માતા અમૃતા સિંહની સાથે ઇટલીના ફ્લોરેંસમાં સનસેટ એન્જોય કરતી જોવા મળી સારા અલી ખાન…

ફિલ્મી ફંડા

સારા અલી ખાનને પ્રવાસનો ખૂબ જ શોખ છે. જ્યારે પણ તેને તક મળે છે ત્યારે તે દેશવિદેશની મુલાકાતે નીકળી જાય છે. સારા તાજેતરમાં જ યુરોપની ટ્રીપ પર ગઇ હતી. તે તેના ભાઈ ઈબ્રાહિમ અલી ખાન અને પપ્પા સૈફ અલી ખાન સાથે લંડનમાં એન્જોય કરતી જોવા મળી હતી અને તે નાના જેહ સાથે જોવા મળી હતી.

 

હવે એ માતા અમૃતા સિંહની સાથે ઇટલી ફરવા નીકળી પડી છે. સારાએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર ઈટાલીના ફ્લોરેન્સ શહેરની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેમાં તે તેની મમ્મી અમૃતા સિંહ સાથે સૂર્યાસ્તનો આનંદ માણતી જોવા મળી રહી છે. સારાએ ગ્રીન ક્રોપ ટોપ પહેર્યું છે અને અમૃતા સફેદ શર્ટમાં જોવા મળી રહી છે.
નોંધનીય છે કે સારા તેની માતાની ઘણી જ નજીક છે. જ્યારે પણ સમય મળે ત્યારે તે માતા સાથે બહાર ફરવા નીકળી પડે છે. તેને ફોટા લેવાનો પણ ઘણો શોખ છે. અહીં તેની ઇટલી સફરના ફોટા માણો…

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.