સાપ્તાહિક ભવિષ્ય

ઉત્સવ

તા. ૪-૯-૨૦૨૨ થી તા. ૧૦-૯-૨૦૨૨

– પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં સિંહ રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. બુધ ક્ધયા રાશિમાં માસાન્તે સ્તંભી થઈ વક્રી થાય છે. ગુરુ મીન રાશિમાં વક્રીભ્રમણ કરે છે. શુક્ર સિંહ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શનિ મકર રાશિમાં વક્રીભ્રમણ કરે છે. રાહુ મેષ રાશિમાં ભ્રમણ કરે છે. તા. ૪થીએ ચંદ્ર વૃશ્ર્ચિકમાંથી ધનુ રાશિમાં પ્રવેશે છે. તા. ૬ઠ્ઠીએ મકર રાશિમાં, તા. ૯મીએ કુંભ રાશિમાં પ્રવેશે છે.
મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવી કાર્યપદ્ધતિ સ્વતંત્રપણે અપનાવી શકશો. નોકરી માટે તા. ૭, ૯, ૧૦ અનુકૂળ જણાય છે. તા. ૪, ૭, ૯મીએ અર્થવ્યવસ્થાની મૂંઝવણ દૂર થશે. મહિલાઓને કિંમતી ચીજોની ખરીદી માટે સરળતા જણાશે. વિદ્યાર્થીઓને તા. ૭, ૧૦મીએ વાંચન અભ્યાસમાં ઉત્સાહપ્રેરક સફળતા પ્રાપ્ત થશે.
વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ શક્ય છે. નોકરી માટે તા. ૪, ૬, ૯ લાભદાયી જણાય છે. તા. ૪, ૭, ૯મીએ જૂની ઉઘરાણીના નાણાંની વસૂલી શક્ય જણાય છે. મહિલાઓને પરિવાર માટે જરૂરી સાધન-સગવડતાની ખરીદી તા. ૫, ૬ના રોજ શક્ય જણાશે. વિદ્યાર્થીઓ તા. ૭, ૮મીએ શિક્ષકનું નબળા વિષયમાં માર્ગદર્શન મેળવી શકશે.
મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર સફળ રહેશે. નોકરી માટે તા. ૪, ૬, ૯ લાભદાયી પુરવાર થશે. તા. ૬, ૭, ૧૦મીએ અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવી શકશો. સપ્તાહમાં મહિલાઓને તા. ૬, ૭, ૧૦મીએ નવીન ચીજવસ્તુઓની પ્રાપ્તિ માટે સફળતા જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં નવા અભ્યાસના સાધનો પ્રાપ્ત થાય.
કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણની તક મેળવશો. નોકરી માટે તા. ૭, ૯, ૧૦ શુભ પુરવાર થશે. તા. ૪, ૬, ૭ના રોજ જૂના ઉઘરાણીનાં નાણાંની વસૂલી માટે સફળ રહેશો. મહિલાઓને સહોદરો સહિત પ્રવાસ યાત્રા સરળ થતી જણાશે. વિદ્યાર્થીઓ એકાગ્રતાથી વાંચન અભ્યાસ પૂર્ણ કરી શકશે.
સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં ધાર્યા મુજબના નાણાંરોકાણની તક મેળવશો. નોકરી માટે તા. ૮, ૯, ૧૦ના કામકાજ અનુકૂળ બની રહેશે. તા. ૭, ૮, ૧૦ના રોજ નવા આર્થિક વ્યવહાર સફળ બની રહેશે. સપ્તાહમાં પતિનો સહયોગ તા. ૬, ૭, ૧૦મીએ નિજી પ્રવૃત્તિઓમાં પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને તા. ૬, ૭ના રોજ વકૃત્વ, રમતગમત ઈત્યાદિ ક્ષેત્રે સફળતા જણાશે.
ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ તથા દૈનિક સાપ્તાહિક વેપાર સફળ રહેશે. નોકરીમાં સ્થાન પરિવર્તન શક્ય છે. તા. ૪, ૬, ૮ના રોજ પરિવારની આર્થિક વ્યવસ્થા જાળવવામાં સફળ રહેશો. મહિલાઓને તા. ૬, ૭, ૯ના રોજ સહપરિવાર તીર્થપ્રવાસના સફળ આયોજનો સફળ થતાં જણાશે. વિદ્યાર્થીઓને નબળા વિષયમાં શિક્ષકનું જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત થાય.
તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં કાર્યક્ષમતા અને અનુભવ પૂર્ણપણે ઉપયોગમાં આવશે. નોકરીમાં તા. ૫, ૬, ૧૦ લાભદાયી પુરવાર થશે. તા. ૬, ૯, ૧૦ના રોજ નાણાંવ્યવહારમાં અનુકૂળતા અનુભવશો. તા. ૪, ૭, ૧૦મીએ મહિલાઓને કિંમતી ચીજવસ્તુની ખરીદી માટે અનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓને સહઅધ્યાયીઓનું માર્ગદર્શન પ્રાપ્ત થાય.
વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણની તક મેળવશો. નોકરીમાં તા. ૪, ૫, ૭ના કામકાજ યશસ્વી પુરવાર થશે. તા. ૬, ૭, ૯ના રોજ ધાર્યા મુજબના ઉઘરાણીના નાણાંની વસૂલી શક્ય બનશે. તા. ૫, ૬, ૭મીએ મહિલાઓને નવીન કામકાજના પ્રારંભમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓના અભ્યાસના કામકાજ નિયમિતપણે સમગ્રપણે સફળ થતાં
રહેશે.
ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં અપેક્ષા મુજબ નાણાંરોકાણ અને દૈનિક સાપ્તાહિક વેપાર સફળ જણાય છે. નોકરીમાં તા. ૬, ૯ અપેક્ષા મુજબ સફળ બની રહેશે. તા. ૪, ૫, ૭, ૧૦ના રોજ નવા વ્યવસાયના સંબંધોમાં નાણાંવ્યવહાર સાનુકૂળ બની રહેશે. તા. ૫, ૭, ૮મીએ મહિલાઓને કુટુંબીજનોનો સહયોગ પ્રાસંગિક જવાબદારીમાં પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓ તા. ૭, ૯, ૧૦મીએ અધ્યયન માટે જરૂરી સાધન પ્રાપ્ત કરશે.
મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ માટે અનુકૂળ તકો મેળવશો. નોકરીમાં તા. ૭, ૯, ૧૦ના કામકાજ સફળતાસૂચક છે. તા. ૫, ૭, ૮મીએ નવા નાણાં ઉપાર્જનના સાધનો નિર્માણ થાય. તા. ૬, ૭, ૯મીએ મહિલાઓને કુટુંબની જવાબદારીમાં સફળતાનો અનુભવ થાય. વિદ્યાર્થીઓનો અધ્યયન અભ્યાસ અર્થે પ્રવાસ સફળ રહેશે.
કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં દૈનિક સાપ્તાહિક વેપાર લાભદાયી પુરવાર થશે. નોકરીમાં તા. ૪, ૫, ૭ પ્રગતિસૂચક જણાય છે. તા. ૫, ૬, ૯મીના રોજ અપેક્ષિત નાણાંની આવશ્યકતા સંપન્ન થશે. તા. ૫, ૬ , ૯, ૧૦ના રોજ ગૃહિણીઓને સંતાનની જવાબદારીમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓને સપ્તાહમાં નવા અભ્યાસના પ્રારંભ માટે અનુકૂળતાઓ નિર્માણ થતી જણાશે.
મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ માટે સફળ તકો પ્રાપ્ત કરશો. નોકરીમાં તા. ૫, ૬, ૮ લાભદાયી પુરવાર થશે. તા. ૬, ૮, ૯ના રોજ નવા વ્યવસાયના સંબંધોમાં નાણાંવ્યવહાર સફળતાથી પૂર્ણ કરી શકશો. મહિલાઓને આ સપ્તાહમાં નોકરીમાં ઉપરી અધિકારીનો સહયોગ તા. ૮, ૧૦મીએ પ્રાપ્ત થાય. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં જરૂરી સાધનસામગ્રી અભ્યાસ માટે પ્રાપ્ત થાય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.