દિલ્હી સરકારના પૂર્વપ્રધાન સત્યેન્દ્ર જૈનને દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સત્યેન્દ્ર જૈન ગઈકાલે રાત્રે તેમના વોર્ડની અંદરના બાથરૂમમાં પડી ગયા હતા.
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સત્યેન્દ્ર જૈનની ખરાબ થઇ રહેલી અંગે કહ્યું કે, જે માણસ જનતાને સારી સારવાર અને સારું સ્વાસ્થ્ય આપવા માટે રાત-દિવસ કામ કરતો હતો, આજે એક સરમુખત્યાર એ સારા માણસને મારવા પર લાગેલો છે. તે સરમુખત્યારનો એક જ વિચાર છે – દરેકને સમાપ્ત કરી દેવા, તે ફક્ત “હું” માં જ રહે છે. તે ફક્ત પોતાને જોવા માંગે છે. ભગવાન બધાને જોઈ રહ્યા છે, તે બધા સાથે ન્યાય કરશે. સત્યેન્દ્રજી ઝડપથી સાજા થાય એ માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું. ભગવાન તેમને આ પ્રતિકૂળ સંજોગો સામે લડવાની શક્તિ આપે.
મની લોન્ડરિંગના કેસમાં તિહાર જેલમાં બંધ પૂર્વ પ્રધાન સત્યેન્દ્ર જૈનને પોલીસ અગાઉ 22 મેના રોજ પણ દિલ્હી સફદરજંગ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. કરોડરજ્જુમાં સમસ્યાને કારણે તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
આ પહેલા શનિવારે આવી જ ફરિયાદ કરવા પર જેલ પ્રશાસને તેમને દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં મોકલ્યા હતા, ત્યાંથી આવ્યા બાદ સત્યેન્દ્ર જઈને જેલ પ્રશાસનને બીમારી અંગે અન્ય ડૉક્ટરનો અભિપ્રાય લેવા અંગે જાણ કરી હતી.
જેલ અધિકારીઓએ જણાવ્યું કે સત્યેન્દ્ર જૈનને શનિવારે કરોડરજ્જુમાં દુખાવાની ફરિયાદ થઈ હતી. તેમના વકીલે પણ કોર્ટમાં કહ્યું હતું કે જૈનનું વજન 35 કિલો ઘટી ગયું છે. તે પછી, જેલ પ્રશાસને શનિવારે તેને પોલીસ ટીમ સાથે દિનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં મોકલ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેનું ચેકઅપ કર્યું અને કેટલીક સલાહ આપી.
સોમવારે પોલીસ ટીમની સુરક્ષામાં તેને સફદરજંગ હોસ્પિટલમાં લઈજવામાં આવ્યા હતા. પોલીસની ટીમ તેને ન્યુરો સર્જરી ઓપીડીમાં લઈ ગઈ. જ્યાં તબીબોએ તેની તપાસ કરી હતી.