નૂપુર શર્માએ(Nupur Sharma) એક ટીવી ચેનલ પર પયગંબર મુહમ્મદ પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ દેશભરમાં અશાંતિનો માહોલ છવાયો છે. નુપુર શર્માને સમર્થન કરવા બદલ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં હત્યાના બનાવો બન્યા છે ત્યારે ઘણા લોકોને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. ત્યારે બુધવારે રાત્રે મધ્યપ્રદેશના ખાંડવામાં(Khandwa) નીકળેલા મોહર્રમના જુલૂસ દરમિયાન તાજીયાઓ વિસર્જન માટે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે કથિત રીતે ‘સર તન સે જૂદા’ના(Sar tan se juda) નારા લગાવવામાં આવ્યા હતા. ભીડમાં બાળકો,યુવાનો અને વૃદ્ધો પણ હતા.
સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ વિડીયો મધ્યપ્રદેશના(Madhyapradesh) ખંડવાના જલેબી ચોક પાસેનો છે. વિડીયોમાં ટોળાએ કથિત રીતે ‘સર તન સે જુદા – સર તન સે જુદા’ ના નારા લગાવ્યા ત્યારે ઘણા પોલીસ કર્મચારીઓ સ્થળ પર હાજર દેખાઈ રહ્યા છે. હાલ પોલીસ આ વાયરલ વીડિયોની તપાસ કરી રહી છે અને તપાસ બાદ કેસ નોંધવામાં આવશે.
વીડિયોમાં સ્પષ્ટપણે સંભળાય છે કે યુવાનોનું ટોળું નારા લગાવી રહ્યું છે. યુવાનો કથિત રીતે કહી રહ્યા છે- ‘ગુસ્તાખ-એ-નબીકી એક હી સજા, સર તન સે જુદા – સર તન સે જુદા’. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે સમયે સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે તે સમયે પોલીસ જવાનો પણ ત્યાં હાજર છે.
આ વાયરલ વીડિયો અંગે ખાંડવા પોલીસ વડા પૂનમ ચંદ યાદવે જણાવ્યું હતું કે અમને એક વાયરલ વીડિયો મળ્યો છે, જેની અમે તપાસ કરી રહ્યા છીએ. વીડિયોના આધારે લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. જો વીડિયો સાચો જણાશે તો ફોજદારી કલમો હેઠળ કેસ નોંધવામાં આવશે.

Google search engine