Homeવીકએન્ડસારાન્ડા... બીચ પર એક્ઝિરો વૉક્સની અનોખી મજા

સારાન્ડા… બીચ પર એક્ઝિરો વૉક્સની અનોખી મજા

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

યુરોપમાં હજી દબાયેલા ટેન્શનનો માહોલ છે. બધે વધેલા ભાવ અન્ો અનિશ્ર્ચિતતાની વાતો થાય છે. એવામાં આલ્બ્ોનિયા જવું કેટલું સલામત છે એ પ્રશ્ર્ન પણ થાય ખરો. જોકે આલ્બ્ોનિયામાં ફરવાનું બાકીના યુરોપ જેટલું જ સલામત છે. જોકે કોસોવોની બોર્ડર તરફ અન્ો સાવ રિમોટ વિસ્તારોમાં એકલાં ન જવાની સલાહ જરૂર અપાય છે. અમેરિકાએ આલ્બ્ોનિયામાં પ્રવાસ કરવાનું સલામતીની દૃષ્ટિએ લેવલ ટુ પર રાખ્યું છે. હવે ખુદ અમેરિકામાં પણ ફલોરિડા જતાં પહેલાં સલામતીની તપાસ કરી તો જાણવા મળેલું કે પ્ોટ્રોલ પંપ પર કાર લોક્ડ રાખવી, અચાનક કોઈ બંદૂક લઇન્ો આવે તો ત્ોની સાથે સંઘર્ષ ન કરવો, વગ્ોરે વગ્ોરે. બાકી અત્યારે દુનિયામાં ક્યાંય સો ટકા સલામતીનો અહેસાસ થવાનું તો ઘણા સમયથી બંધ થઈ ગયું છે. જોકે સલામતીનો અહેસાસ કરવાનું નક્કી કરીને અમે વધુ કમ્ફર્ટેબલ ફીલ કરવા માટે ઇન્ડિયન ફૂડ શોધવા નીકળ્યાં.
અહીં ટર્કિશ, ગ્રીક, મિડલ ઇસ્ટર્ન વાનગીઓ તો સરળતાથી મળી રહી હતી. હજી ગીરોકાસ્ટરમાં આંટો માર્યો અન્ો ઓનલાઇન પણ સર્ચ કર્યું, પણ નજીકમાં તો ક્યાંય કોઈ પણ પ્રકારનું ભારતીય ભાણું મળ્યું નહીં. ત્ોના માટે તો અમારે ડયુરેસ કે તિરાના તરફ જ જવું પડે ત્ોમ હતું. સારું કહી શકાય ત્ોવું ઇન્ડિયન રેસ્ટોરાં ચાર કલાકની ડ્રાઇવ પર હતું. ત્ોના માટે તિરાના તરફ પહોંચીએ ત્ોની ધીરજ રાખવી જ પડી, કારણ કે હજી અમારું બુકિંગ આ વિસ્તારમાં જ હતું અન્ો હવે ઉંમર અન્ો અનુભવ સાથે માત્ર જમવા માટે ચાર કલાક જવા અન્ો ચાર કલાક ડ્રાઇવ કરીન્ો પ્લાનમાં ન હોય એવી અજાણી રેસ્ટોરાં તરફ જવાનું જોખમ લેવા જેવું લાગ્યું નહીં. વધુ એક પ્રકારનું બ્યોરેક ચાલી ગયું.
આમ પણ છેલ્લા બ્ો-ત્રણ દિવસમાં ઘણું ચાલવાનું અન્ો હાઇક કરવાનું બન્યું હતું. ઘણા ઢાળ ચઢ્યા-ઊતર્યા પછી હવે જરા બીચ પર રિલેક્સ કરવા મળવાનું હતું. ત્ોના માટે અમે સારાન્ડા તરફ નીકળી પડ્યાં. સારાન્ડા પણ આલ્બ્ોનિયન રિવિયેરાનો જ ભાગ છે. ગીરોકાસ્ટરથી ત્ો માંડ પચાસ્ોક કિલોમીટર જેટલું હતું. સારાન્ડા એવો બીચ છે જ્યાં માત્ર આલ્બ્ોનિયન રિવિયેરાન્ો માણવાનો પ્લાન હોય તો ગ્રીસમાં કોરફુની ટ્રિપમાં ફેરી લઇન્ો એક-બ્ો દિવસ માટે અહીં સરળતાથી આવી શકાય ત્ોમ છે. માંડ અડધા કલાકની બોટ રાઇડમાં ગ્રીસથી આલ્બ્ોનિયા આવી જાય છે. આલ્બ્ોનિયન બીચની મુલાકાત માટે આખા આલ્બ્ોનિયાન્ો ફરવાની જરૂર નથી. જોકે અહીંના આલ્બ્ોનિયન આલ્પ્સ, કુદરતી સુંદરતા અન્ો વિશેષ ઐતિહાસિક સાઇટ્સ માટે થઈન્ો જો કંઇક અલગ અનુભવવું હોય તો બીચ સિવાયના આલ્બ્ોનિયાન્ો પણ સમય આપવામાં શાણપણ છે.
ગીરોકાસ્ટરથી સારાન્ડા પહોંચવામાં જ વચ્ચે ‘બ્લુ આઈ’નું અનોખું પાણી પણ જોવા મળેલું. આ ‘બ્લુ આઈ’ અમે તો ફટાફટ જોઇ લીધેલું. સારાન્ડામાં લાંબો પ્રોગ્રામ હોય તો ત્યાં પણ આખો દિવસ વિતાવી શકાય ત્ોમ છે. સારાન્ડા આમ ભલે ત્ોના બીચ માટે જાણીતું હોય, અહીં આલ્બ્ોનિયન હિસ્ટ્રી પણ ભરી પડી છે. ખાસ તો બટરિન્ટ ન્ોશનલ પાર્કની હેરિટેજ સાઇટ પર આલ્બ્ોનિયાની હિસ્ટ્રીનું વધુ એક પાનું છે. અહીંનાં પૌરાણિક શિલ્પોનાં માથાં તો બચ્યાં નથી, પણ ત્ોમના પોશાકોમાં જે રીત્ો કરચલીઓ કોતરવામાં આવી છે ત્ો સદીઓ પછી પણ જાણે કોઈએ આ કપડાં હમણાં જ ધોઈન્ો ઇસ્ત્રી કર્યા વિના પહેર્યાં હોય ત્ોવું લાગતું હતું. અહીંનાં ખંડેરો છેક મધ્યયુગથી સાવ ખાલી પડ્યાં છે. આ વિસ્તારમાં પ્રિ-હિસ્ટોરિક સમયના અવશેષો મળી આવ્યા છે. અહીં કમસ્ો કમ પચાસ હજાર વર્ષોનો ઇતિહાસ છે. અહીં છેક ૧૯૨૪થી આર્કિયોલોજિકલ રિસ્ટોરેશનની પ્રોસ્ોસ ચાલુ જ છે. જોકે દેશની છેલ્લાં સો વર્ષની રાજકીય અનિશ્ર્ચિતતાઓના કારણે પણ કામ ઘણું ધીમું ચાલી રહૃાું છે. બાકી આ એક જ સ્થળ પર તામ્ર યુગથી માંડીન્ો ગ્રીક, રોમન, ઓટોમાન, દરેક યુગનું લેયર અહીં ટ્રોયનાં ખંડેરોની જેમ મોજૂદ છે. ઐતિહાસિક સાઇટ્સ બાબત્ો આલ્બ્ોનિયા ગ્રીક, ટર્કી અન્ો ઇજીપ્ત જેટલું જ રસપ્રદ છે, બસ એટલું લોકપ્રિય નથી. બાકી સારાન્ડાની મજા એ છે કે અહીં બીચ તો છે જ. અમે બીચ સુધી પહોંચતા પહેલાં જ બટરિન્ટ ન્ોશનલ પાર્કમાં સમય વિતાવી લીધો હતો. એક વાર બીચ પર ગયા પછી ત્યાંથી બહાર નહોતું નીકળવું. સારન્ડા પર અમારો રિસોર્ટ બરાબર બીચ પર જ હતો, પણ ત્યાંના લોકપ્રિય બીચ પર પ્રમાણમાં ભીડ હતી. જોકે અહીં સારા પ્રાઇવેટ બીચ શોધવાનું જરાય અઘરું નથી. અહીં ડગલે ન્ો પગલે બાકી કોઈ ન હોય ત્ોવા બીચ સરળતાથી ઓયોનિયન સમુદ્રનો વ્યુ પોતાનું જ પ્ોઇન્ટિંગ હોય ત્ોવી રીત્ો બતાવી જાય છે. વળી અહીંના પાણીનો રંગ બરાબર ગ્રીસ જેવો જ છે. અંત્ો તો એક જ દરિયો ન્ો. સાફેલા પ્ોલુમ્બાવે બીચ પર સમુદ્રી ગુફાઓ અન્ો શાંત પાણી સાથે અમે બીચ પર ઘણા જલસા કર્યા. અહીં અમારા સિવાય એક આલ્બ્ોનિયન પરિવાર પોતાની છત્રી લઈન્ો પિકનિક મનાવવા આવેલું.
બીચ ઉપરાંત સારાન્ડાનો પોતાનો પણ કિલ્લો છે, ત્યાંથી પણ દરિયાનો વ્યુ મજેદાર છે. સાથે ત્યાં મજેદાર લોકલ વાઇન કે કોફી પણ મળી જાય છે. સારાન્ડામાં જેટલું પણ રહૃાાં કંઈ ન્ો કંઈ નવું અનુભવવા મળતું રહૃાું. ખાસ તો અહીં એક્ઝિરો વૉક્સની મજા જરા અલગ જ બની રહી. આલ્બ્ોનિયામાં સનસ્ોટ જોવા માટે વોક પર જવા મોટેનો અલગ શબ્દ છે, એક્ઝિરો. અમે પણ ત્યાં આખો દિવસ બીચ પર આરામ કરી એક્ઝિરો એટલે કે સનસ્ોટ વોક કરવા નીકળી પડેલાં. ત્ો દિવસ્ો લાગતું હતું કે જિંદગીમાં ક્યાંય પણ જાઓ, કંઈ પણ કરો, અંત્ો તો થાક લગાડવાની અન્ો ઉતારવાની વચ્ચે જ જાણે થોડું જીવી લેવાનું હોય ત્ોવું લાગતું હતું. સારાન્ડાના બીચના ખડકો પરથી સનસ્ોટ જોઈન્ો લાગ્યું કે આ પ્રકારનો વ્યુ ક્યારેક મળ્યા કરે તો થાકવાનું તો બિલકુલ વાજબી લાગ્ો. સારાન્ડાથી લોગારા પાસ તરફ નીકળ્યાં ત્યારે ઇન્ડિયન ફૂડની પણ નજીક જઈ રહૃાાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular