઇન બધું જ નેવે મૂકી દેવાના જમાનામાં, કોકવાર શાંતિથી રવિવારે ઘણા બધા ઉત્સવ મનાવતા જ્યારે કાંઈ જ તહેવાર ન હોય ત્યારે ઘરના વૃદ્ધિ પામતા વડીલો સાથે, વય કરતા મગજની વૃદ્ધિ સાથે. એમના અનુભવની વૃદ્ધિ સાથે, સમય ગાળો. ટાઇમ સ્પેન્ડ કરો એમની સાથે. વાગોળતા વાગોળતા ગાયની જેમ.
ગાય માતા ખાઈ લે, પછી એ શાંતિથી બેસી જાય. પછી જે ખાય એ પાછું વાગોળે. એ સમજે કે શું ખાઈ રહી છે. કંઈ ખોટું હોય તે પાછું કાઢી નાખે બરાબર. એ રીતે આપણા વડીલો સાથે બેસીને આપણે સત્સંગ કરો. એવા દિવસોને તમે આમંત્રિત કરો. જીવન ઉત્કૃષ્ટ થઈ જશે.
એક કિસ્સો યાદ કરું.. મારા પિતાજી કવિહ્રદય. મારા માતાજી ખૂબ સુંદર વિચારક – ગાયિકા. ખૂબ સુંદર આત્મા. ખુબ સુંદર વ્યક્તિત્વ અને સંસ્કારી ભારતીય ક્ધયા. એ જ રીતે આપણા કહી શકાય એવા ગૌરવવંતા ગુજરાતી એવા સુંદર મજાના ગુજરાતી પુરુષ એવા અમારા પિતા મમ્મી માટે ગીત ગાય –
છુ કર મેરે મન કો તુને કિયા ક્યા ઇશારા. બદલા યે મોસમ, લગે પ્યારા જગ સારા…
(તમે પણ ગાવ કોક માટે જો બહુ ગમશે.)
આવું જ્યારે આપણા વડીલો એમની પત્ની માટે ગાતા હોય. એમની ભાવનાઓ એકબીજા સાથે શેર કરતા હોય. પોતપોતાની અલગ અલગ સ્ટાઇલ હોય, પણ જ્યારે કહેતા હોય વાતો પોતાના સમયની, ત્યારે ખાસ સાંભળો. એટલું બધું તમને જ્ઞાન મળશે. એટલો બધો તમને એક અલગ પોઝિટિવ સ્ત્રોત મળશે. આપણે બધી કિતાબો વાંચીએ છીએને! તમને ઘણીવાર એમ લાગશે આ તો ત્યાં અમે વાંચ્યું હતું.
કહે છેને કે ઘણાં બધા ઔષધ રસોડામાંથીજ મળી શકે. આપને ખબર નથી. એમ ઘણું બધુ જ્ઞાન ખુશી કોન્ટેક્ટ આપણી આજુબાજુ ઘરમાંજ હોય છે. બસ આપણી પાસે સમય નથી.
તો બસ એમ અજાણતાંમાં આપણું
સુખ, સ્નેહ ને સમય સરી ન જાય.
માટે સુંદર રચના વહેતી મૂકું છું.
વિખરાઇ ગયેલી સમજણને વાંચીને વીણી લઈએ અને એક બીજાનો જે છે એ સંબંધ માણીએ.
બે માંથી એક તો પહેલાં જવાનું,
એ બંને જાણે, બંને એકબીજાની કાળજી લે. કીધા વગર.
એ ક્યારેય બેંકમાં ગઈ નથી,
ન પોસ્ટ ઑફિસ ન કોર્પોરેશન,
ન કોઈ બિલ ભરવા કે
ન તો વીમાની ઑફિસમાં.
કેમનું ફાવશે એને બધું?
પેલીને કાળજી પેલાની કે
ઊઠતામાં જ આદું ઈલાયચીવાળી ચા જોઈએ, એ વગર મોર્નિંગ વોક નહિ. આવીને ગરમ નાસ્તો,
પોતાનાજ કપડાં જલદી મળે નહિ…
બપોરનું ભોજન, આરામ,
સાંજનું અલગ મેનુ બધું જ વ્યવસ્થિત જોઈએ.
કેમનું ફાવશે આને હું નહિ હોઉ તો?
એક દિવસ એ પેલીને બેંકમાં લઇ ગયો,
(અઝખ) માંથી એની પાસે
કેશ કઢાવી,
મેરેજ ડેટનો પિન બનાવી.
હવે પતિ પત્નીને બધે જ લઇ જાય,
ગેસ નોંધાવવો, બિલ ભરવા, બધું શિખવાડે.
અને પત્ની પતિને દાળ ભાત ખીચડી
બનાવતા શીખવે.
કાળ ને કહે, આવ તું.
મૃત્યુ તારું સ્વાગત છે.
મિત્રો જીવન આથમતી સમયે પણ ઘણીબધી તૈયારીની જરૂર હોય. જેના વગર સાથીદાર ઘણી મુશ્કેલીમાં મુકાય. કારણ પહેલો નંબર કોનો? કોઈને ખબર નથી.
ઘડપણનું છે સરસ નામ,
કોઈ કહે સંન્યાસાશ્રમ
કોઈ કહે વાનપ્રસ્થાશ્રમ
પણ હું કહું આનંદાશ્રમ.
ઘડપણમાં આપણે કેવું રહેવું
ઘરમાં હોવ તો આશ્રમ જેવું
આશ્રમમાં હોવ તો ઘર જેવું
ઘડપણ પણ સરસ હોય
લેન્સ ઇમ્પ્લાંટથી ચોખ્ખું
દેખાય.
ચોખટાંથી સહેલાઇથી
ચવાય.
કાનયંત્રથી સરસ સંભળાય
પાર્કમાં જઈને ફરી અવાય
મંદિરમાં જઈ ભજન ગવાય
પોતા પોતી સાથે રમતા રહેવું

