Homeધર્મતેજસપ્ત બદરી, સપ્ત પ્રયાગ

સપ્ત બદરી, સપ્ત પ્રયાગ

કચ્છપ-ધન્વન્તરિ-મોહિની-મત્સ્ય અવતાર

જીવનનું અમૃત -ભાણદેવ

કચ્છપાવતાર…
ભગવાન વિષ્ણુની સલાહથી દેવોએ અસુરો સાથે સમાધાન કર્યું. સૌએ સાથે મળી ક્ષીરસમુદ્રમાં અનેક જાતનાં ઘાસ, વેલા અને ઔષધિઓ નાખી, મંદરાચલનો રવૈયો બનાવી અને વાસુકિનાગનું નેતરું બનાવી સમુદ્રમંથન શરૂ કર્યું. મંદરાચલ અતિ ભારે હોવાથી સમુદ્રમાં પેસવા લાગ્યો. દેવો અને અસુરો મુંઝાયા અને નિરાશ થયા. તે સમયે મંદરાચલને ધારણ કરવા માટે ભગવાન વિષ્ણુએ ખૂબ મહાન કચ્છપ (કૂર્મ-કાચબો)નું રૂપ ધારણ કર્યું. ભગવાન કચ્છપે જળમાં પ્રવેશ કરીને મંદરાચલને પોતાની પીઠ પર ધારણ કર્યો. ભગવાન કચ્છપની પીઠ એક લાખ યોજન વિશાળ હતી. દેવો અને અસુરો પોતાની પ્રચંડ શક્તિથી મંદરાચલને ઘુમાવવા લાગ્યા. મહાપર્વત મંદરાચલ પોતાની પીઠ પર ફરી રહ્યો હતો ત્યારે ભગવાન કચ્છપને એમ લાગ્યુ કે કોઇ તેમની પીઠ પર ખંજવાળી રહ્યું છે.
ભગવાન વિષ્ણુએ કચ્છ રૂપે મંદરાચલને આધાર આપ્યો, ઉપરથી પોતાના સહસ્રબાહુ દ્વારા દબાણ આપ્યું. દેવો અને અસુરોમાં પ્રવેશીને પર્વતને ગતિ આપી અને વાસુકિનાગમાં નિદ્રારૂપે પ્રવેશીને શાંતિ આપી. આમ સર્વ રીતે ભગવાનની શક્તિથી જ સમુદ્રમંથનની ઘટના બની શકી.
સમુદ્રમંથનની ક્રિયા જીવનમંથનની અર્થાત્ અધ્યાત્મમંથનની ઘટના છે. અધ્યાત્મમંથનની આ ઘટનાનું ધ્યેય છે-પરમ સત્યરૂપી અમૃતની પ્રાપ્તિ ઉપનિષદોમાં અનેક સ્થાને પરમ સત્યને અમૃતની ઉપમા આપી છે. સાધક પણ સમુદ્રમંથનરૂપી અધ્યાત્મસાધન દ્વારા આ પરમ અમૃતને પામવા ઇચ્છે છે.
સમુદ્રમંથન માટે દેવો અને અસુરો પ્રચંડ પુરુષાર્થ કરે છે, તેમ સાધકે પણ પરમ તત્ત્વરૂપી અમૃતની પ્રાપ્તિ માટી તીવ્ર અને ગહન સાધના કરવી પડશે. આમ છતાં એક મૂલ્યવાન સત્યનું વિસ્મરણ ન થાય તેની કાળજી લેવાની છે. સાધના ગમે તેટલી પ્રચંડ હોય તો પણ જયાં સુધી તેમાં ભગવત્કૃપા ભળતી નથી ત્યાં સુધી તે ફળીભૂત થતી નથી. હઠયોગથી સાધનામાં એવી પરંપરા છે કે સાધનાના પ્રારંભે જ યોગી મૂલાધારમાં ઇષ્ટદેવની સ્થાપના કરે છે. કારણ કે યોગી જાણે છે કે ઇષ્ટકૃપા વિના યોગ ફળતો નથી. કચ્છપાવતારની ઘટના દ્વારા આ જ વાત સૂચિત
કરવામાં આવી છે. દેવો અને અસુરો મહાબળવાન છે. એક-એકથી ચડિયાતા મહાબળવાન દેવો અને અસુરો પોતાની સમગ્ર શક્તિથી મંદરાચલને ફેરવી રહ્યા છે, પરંતુ તેઓ સૌ સાથે મળીને પણ મંદરાચલને ધારણ કરી શકતા નથી. મંદરાચલ સમુદ્રમાં ડૂબવા લાગ્યો, તેને કોઇ રોકી શકતા નથી. અધ્યાત્મસાધનનો મંદરાચલ પણ ભગવાનના આધાર વિના સ્થિર રહી શકતો નથી. ભગવાનના આધાર વિના, ભગવાનની સહાય વિના અધ્યાત્મસાધન નિરાધાર છે અને તેથી ટકી શકે નહીં. જીવનું ગજું કેટલું?
ભગવાનની અનંત શક્તિઓ છે. ભગવાનની સાધકના અધ્યાત્મપથને આધાર આપનારી શક્તિ તે જ તેમની કચ્છપશક્તિ છે. આ કચ્છપશક્તિ સાધકની સાધનાના મંદરાચલને ઊંચકી શકે છે, ધારણ કરી શકે છે.
માનવમાં બે પ્રકારનાં પરિબળો છે-અવિદ્યાશક્તિ અને વિદ્યાશક્તિ. આ બંને પરિબળોને યૌગિક પરિભાષામાં પ્રાણ અને અપાન કહેવામાં આવે છે. પ્રાણ ઊર્ધ્વગામી શક્તિ છે. અપાન નિમ્નગામી શક્તિ છે. તે જ રીતે વિદ્યાશક્તિ માનવને ઊર્ધ્વારોહણમાં સહાય કરે છે અને અવિદ્યાશક્તિ માનવને નીચે ખેંચી રાખે છે. આ જ હકીકતને પૌરાણિક ભાષામાં દેવો અને અસુરો કહેવામાં આવે છે. દેવો વિદ્યાશક્તિનાં તત્ત્વો છે. દૈવી વૃત્તિઓ છે. અસુરો અવિદ્યા શક્તિના તત્ત્વો છે. આસુરી વૃત્તિઓ છે.
અધ્યાત્મસાધનની સમુદ્રમંથનની મહાન ઘટનામાં બન્ને પ્રકારનાં પરિબળોનો સાથ લેવો પડશે. બન્નેની શક્તિ સાથે મળે તો જ આ મંથનની મહાન ઘટના શક્ય બને છે, તો જ અમૃત મળે છે, પરંતુ આ મહાન ઘટનામાં પ્રારંભથી અંત સુધી ભગવાનની સહાયની જરૂર તો પડે જ છે. કચ્છરૂપે, ધન્વન્તરિરૂપે, અજિતરૂપે અને મોહિનીરૂપે સમુદ્રમંથનમાં પ્રારંભથી અંત સુધી સાથે જ રહે છે. અમૃત પ્રાપ્ત કર્યા પછી પણ તે અમૃત અસુરો ન પી જાય અને દેવોને મળે તે માટે પણ મોહિની ભગવાનની જરૂર પડે જ છે.
અળડળે, પદ્વ્રૂજ્ઞ ટઠળ ખર્ળૈટજ્ઞ વર્ફિીં લમૃઠ્ઠ ઉ્ંરિૂટજ્ઞ
૨. ધન્વન્તરિ અવતાર
દેવો અને અસુરો ભગવાનની શક્તિ અને પ્રેરણાથી સમુદ્રમંથન કરી રહ્યા છે. સૌથી પ્રથમ તો હળાહળ વિષ નીકળે છે. જેને ભગવાન શંકર ગળામાં ધારણ કરી રાખે છે. ત્યાર પછી ઉચ્ચૈ:શ્રવા, ઐરાવત, કૌસ્તુભ, કલ્પવૃક્ષ, લક્ષ્મીજી, વારુણી આદિ અનેક અનુપમ રત્નો પ્રગટ થાય છે, પરંતુ સમુદ્રમંથનનો હેતુ તો છે અમૃતની પ્રાપ્તિ. આ અમૃતનું પાન કરીને દેવો અને અસુરો સૌ અમર બનવા ઇચ્છે છે. અનેક રત્નો મળ્યા છતાં દેવો અને અસુરોએ અમૃતની આશાથી સમુદ્રમંથન ચાલુ રાખ્યું. આખરે સમુદ્રમાંથી એક અત્યંત અલૌકિક પુરુષ પ્રગટ થયા. તેમની લાંબી બળવાન ભુજાઓ હતી. તેમનો કંઠ શંખ જેવો ઘાટીલો હતો. આંખોમાં લાલિમા હતી. શરીરનો વર્ણ સુંદર શ્યામરંગી હતો. તેમણે શરીર પર પીતાંબર અને આભૂષણો ધારણ કર્યાં હતાં. કાનોમાં મણિઓનાં કુંડળ ધારણ કર્યાં હતાં. વિશાળ વક્ષ-સ્થળ, તરુણ અવસ્થા, અનુપમ સૌંદર્ય, કાળા સુંદર કેશ! આ પુરુષની આકૃતિ અનુપમ હતી. તેમના હાથોમાં અમૃતથી ભરેલો કળશ હતો.
આ પુરુષ ભગવાન ધન્વન્તરિ હતા. તેઓ સાક્ષાત્ વિષ્ણુ ભગવાનના અંશાંશ અવતાર હતા. ભગવાન ધન્વન્તરિ આયુર્વેદના પ્રવર્તક હતા.
અસુરોની દૃષ્ટિ જ્યારે ભગવાન ધન્વન્તરિના હાથમાં રહેલા અમૃતકળશ પર પડી ત્યારે તેઓએ ખૂબ શીઘ્રતાથી ભગવાન ધન્વન્તરિના હાથમાંનો અમૃતકળશ ખૂંચવી લીધો. દેવો અને અસુરો વચ્ચે અમૃત માટે ખેંચાતાણી, સંઘર્ષ અને યુદ્ધનો પ્રારંભ થયો.
ભગવાન માનવરૂપ કે અન્ય કોઇ રૂપ ધારણ કરીને પૃથ્વી પર આવે તે ઘટનાને અવતારની ઘટના કહેવામાં આવે છે. અવતારો પણ અનેક પ્રકારના હોય છે. પૂર્ણાવતાર, યુગાવતાર, અંશાવતાર, અંશાંશાવતાર, આવેશાતાર, આદિ અવતારના ભિન્નભિન્ન પ્રકારો છે. જયારે ભગવાન પોતાનો કોઇ વિશિષ્ટ અંશ દ્વારા અવતરે ત્યારે તે અંશાવતાર કે અંશાંશાવતાર ગણાય છે. ભગવાન ધન્વન્તરિ વિષ્ણુના અંશાંશાવતાર ગણાય છે.
લ મે ધઉંમર્ટીં લળષળરુદ્યશ્રઞળજ્ઞર્ફૈયર્ળૈયલફ્રધર્મીં ॥
– હપિડ્ર ધળઉંમટ; ૮-૮-૩૪

“તેઓ (ભગવાન ધન્વન્તરિ) સાક્ષાત વિષ્ણુ ભગવાનના અંશાંશાવતાર હતા.
પૂર્ણાવતાર કે લીલાવતાર જન્મથી લીલાસંવરણ સુધી પૂરો સમય-દીર્ઘકાળ સુધી આ પૃથ્વી પર રહે છે. કેટલાક અવતારો એવા પણ હોય છે કે જેઓ કોઇક વિશિષ્ટ હેતુની સિદ્ધિ માટે આ પૃથ્વી પર પ્રગટે છે અને તે કાર્ય પૂરું કરીને તુરત અંતર્ધાન થાય છે. ભગવાન રામ, ભગવાન કૃષ્ણ આદિ પૂર્ણાવતારો કે લીલાવતારો ગણાય છે. તેઓ દેહ ધારણ કરે છે અને દેહત્યાગ કરે છે. આ બન્ને પ્રસંગની વચ્ચે તેમના આયુષ્યકાળ દરમિયાન તેઓ આ પૃથ્વી પર સતત રહે છે. અવતારનું આ એક સ્વરૂપ છે.
અવતારનું એક બીજું સ્વરૂપ છે. જેમાં ભગવાન નૃસિંહ, ભગવાન વામન, ભગવાન મોહિની, ભગવાન ધન્વન્તરિ આદિનો સમાવેશ થાય છે. આ અવતારો એક વિશિષ્ટ હેતુ સિદ્ધ કરવા પ્રગટે છે અને હેતુ સિદ્ધ થતાં જ અંતર્ધાન થઇ જાય છે. ભગવાન ધન્વન્તરિ અમૃતકળશ લઇને પ્રગટે છે અને પછી તુરત અંતર્ધાન થઇ જાય છે.
આયુર્વેદિક પરંપરાની માન્યતા પ્રમાણે આયુર્વેદને આ પૃથ્વી પર ભગવાન ધન્વન્તરિ લાવ્યા અને તેમના થકી જ આયુર્વેદ આ પૃથ્વી પર પ્રગટ્યો અને પ્રસર્યો છે.
અમૃતથી તૃષ્ટિ, પુષ્ટિ, બળ અમરતા આદિ સિદ્ધ થાય છે. આયુર્વેદ દ્વારા પણ બળ, આયુષ્ય, આરોગ્ય, પુષ્ટિ આદિ હેતુઓની સિદ્ધિ થાય છે. આમ અમૃતના પ્રાગટ્ય અને આયુર્વેદના પ્રાગટ્યમાં કાંઇક સમાન હેતુ જણાય છે. આમ ભગવાન ધન્વન્તરિને અમૃત લાવનાર અને આયુર્વેદ લાવનાર ગણવામાં એક સંગતિ છે.
પરમકૃપાળુ પરમાત્મા આયુષ્ય, પુષ્ટિ, તૃષ્ટિ, બળ, આરોગ્ય આદિ તત્ત્વોનો દાતા છે. પરમાત્માના આ સ્વરૂપને જ ધન્વન્તરિ નામ આપવામાં આવે છે. પરમાત્માની અનંત શક્તિઓમાંની આ પણ એક શક્તિ છે. તેમનાં અનંત સ્વરૂપોનું આ પણ એક સ્વરૂપ છે.
સાધક અધ્યાત્મપથ પર ચાલે છે અને અંતે પરમતત્ત્વને પામે છે. આ પરમતત્ત્વ તે જ અમૃત છે. ભગવાન જ આ અમૃતના દાતા છે, તે જ ધન્વન્તરિ છે.
યોગસાધના દરમિયાન સાધકને એક વિશિષ્ટ પ્રકારનો અનુભવ થાય છે. જેમાં બ્રહ્મરંધ્રમાંથી અમૃતસ્રાવનો અનુભવ થાય છે. યોગીઓ માને છે કે મસ્તકમાં ચંદ્ર અને નાભિમાં સૂર્ય છે. મસ્તકસ્થ ચંદ્રમાંથી અમૃત ઝરે છે. આ અમૃતને સૂર્ય ગ્રસી જાય છે. જો આ અમૃતને સૂર્યથી બચાવી શકાય તો તે અમૃત શરીરમાં પ્રસરે છે અને સાધકને પરમ તૃષ્ટિનો અનુભવ થાય છે. યોગસાધનાથી આ અમૃતસ્રાવન ઘટના પ્રગટે છે અને સાધકનો ઉચ્ચતર ચેતનામાં પ્રવેશ થાય છે.
આ અમૃતપ્રાગટ્યની ઘટના દ્વારા યોગપથનું એક રહસ્ય સાંકેતિક સ્વરૂપે અભિવ્યક્ત કરવામાં આવે છે.
અમૃતપ્રાપ્તિની ઘટના એક ગહન આધ્યાત્મિક અનુભૂતિ છે. એક રહસ્યપૂર્ણ ઘટના છે. આ આધ્યાત્મિક ઘટનાને અહીં કથાના માધ્યમ દ્વારા રજૂ કરવામાં આવેલ છે.
હઠયોગપ્રદીપિકા, જ્ઞાનેશ્ર્વરી ગીતા (અ.૬) ઘેરંડસંહિતા આદિ ગ્રંથોમાં કુંડલિનીશક્તિ બ્રહ્મરંધ્રમાં પહોંચે ત્યારે અમૃતસ્રાવની ઘટના થાય છે તેવું વર્ણન જોવા મળે છે. આ જ આધ્યાત્મિક ઘટનાને અહીં સમુદ્રમંથનની કથામાં ભગવાન ધન્વન્તરિના અમૃતકળશ અને પ્રાગટ્યની ઘટના દ્વારા સૂચિત કરવામાં આવેલ છે.

૩. મોહિની અવતાર
ભગવાન ધન્વન્તરિ અમૃતકળશ સાથે પ્રગટ્યા. અસુરો અને દેવો આ જ ક્ષણની વાટ જોઇ રહ્યા હતા. અમૃતપ્રાપ્તિ માટે તો સમુદ્રમંથનનો પુરુષાર્થ કર્યો હતો. અસુરોની નજર અમૃતકળશ પર પડી. અસુરો શીઘ્રતાપૂર્વક દોડ્યા અને અમૃતનો કળશ આંચકીને લઇ લીધો. અસુરો અમૃતનો કળશ લઇ ગયા, તે જોઇને દેવો નિરાશ થયા, દુ:ખી થયા. દેવ ભગવાનને શરણે ગયા. દેવોની આ દશા જોઇને ભક્તવત્સલ ભગવાને કહ્યું-
‘દેવો! તમે નિરાશ ન થાઓ, તમે ચિંતા ન કરો. માયા દ્વારા તેમની વચ્ચે વિખવાદ ઊભો કરીને હું તમારું કામ બનાવી દઇશ.’
ભગવાને મોહિનીસ્વરૂપ ધારણ કર્યું. અસુરો તેના રૂપમાં મોહાંધ બન્યા. મોહાંધ બનેલા અસુરો પાસે ભગવાન મોહિની નારાયણે પોતાની રીતે અમૃતની વહેંચણી કરી આપવાની શરત કબૂલ કરાવી લીધી. ભગવાને મોહાંધ અસુરોને છેતરીને પોતાના પ્યારા દેવોને અમૃત પાઇ દીધું. દેવો અમર અને બળવાન બન્યા અને અસુરોનો પરાજય થયો. અસુરો સહિત બલિરાજા પોતાના પાતાલ લોકમાં ચાલ્યા ગયા.
ભગવાનનું આ મોહિનીસ્વરૂપ અને મોહિનીનારાયણની લીલા પ્રથમ દૃષ્ટિએ અને આપણી માનવીય દૃષ્ટિએ કાંઇક વિચિત્ર લાગે તેવાં છે. આપણે આપણા ચિત્તમાં ઉપસ્થિત થતી ગૂંચને ઉકેલવા પ્રયત્ન કરીએ.
૧. સામાન્યત: એવું માનવામાં આવે છે કે ભગવાન પુરુષશરીરમાં અવતરે છે અને કવચિત્ એવો પ્રશ્ર્ન પણ ઉપસ્થિત કરવામાં આવે છે કે ભગવાન માત્ર પુરુષશરીરમાં જ કેમ આવે છે?
મોહિનીઅવતારની ઘટનાથી એમ ફલિત થાય છે કે ભગવાન માત્ર પુરુષશરીરમાં જ અવતાર ધારણ કરે છે તેવું નથી. ભગવાન ીરૂપે પણ અવતરે છે.
૨. ભગવાન અવતાર ધારણ કરે છે. અવતારનું સ્વરૂપ અને લીલા સર્વથા અને સર્વદા માનવધારણા પ્રમાણે જ થાય છે તેવું નથી. અવતારની ઘટના, અવતારનું સ્વરૂપ અને અવતારની લીલા માનવબુદ્ધિને અનુરૂપ જ હોવાં જોઇએ તેવું નથી. અવતારનું મૂલ્યાંકન કરવા માટે માનવબુદ્ધિ ઘણું વામણુંં સાધન છે. ભગવાનને પોતાનું દૈવી ડહાપણ (ઉશદશક્ષય ઠશતમજ્ઞળ) હોય છે. ભગવાનનો અવતાર અને અવતારની લીલા તે ડહાપણ પ્રમાણે થાય છે, આપણી નવટાંક બુદ્ધિ પ્રમાણે નહીં.
૩. અવતાર એક સત્ય છે. અવતાર ધારણ કરીને ભગવાન પૃથ્વી પર આવે છે, તે એક સત્ય છે. પુરાણો ઐતિહાસિક ગ્રંથો નથી. પુરાણોની કથાઓમાં ઐતિહાસિક તથ્યો વણાયેલાં છે, પરંતુ પુરાણોને ઇતિહાસના વિશુદ્ધ ગ્રંથો તરીકે લઇ શકાય નહીં. તે જ રીતે પુરાણોમાં રજૂ થયેલી અવતારની કથાઓેને પણ અક્ષરશ: ઐતિહાસિક ઘટનાઓ તરીકે લઇ શકાય નહીં. પુરાણોની અવતાર -કથાઓમાં સાંકેતિક અને આધ્યાત્મિક વ્યંજનાથી ભરેલી કથાઓ પણ ખૂબ છે. મોહિનીઅવતારના સ્વરૂપને સમજતી વખતે આ તથ્ય પણ લક્ષ્યમાં રાખવું જોઇએ.
૪. ભગવાન સત્યની પ્રતિષ્ઠા માટે અવતાર ધારણ કરે છે. સત્ય અને અસત્ય વચ્ચેના સંઘર્ષમાં જ્યારે સત્ય પરાજિત થાય અને અસત્યનો વિજય થાય, તેવી પરિસ્થિતિ આવે ત્યારે અસત્યનો પરાજય કરી સત્યની પ્રતિષ્ઠા માટે ભગવાન અવતાર ધારણ કરીને સત્યના પક્ષે સક્રિય દરમિયાનગીરી કરે છે. આ પ્રક્રિયા વખતે ભગવાન સર્વથા અને સર્વદા માનવચિત્તની નૈતિક ધારણાઓ પ્રમાણે જ વર્તે તેવું નથી. ભગવાન પોતાની દિવ્ય ચેતનાથી જુએ છે, નિર્ણય કરે છે અને વર્તે છે.
પાંડવો અને કૌરવો વચ્ચેનાં સંઘર્ષમાં સત્ય પાંડવોના પક્ષે હતું. આમ છતાં પાંડવોએ ઘણાં કષ્ટો સહન કરવાં પડ્યાં અને વારંવાર માર ખાવો પડ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular