Homeપુરુષકોલ્ડ ડ્રિંક અને સોફ્ટ ડ્રિંકથી બચો

કોલ્ડ ડ્રિંક અને સોફ્ટ ડ્રિંકથી બચો

સૌંદર્ય- ડૉ. હર્ષા છાડવા

પ્રાચીન સમયથી ઠંડા-ગરમ પીણાનું મહત્ત્વ રહ્યું છે. કોઈ સમારોહ કે પ્રસંગોમાં શરૂઆત સૌ પ્રથમ ઠંડા-ગરમ પીણાથી થાય છે. આમ તો ગર્મી આવતાં શરબત, કોલ્ડડ્રિંક કે સોફ્ટડ્રિંકની માંગ વધી જાય છે. મોટાં શહેરોમાં ગર્મીનું પ્રમાણ અધિક હોય છે. ઠંડીનું પ્રમાણ થોડું અને થોડા દિવસ રહે છે. તેથી ઠંડાપીણાનો વપરાશ વધી જાય છે.
જાહેરાતોને કારણે બાળકો અને કોલેજિયન યુવાનોમાં કોલ્ડડ્રિંકનું પીવાનું પ્રમાણ વધી ગયું છે. કોઈ કારણ ન હોવા છતાં પણ સામાન્ય રીતે લોકો આનો ઉપયોગ વધારે કરે છે. ઘરે મહેમાન આવતા બજારું પીણું પીવાય છે. તેની સાથે આપણે પણ મહેમાન બની જઈએ અને કોલ્ડડ્રિંક પીએ છીએ.રોજબરોજ પીવાતું આ સ્વાદભર કોલ્ડડ્રિંક ભલે પહેલી પસંદગી હોય પણ સ્વાસ્થ્ય માટે અતિહાનિકારક સાબિત થયું છે. પંદરથી વીસ રૂપિયાની બાટલી જે ઠંડા-પીણાની છે તેની જાહેરાતો માટે નટ-નટીઓ કરોડો રૂપિયા લે છે.
જાહેરાતો પાછળ થતો ખર્ચ એટલો મોટો છે કે આની પાછળનું સત્ય એ છે કે આ ઠંડાપીણાની કિંમત ખૂબ જ ઓછી છે પણ જાહેરાતો ને કારણે તેની કિંમતો વધી જાય છે. કોલ્ડડ્રિંક કે સોફ્ટડ્રિંક કે શરબતોમાં વપરાતા કોમિકલો આ બધામાં આર્ટિફિશ્યલ ફ્લેવરો, રંગદ્રવ્યો, પ્રિઝવેટીવ્સનો બહોળો ઉપયોગ થાય છે.
રાસાયણિક રંગો
ટ્રેઝોટ્રાઈન – ઈ – ૧૦૨ – લેમન યલો કલર આ લગભગ કોલ્ડડ્રિંકમાં વપરાય છે. ઘણા દેશોમાં આના પર પ્રતિબંધ છે. અસ્થમા આંખની ઉપર અને નીચેની ચામડી પર સોજો આવી જાય છે. જેને એન્જિયોડેમા કહેવાય છે.
સલ્ફર – ડાયઓકસાઈડ – બ્રાઉન કલર માટે ઘણે ઠેકાણે પ્રતિબંધ છે. આને કારણે ઘણાં બધા સ્વાસ્થ્યની સમસ્યાઓ થાય છે.
ટ્રાયફેનિલ-મિથેન – આનો ઉપયોગ ટેક્સ્ટાઈલના રંગોમાં, કાગળ રંગવામાં પ્રિન્ટિંગ ઇંક માટે થાય છે. આ ઘાતક કેમિકલ છે. કૅન્સર જેવા રોગ થાય છે. પેશાબમાંથી લોહી નીકળે છે.
પોન્સિઓ ૪- આર – લાલ કલર માટે વપરાય છે. સ્ટ્રોબેરી જેવો કલર છે. કૅન્સર જન્ય છે. ન્યૂરોટોક્સીક, પ્રજનન તંત્ર માટે ઘાતક છે.
ઇંડિગો કાર્માઈન – આ ઍસિડ સોડિયમ સોલ્ટ છે. ડ્રાય તરીકે વપરાય છે. બ્લુ રંગના સોફ્ટડ્રિંક અને કોલ્ડડ્રિંકમાં વપરાય છે. આનાથી મોઢા પર, આંખ પર, જીભ પર અને ગળામાં સોજો આવે છે. શ્ર્વાસ લેવામાં તકલીફ પડે છે. બ્લ્ડપ્રેશર વધારી દે છે. કૅન્સરની ગાંઠ થાય છે.
એમરંથ – ઈ – ૧૨૩ – આ એક ડાય છે. અમેરિકામાં પ્રતિબંધિત છે. કારણ આ કેન્સરકારક છે. ડાર્ક રેડ કલર માટે વપરાય છે. આનું બીજું નામ ઍસિડ રેડ છે.
સનસેટ યલો ઈ-૧૧૦- આ થીકનર તરીકે વપરાય છે કે બ્લકિંગ એજન્ટ તરીકે વપરાય છે. એલર્જી થાય છે. ગંભીર રોગો થાય છે. બાળકોમાં હાઈપર એક્ટીવીટી જણાય છે.
બ્રિલિયટ બ્લુ – ઈ – ૧૩૩ આ એક ડાય છે. જે પેટ્રોલિયમમાંથી બને છે. આનાથી અસ્થમા હાય ફિવર, એલર્જી રીએકશન, પેટમાં બળતરા, લીવરમાં ડિપોઝિટ થઈ જાય છે.
કૃત્રિમ સ્વાદ માટે વેનિલા જેવો સ્વાદ બનાવવા માટે પ્રાયપ્રોનીલ નામની જૂ મારવાની દવાથી બનાવાય છે. અથવા ડામરથી બનાવાય છે. કારણ પ્રાકૃતિક વેનિલાની કિંમત ખૂબ જ ઊંચી છે. તે કંપનીને પોસાતી નથી. આની કિંમત તાજેતરમાં ચાર લાખ પ્રતિ કિલોની છે.
જો પ્રાકૃતિક વેનિલા વાપરે તો કંપનીનું દેવાળુ નીકળી જાય. કેમિકલવાળુ વેનીલા દોઢસો રૂપિયે કિલો મળે છે.
આ જ કેમિકલવાળું વેનિલા દોઢસો રૂપિયે કિલો મળે છે.
આ જ કેમિકલવાળુ વેનીલા ઘરે બનાવેલા શરબતમાં પણ વપરાય છે.
વેનિલા એસેન્સની બાટલી જે બજારમાં ઉપલબ્ધ છે તેમાં પણ કેમિકલ વાળુ જ વેનિલા વપરાય છે. આને કારણે બાળકોને હિમોગ્લોબીનની બીમારી થાય છે. લીવર બગડી જાય, લ્યુકેમીયા કેન્સર જેવી બીમારીઓ થાય છે. આની માટે કોણ જવાબદાર છે તે વિચારવું જોઈએ. બીજા ઘણા સ્વાદ જેવા કે પાયનેપલનો સ્વાદ એથીલ બ્યુટી નામના ચામડા સાફ કરવાની દવાથી બને છે. જેને કારણે લોહી એસિડીક થઈ જાય છે.
ફીણ લાવવા માટે સોડિયમ ક્ષાર વપરાય છે આને કારણે માનવ શરીરનું સોડિયમનું સ્તરનું સંતુલન બગડી જાય છે. લોહી એસિડીક થઈ જાય છે. મૂત્રપિંડ પર તણાવ આવે છે અને બ્લડ પ્રેશરની બીમારી થાય છે.
ફોસ્ફરીક એસિડ જે પીણામાં વપરાય છે તેનાથી દાંતનું ઈનેમલ ઘસાઈ જાય છે અને ખરબચડાં થઈ જાય છે. હિમોગ્લોબીન ઘટી જાય છે અર્જીણ અને અપચો થાય છે.
રાસાયણિક ર્શકરાનો ઉપયોગથી બનતા સોફ્ટ ડ્રિંક ત્વચાના વિકાર થાય છે કારણ શર્કરામાં ફોર્માલ્ડીહાઈડ મચ્છર મારવાની દવાથી બને છે. આનાથી ધમનીઓ કડક થઈ જાય છે અને આંખને નુકસાન થાય છે.સેકરીન જે વપરાય છે તેનાથી થકાવટ, ગભરાટ, પિત્તાશયનું બગડવું, ગાંડપણ જેવું થવું સાંધામાં દુ:ખાવો થાય છે.આલ્કોહોલથી બનતી સાકર જેમાં મિથાઈલ આલ્કોહોલ સંપૂર્ણ અંધાપો લાવવા પૂરતો હોય છે. સિત્તેરથી સો મીલી મિથાઈલ આલ્કોહોલ મૃત્યુમાં કાફી છે.
કોકોયુક્ત સોફ્ટડ્રિંકમાં કેફેન વપરાય છે. આને કારણે કોલ્સ્ટ્રોલ વધી જાય છે. લોહીમાં સાકરનું ઊંચું પ્રમાણ થઈ જતા મગજનાં સંવેદનશીલ કોષોમાં ઝટકા આવે છે. હરસ અને મસા જેવી બીમારીઓ થાય છે.બજારું કેમિકલયુક્ત સોફ્ટડ્રિંક, કોલ્ડડ્રિંક શરબત અને બરફના ગોળા પર નખાતા શરબતો ગુલાબના સ્વાદવાળા શરબતો, દરેકે દરેકમાં કેમિકલો જ હોય છે. બીમારીઓના શિકાર બનવું કે ન બનવું એ આપણા જ હાથમાં છે. ભગવાન નસીબ કે પ્રકૃતિ જવાબદાર નથી. આની માટે મા-બાપ પણ જવાબદાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular