જમ્મુ કાશ્મીર અને ખાસ કરીને શ્રીનગર અને તેની આસપાસના લોકોના લાંબા સમયથી ચાલતા સપના હવે પૂરા થધવા જઇ રહ્યા છે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા છે જે જાણીને પાકિસ્તાનની સરકારને ચોક્કસથી ઝટકો લાગશે. સાઉદી અરેબિયાની સરકારે જમ્મુ-કાશ્મીરમાં આર્થિક રોકાણ કરવાનું નક્કી કર્યું છે. સાઉદી અરેબિયાની કંપની જમ્મુ અને શ્રીનગરમાં મોલ બાંધશે. હંમેશા મુસ્લિમ બ્રધરહૂડની વાતો કરતા રહેતા અને સાઉદી અરેબિયાને પોતાનો પરમ મિત્ર ગણાવતા પાકિસ્તાનને આ વાતથી ઝાટકો તો જરૂરથી જ લાગશે. સાઉદી અરેબિયાના એમાર જૂથે જમ્મુ અને કાશ્મીરમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ એજ ડેવલપર છે, જેણે બુર્જ ખલીફા ટાવર બાંધ્યો છે.
જમ્મુ અને કાશ્મીર સરકારે એમાર જૂથનું સ્વાગત કર્યું છે.

બુર્જ ખલીફાના ડેવલપર એમાર ગ્રુપે શ્રીનગરમાં ‘મોલ ઑફ શ્રીનગર’ નામે એક શોપિંગ મોલ અને આઈટી ટાવર બાંધવાની જાહેરાત કરી હતી. જમ્મુ અને કાશ્મીર (J&K) સરકારના જણાવ્યા અનુસાર, Emaarના પ્રોજેક્ટ્સ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ વિદેશી ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર, મનોજ સિન્હાએ શ્રીનગરની બહાર સ્થિત સેમ્પોરા ખાતે “મોલ ઓફ શ્રીનગર” અને આઇટી ટાવર માટે પ્રાર્થના સમારોહનું આયોજન કર્યું હતું. સિન્હાએ ખુલાસો કર્યો હતો કે જમ્મુમાં આઈટી ટાવર પણ બનાવવામાં આવશે.
સિંહાના જણાવ્યા અનુસાર જમ્મુમાં 150 કરોડ રૂપિયાનો નવો આઈટી ટાવર સ્થાપિત કરવામાં આવશે, જેમાં જમીનની ફાળવણી થઈ ચૂકી છે. ભૂમિપૂજન સમારોહ આવતા મહિને કરવામાં આવશએ. શ્રીનગર અને જમ્મુમાં એમ્મારના પ્રોજેક્ટ વધુ રોજગારીની તકો પૂરી પાડશે.
Addressed the India-UAE Investment Summit, where I highlighted the scope for private & foreign investments in various sectors in J&K. The UT has made impressive progress with structural reforms in recent years & growth trajectory makes J&K an attractive investment destination. pic.twitter.com/SkichdGuCL
— Office of LG J&K (@OfficeOfLGJandK) March 19, 2023
એમ્માર જૂથ આશરે 500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. સાઉદી અરેબિયા સહિત ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના અન્ય 35 સીઈઓ સાથે એમારે ગયા વર્ષે રોકાણની સંભાવનાઓ ચકાસવા કાશ્મીરની મુલાકાત લીધી હતી. ભારત સરકારે રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, ડેવલપમેન્ટ, ફૂડ પ્રોસેસિંગ અને એગ્રીકલ્ચર સેક્ટરના સીઈઓને J&Kમાં રોકાણની તકો પર વાટાઘાટ કરવા માટે આમંત્ર્યા હતા. હવે જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ વિદેશી પ્રત્યક્ષ રોકાણ એમ્મારના 10 લાખ ચોરસ ફૂટના ‘મોલ ઑફ શ્રીનગર’ના ભૂમિપૂજન સાથે સાકાર થયું છે.