બહુ મૂલ્યવાન શાક ભીંડા

190

સૌંદર્ય – ડૉ. હર્ષા છાડવા

ભારતીય રસોઇમાં પ્રમુખ રૂપમાં જોવા મળતું શાક એ ભીંડા છે. ભારતમાં સર્વત્ર થાય છે. તેર જેવી જાતો થાય છે. સ્વાદમાં લાજવાબ છે. તેની સાથે તેના ઓષધીય ગુણ ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે. જે શરીર તંદુરસ્ત રાખવા અને ઘણી બીમારીઓથી રક્ષણ કરે છે.
ભીંડાની જાતોમાં લીલા ભીંડા, લાલ ભીંડા, કસ્તૂરી ભીંડા, નવધારી ભીંડા છે. તેના ઘણા નામો તેમ જ જાતો છે. બ્લોન્ડી, બરગંડી, હીલક્ધટ્રીરેડ, કાઉ હોર્ન, બ્યુસીન ગ્રીન એમરાલ્ડ, સીલ્વર કવીન, બેબી, બુબા, હાઇબ્રીડ, કેન્ઝુડીલાઇડ, રેડવેલ્વેટ, રામતુરાઇ, ભિંડી તિકા, કરપર્ણ ફૂલ, લેડીફિગર, એબ્લેક્સ મોસ્ક્યુસ, ઓકરા વગેેરે છે.
ભીંડાનો છોડ ચારથી પાંચ ફૂટ ઊંચો અને સીધો હોય છે તે એક વર્ષ જીવે છે. ચોમાસા અને શિયાળામાં વાવેતર થાય છે. શાક માટે કૂણા સુવાળા, બી ઉપસ્યા વગરના વપરાય છે. ભીંડાનું શાક ઉપરાંત સુપ, કઢી, રાયતું કે અથાણું જેવી વાનગીઓ બને છે.
ભીંડામાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ગંધક, પોટેશિયમ, લોહ, તાંબુ, વિટામિન-એ, બી સી કે, ડાયટરી ફાઇબર તેમ જ ઝીરો કોલ્સ્ટ્રોલ છે.
એન્ટિ પેસ્મોડીક એટલે કે બ્યુટીને વધારવાવાળો છે. આની ચીકાશના કારણે શરીર પર પડતા ચીરા, અલ્સરના ઘા ને રુઝાવે છે. શરીરના અવયવોને સુંદરતા બક્ષે છે.
અવયવનું લસ્ટર જાળવી રાખે છે. પેટના મસલ્સને કોમળ બનાવે છે. તેથી કબજિયાત દૂર થાય છે. ગેસટ્રેકને પણ કોમળ બનાવે છે. આના બીજનું તેલ બ્યુટી પ્રોડક્સમાં વપરાય છે. તેથી આનાથી બનતાં બ્યુટી પ્રોડક્ટસ પ્રાકૃતિક અને મોંઘા હોય છે.
એન્ટિ કૅન્સર હોવાને કારણે કૅન્સરના સેલના ગ્રોથ થવા દેતું નથી. થયો હોય તો આનો ઉપયોગ ફાયદાકારક છે.
ડિલ્યુસન્ટ-એટલે કે શાંતિદાયક કે સંતુષ્ટ કરવાવાળો છે. જેના લીધે ઉંઘ સારી આવે છે. માથાના દુ:ખાવામાં ફાયદો કરે છે.
એન્ટિ હાઇસ્ટ્રીક હોવાથી ઇમોશનને કંટ્રોલ કરે છે. મગજને શાંત રાખે છે.
હાઇ પોલિફિનોલ હોવાને કારણે કાડિર્યાક મસલ્સને ફાયદો થાય છે. બ્લડ કલોટ દૂર કરે છે. તેમ જ હાઇબ્રોટીક ગ્રોથ થવા દેતો નથી. જેલી જેવો હોવાને કારણે કોલ્સ્ટ્રોલને કંટ્રોલ કરે છે. એન્ટિ યુરેટીક હોવાને કારણે યુરીનરી ડિસ્ચાર્જ દૂર કરે છે. ગનોરિયા, સીફલીસ બીમારીમાં કામ કરે છે.
એન્ટિ ડાયબીકને લીધે ઇન્સ્યુલને કંટ્રોલ કરે છે. બ્લડ સુગરનું નિયમન કરે છે. ડાયાબિટિસ જેવી બીમારી થવા દેતો નથી.
સેબરોફીક હોવાથી સ્વેટ ગ્લેન્ડમાં સુધારો કરે છે. પસીનાને કંટ્રોલ કરે છે. તેમાંથી આવતી દુર્ગંધ કે એસિડીક બનતું અટકાવે છે.
ભીંડાનું પ્રોટીન હાડકાંની મજબૂતી માટે કામ કરે છે. વાળની મજબૂતી અને ચમક આપે છે. નખના રોગોમાં સુધાર કરે છે.
ભીંડાની અંદર પોષક મૂલ્યો વધારે છે. પ્રોટીનના રોગોમાં ઉપયોગી છે. આની અંદર ઓલીક એસિડ કારણે વાળમાં થતો ખોડો અટકાવે છે અને થયો હોય તો દૂર કરે છે. આનો રસ માથામાં લગાવવાથી વાળની સુંદરતા વધી જાય છે. આનો કાચો રસ પીવાથી ઘણી સમસ્યાઓ દૂર થઇ જાય છે.
આની ચીકાશના કારણે સાંધા કે ગોઠણના દુ:ખાવા મટી જાય છે. ચારથી પાંચ ભીંડા પાણીમાં પલાળી તેને ચોળી-ગાળીને રસ પીવો જોઇએ. આના પાનનો પાઉડર વાળમાં લગાડી શકાયછે.
રેસાદાર હોવાને કારણે આંતરડાની સ્વચ્છતા એટલે કબજિયાત થવા દેતો નથી. તેમ જ વીર્ય વૃદ્ધિ કરે છે. લોહીની કમીને તાત્કાલિક પૂરી કરે છે.
ભીંડાના બીજનો કાઢો લેવાથી હૃદય રોગમાં ઉપયોગી થાય છે.
આમ ભીંડા ઉત્તમ પથ્યકર અને પોષ્ટિક છે. પાંચથી દસ કાચા ભીંડાનો સલાડમાં ઉપયોગ ઉત્તમ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!