સમય હોય તો ગાઈ લેવું
એકાંતમાં નાચી લેવું
ઘરમાં એકલાં હોવ તો
રસોડામાં જઈ દૂધની મલાઈ
ગાયબ કરો
મન થાય તો ખાંડ નહીં ગોળ પણ ખાવ
ને સૂઇ જાવ.
જૂના જૂના શર્ટ પહેરવા
થોડા વાળ સવારવા
સાથે જામે ગપ્પાંની રંગત
લૂંટીએ જીવવાની ગમ્મત

સ્વાદ લેતા, દાદ દેતા
તૃપ્ત મનથી આનંદ લેતા
ધીમે રહી પોતે નિકળી જવું
પાકેલા પાન જેવું ખરી જવું.
આનું નામ જીવન.

મિત્રો એક વાત તો છે જીવનમાં,
પ્રાસ ન બેસે તો ચાલશે.
ત્રાસ ન પેસવો જોઇએ.
એ માટે શું કરી શકાય? તો કહે એ માટે જૂની સ્મૃતિઓ તાજી કરી શકાય.
જૂની વાતોથી અનુભવ લઈ શકાય. કારણ કપરો સમય આવી રહ્યો છે.
ઘણી વાર પૈસો આપે સાચી વાત જાણવા નહીં મળે. આપણે જોયું છે
કે અમુક ગણતરીઓ આપણને નથી આવડતી હોતી. જે આપણા વડીલો, કેટલી આસાનીથી વેઢે ગણીને કહી દેતા હોય છે. (મારા પપ્પા તો અમારી ઉપર હંમેશાં હસે. અમને એમના સ્માઇલો જ મળે. કાંઇ પણ ગણિતની કે ગણતરીની વાત આવે તો. એમને બધું મોટું મોટું મોઢે ને વેઢે. અને અમે બધા હાય ફાય. ફાંફાંજ મારતાં હોઇએ. એમાં હું ખાસ.) હાહાહા.

એવું તમારી સાથે ન થાય માટે.
વાતો દ્વારા, અનુભવ લઈ શકાય.
જેથી આપણી વૃદ્ધિ થાય મગજની. કારણકે વૃદ્ધ આપણે પણ થવાનું છે.

આઇ હોપ તમને ભેદ સમજાઈ ગયો હશે. આપણા ઘરમાં બીમાર કે વયસ્ક થયેલા કે થોડા ઢીલા પડેલા આપણા વડીલો છે. કે જેને આપણે ઘરડા કહીએ છીએ. વૃદ્ધ કહીએ છીએ. આવે વખતે એ બધા પરિવારોના ઇન્સ્પિરેશન લેવા જોઈએ જે પોતાના વડીલોને ભગવાન સમજે છે. અને એ જ પરિવારો ખૂબ આગળ આવે છે. હું કહું છું કે આપણી ડેટાબેઝ લાઇફ કરતાંતો એમનું ઇન્વેસ્ટમેન્ટ પણ ઓછું જ. વડીલોની દવાઓમાં તેમની ઈચ્છાપૂર્તિઓમાં કે એમની ચટાકેદાર જીવનની ઈચ્છાઓ પૂરી કરી આપવામાં થતી હશે એજ બસ. એના બદલામાં જે પ્રેમ, હુંફ, જ્ઞાન, સંતોષ વડીલો આપણને આપી શકશે એ આપણી વોનાબી લાઇફ આપણને નહીં આપી શકે.
ખાલી બેસીને વાતો કરવાની જે લગ્નના ઇન્સિડન્સમાંથી ફ્રોમ કવર ઇન્સિડન્સ (જે લગભગ બધા ગુજરાતી પરિવારોમાં બીગ પ્રથા છે.) આશીર્વાદનું કવર.
રૂ. ૧ થી રૂ. ૧૦૧. ફની એન્ડ હીલેરિયસ એટ ધ સેમ ટાઇમ ધો. હાહાહા…
કેટલા પૈસા શુકનમાં આપ્યાથી લઈને મારું સ્વાગત કરવાથી લઈને કે એમના જીવનમાં ખરાબ સમય આવ્યો હતો ત્યારે કેવી રીતે બહાર નીકળવાથી લઈને એટલા બધા એમની પાસે ઇન્સિડન્સ હોય છે.
પતિ પત્ની, આપણા મમ્મી પપ્પા હોય, દાદા દાદી હોય, એ વાત કરતા હોય તો કોકવાર સાંભળો, દાદી ના હોય ને દાદા હોય કે દાદા ના હોય તો દાદી હોય એમને એકબીજા વિશેની વાતો પૂછો. સાંભળો જે મીઠા મોતી જેવા આંસુ નીકળશે. જે અંદરથી હાશકારો નીકળશે અને જે ઐતિહાસિક અનુભવનો ખજાનો મળશે કે તમે કહેશો જીવન એક સૌગાત હૈ! વાહ વાહ ક્યા બાત હૈ!!

નેહા એસકે મહેતાના
વંદે માતરમ.
જય હિન્દ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular