બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનની ફિલ્મ એ મેરે વતનનું ટીઝર આજે લોન્ચ કરવામાં આવ્યું હતું અને હવે આ ટીઝરની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે, કારણ કે ફિલ્મમાં સારા પહેલી જ વખત એક મહિલા સ્વાતંત્ર્ય સેનાનીનો રોલ કરવા જઈ રહી છે અને આ મહિલા સ્વાતંત્ર્ય સેનાનીનું નામ છે ઉષા મહેતા. ઉષા મહેતા કોણ છે અને ભારતની સ્વતંત્રતાની લડાઈમાં તેમનું શું યોગદાન હતું જેવા અનેક સવાલોના જવાબ આ ફિલ્મના માધ્યમથી દર્શકોને મળશે.
ફિલ્મનું ટીઝલ પ્રાઈમ વીડિયોના યુટ્યૂબ એકાઉન્ટ પર શેયર કરવામાં આવ્યો છે અને આ ટીઝરમાં સારા અલી ખાન પોતાને એક રુમમાં બંધ કરી લે છે અને કહે છે કે અંગ્રેજો કો લગ રહા હૈ કિ ઉન્હોંને ક્વિટ ઈન્ડિયા કા સિર કુચલ દિયા હૈ, લેકિન આઝાદ આવાઝે કભી કૈદ નહીં હોતી.. યે હૈ હિંદુસ્તાન કી આવાઝ, હિંદુસ્તાન મેં કહીં સે, કહીં પે હિંદુસ્તાન મેં… આટલામાં જ અચાનક કોઈ દરવાજા પર આવી પહોંચે છે અને જોર જોરથી દરવાજો ખટખટાવવા લાગે છે. આ જોઈને સારા ગભરાઈ જાય છે એવું પણ ટીઝરમાં જોવા મળે છે.
બી-ટાઉન અને સોશિયલ મીડિયા પર આ ટીઝરની ચર્ચા ચાલી રહી છે અને આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર જ રીલિઝ થવાની છે. સારા અલી ખાનની ફિલ્મનું આ ટીઝર જોઈને લોકોના મનમાં જાત જાતના સવાલો ઉઠી રહ્યા છે જેમ કે આખરે આ ઉષા મહેતા કોણ છે અને ભારતની સ્વતંત્રતાની લડાઈમાં તેમની શું ભૂમિકા હતી વગેરે વગેરે તો તેમના સવાલોનો જવાબ એવો છે કે ઉષા મહેતાં એક મહિલા સ્વાતંત્ર્ય સેનાની હતા અને તે સ્વતંત્રતાની લડાઈમાં ગુપ્ત રેડિયો ઓપરેટર હતાં. ઉષા મહેતાના અવાજે જ બ્રિટીશરોને હિંદુસ્તાન છોડી જવા માટે મજબૂર કર્યા હતા, તેમના અવાજે જ બ્રિટીશરકો વિરુદ્ધ ક્રાંતિ લાવી હતી.
ઉષા મહેતાને સ્વતંત્રતાની લડાઈમાં ગુપ્ત રેડિયો ચલાવવા બદ્દલ ચાર વર્ષનો કારાવાસ પણ ભોગવવો પડ્યો હતો. 1946માં તેમને જેલમાંથી છોડવામાં આવ્યા હતા. ભારત સરકારે ઉષા મહેતાને પદ્મવિભુષણ આપીને સન્માનિત કર્યા હતા. 11મી ઓગસ્ટ, 2000માં તેમનું નિધન થયું હતું.
દરમિયાન આ જ ભારતીય મહિલા સ્વતંત્રતા સેનાનીની જીવનકથા મોટા પડદા પર રજૂ કરવામાં આવશે. આ ઉષા મહેતાની જ ભૂમિકા સારા અલી ખાન ફિલ્મમાં નિભાવી રહી છે.